________________
એટલા ઉચિત રીતે વર્ણવ્યા છે કે તેમના વડે વિભાવ તથા અનુભાવ એ બાકીની બેબાબતો આક્ષેપથી(સૂચનથી)સમજાય છે, તેથી નિયમભંગ નથી(
નમવાર:). બીજા શબ્દોમાં, આ શ્લોકના વિવરણમાં મમ્મટ કહે છે તેમ, આ શ્લોકમાં કેવળ ઔસુમ, વગેરે છ વ્યભિચારી ભાવોનું જ વર્ણન છે. છતાં પણ અહીં નિયમનો ભંગ થતો નથી; કારણ કે એ બધા વ્યભિચારી ભાવો, અહીં આલેખાયેલા પ્રેમ(રતિ)નો ભાવ ઝડપથી સમજી શકાય તેવા અસાધારણ છે. તેથી ત્રણમાંથી બાકીના બે (વિભાવાદિ) આક્ષેપથી સમજાય છે.
આ શ્લોક વિશે વિવેક(પૃ. ૧૦૫)માં ટિપ્પણ છે કે “અહીં ઔલુક્ય વગેરે વ્યભિચારી ભાવોની પાછળ “ટૂદ્ વગેરે પદોથી સમજાતો, સહસા પ્રસરણ વગેરે પ્રકારનો અનુભાવ તથા સિંએ પદથી વિભાવ પ્રકાશિત થાય છે. આમ (વિભાવાદિ) ત્રણમાંથી બેનું પ્રાધાન્ય હોય (જેમ કે યાતે દરવતીનું એ શ્લોકમાં) અથવા ત્રણેનું પ્રાધાન્ય હોય એવાં ઉદાહરણો આપી શકાય. પણ વિભાવો, અનુભાવો તથા વ્યભિચારી ભાવો એ ત્રણેનું સરખું પ્રાધાન્ય હોય ત્યાં રસાસ્વાદ ઉત્કર્ષ પર પહોંચે છે અને એવો ઉત્કૃષ્ટ રસાસ્વાદ પ્રબંધમાં જ થાય છે અને તે પણ, ખરું જોતાં, દશરૂપક(નાટક)માં જ થાય છે. વામને કહ્યું છે કે “પ્રબંધોમાં દસ પ્રકારનું રૂપક શ્રેષ્ઠ મનાય છે અને એ ચિત્રપટની માફક ચિત્રરૂપ છે, બધા ગુણોથી યુક્ત છે(કાવ્યાલંકારસૂત્ર અધિ. ૧, અ. ૩, સૂ. ૩૦-૩૧). એ રૂપક પરથી જ પ્રબંધમાં ભાષા વગેરેમાં વરતાતું ઔચિત્ય વગેરે આયોજાય છે. મુક્તક સુદ્ધાં રૂપકને અવલંબે છે. એમાં સહદય ભાવકો, પૂર્વાપર સંબંધ, “અહીં આ વક્તા છે, “આ પ્રસંગે છે એવું એવું ઘણું ભૂમિકારૂપે સમજી લે છે.” રસાનુભવ વિશેના વિવિધ રમતો
ઉપર નિર્દેશ કર્યા મુજબ રસાનુભવ કે રસાસ્વાદ વિશે જુદાજુદા મતો છે. આવા મતોમાંથી, અભિનવગુપ્ત ચાર મતો પ્રસ્તુત કર્યા છે જેમાં તેમનો પોતાનો મત પણ સમાવેશ પામે છે. ભરતમુનિના રસસૂત્રના અર્થઘટનના સંદર્ભમાં, પોતે રચેલી “અભિનવભારતી' નામની ટીકામાં, અભિનવગુપ્ત-રસ અને ધ્વનિ સિદ્ધાન્તના પ્રખર હિમાયતી શ્રીમ અભિનવગુપ્તપાદાચાર્ય, પ્રથમ ભફ્લલ્લટ, શ્રીશંકુક અને ભટ્ટનાયક એ ત્રણ વિચારકોના, રસનિષ્પત્તિ વિશેના મતો રજૂ કરે છે જે પૂર્વભૂમિકાની ગરજ સારે છે અને, સાથે સાથે, રસ સિદ્ધાન્તના ક્રમિક વિકાસની ઝાંખી આપે છે. અને, પછી, અભિનવગુપ્ત પોતાનો નિર્ણાયક મત રજૂ કરે છે. અભિનવગુપ્તનો રસાનુભવ વિશેનો મત સંક્ષેપમાં મમટે કાવ્યપ્રકાશ-(ઉ.
૨૭૪