SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૪)માં રજૂ કર્યો છે. તેને અનુસરીને જ શ્રી હેમચન્દ્રાચાર્યે કાવ્યાનુશાસનના બીજા અધ્યાયના પ્રથમ સૂત્રની વૃત્તિમાં રસનિષ્પત્તિની સમજૂતી આપી છે એ સ્પષ્ટ છે. પણ રસસિદ્ધાન્તની સંપૂર્ણ રજૂઆત કરવાના આશયથી શ્રી હેમચન્દ્રાચાર્ય, સ્વપજ્ઞ “વિવેક વ્યાખ્યામાં, પૃષ્ઠ ૮૯થી પૃષ્ઠ ૧૦૩ સુધીનાં પંદર પૃષ્ઠોમાં, ભરતમુનિના નાટ્યશાસ્ત્રના છઠ્ઠા રસાધ્યાય પરની અભિનવગુપ્તની “અભિનવભારતી' ટીકાનો ઉપરોક્ત ચાર મુખ્ય તથા અન્ય ગૌણ મંતવ્યો વિશેનો સંપૂર્ણ પાઠ ઉદ્ધત કર્યો છે અને પૃષ્ઠ ૧૦૩ પર સ્પષ્ટ જણાવ્યું છે કે, આચાર્યશ્રી પોતે શ્રીમદ્ અભિનવગુપ્તાચાર્યના મતનો પૂરેપૂરો સ્વીકાર કરે છે. આમ, જ્યારે મમ્મટ અભિનવગુપ્ત સહિતના ચાર મતોની સમીક્ષિત તથા સંક્ષિપ્ત રજૂઆત કરે છે ત્યારે શ્રી હેમચન્દ્રાચાર્ય રસાનુભવ વિશેનો અભિનવભારતીનો સંપૂર્ણ પાઠ પ્રસ્તુત કરીને અભ્યાસીના ધન્યવાદને પાત્ર ઠરે છે. અભિનવભારતી કલામીમાંસાનો મહાન ગ્રંથ અભિનવગુપ્ત આનંદવર્ધનના “ધ્વન્યાલોક' ગ્રંથ પર ‘લોચન' નામની ટીકા રચી છે; જ્યારે ભરતમુનિના “નાટ્યશાસ્ત્ર' એ ગ્રંથ પર “અભિનવભારતી’ નામની ટીકા રચી છે. આ બન્ને ટીકા-ગ્રંથો અતિશય વિદ્વત્તાપૂર્ણ છે અને તેથી એ બે ગ્રંથો, પ્રાચીન તથા અર્વાચીન, ભારતીય તથા પાશ્ચાત્ય બધા વિદ્વાનોના આદરને પાત્ર, બહુમૂલ્ય ગ્રંથો ઠર્યા છે. આ બન્ને ગ્રંથો છે તો ટીકા-ગ્રંથો પણ એમનું મૂલ્ય બે સ્વતંત્ર મહત્ત્વના ગ્રંથો જેટલું છે; કેમ કે, “ભારતીય સાહિત્યશાસ્ત્ર કે સૌંદર્યશાસ્ત્રના એ બે મહાગ્રંથો છે, શ્રેષ્ઠ ગ્રંથો છે અને પાંડિત્ય, ઊંડાણ, સુત્રાત્મકતા, શૈલીની ગંભીરતા તથા ગરિમા તથા તેમાં નિરૂપાયેલા ગહન વિચારોના ચિરસ્થાયી મૂલ્યની દૃષ્ટિએ, આ બે ગ્રંથો બધા સમયના, બધા સ્થળોના, કળા વિશેના શ્રેષ્ઠ ગ્રંથો ગણાય છે.” આ બે ગ્રંથોને કારણે અભિનવગુપ્ત (ઈ. સ. ૯૯૦-૧૦૧૫૦), માત્ર કળા વિષેના એક સર્વશ્રેષ્ઠ અધિકારી વિદ્વાન તરીકે જ નહીં, પણ, જે.એલ. મેસન તથા એમ. વિ પટવર્ધન કહે છે તેમ, સાહિત્યશાસ્ત્ર કે સૌંદર્યમીમાંસાના સર્વશ્રેષ્ઠ મૌલિક ગ્રંથોના લેખકોમાંના એક અગ્રણી લેખક ઠરે છે કેમ કે એમના બન્ને ગ્રંથો ગજબની મૌલિકતાથી પ્રકાશે છે. અભિનવગુપ્ત પ્રથમ “ધ્વન્યાલોક'ની “લોચન' ટીકા લખી અને તે પછી અભિનવભારતી' રચી; અને તેથી “લોચન' ટીકા રસ તથા ધ્વનિના વિવરણ માટે આધારગ્રંથરૂપ છે, કેમ કે આનંદવર્ધને “ધ્વન્યાલોક'માં રસ અને ધ્વનિ વિશે જે સિદ્ધાન્તોની માંગણી કરી છે તેનાં ઘણાં ગૂઢ પાસાં અને પ્રશ્નોની ખૂબ જ ઊંડાણભરી ખૂબીદાર, સૂઝસમજ, “લોચન' ટીકામાં દષ્ટિગોચર થાય છે.' ૨૭૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy