________________
ઘરેણારૂપ બનતા વિતર્ક, ત્રાસ, શંકા વગેરે વ્યભિચારી ભાવોનું પ્રાધાન્ય, તે રસના સૌંદર્યને અતિશય વધારનાર વિભાવના પ્રાધાન્યને કારણે છે. શ્લોકમાં જે બત્તમ્ વગેરે અનુભાવો છે તે તેને અનુસરે છે. અનુભાવના પ્રાધાન્યના કિસ્સામાં વ્યભિચારી ભાવોનું પ્રાધાન્ય દર્શાવતો દાખલો દૂરાસુમા તેએ શ્લોક(ઉદા. ૯૫)માં મળે છે.
હવે પછીના ઉદાહરણ(૯૪)માં કેવળ અનુભાવોનું વર્ણન રસભંજક બને છે. યદિશ્રખ્ય૦ એ ભટ્ટન્દુરાજનો શ્લોક ધ્વન્યાલોક(૧.૪ની વૃત્તિ) પરની લોચન ટીકા(પૃ. ૮૧)માં રજૂ થયો છે. અભિનવગુપ્ત આ શ્લોક વિભાવાદિના પ્રતિપાદન વડે રસપ્રતીતિ થાય છે તેના દાખલા તરીકે પ્રસ્તુત કર્યો છે. શ્લોકાર્થ છે: “રોકાઈ રોકાઈને થતાં અનેક વિલોકનોમાં આંખો અસ્થિરતા પ્રાપ્ત કરે છે; કાપેલી કમલિનીની દાંડીની માફકદિવસે દિવસે (શરીરમાં) ગાત્રો સુકાતાં જાયછે; ગાલો ઉપર દુર્વાકાંડનું અનુકરણ કરતું ગાઢ પીળાપણું છવાયેલું છે. યુવાન કૃષ્ણ પ્રત્યે, યુવતીઓની આવી જવેલરચના છે.” આ શ્લોકમાં નેત્રો દ્વારા વારંવાર જોવું વગેરે અનુભાવો પ્રધાનપણે વર્ણવાયા છે. કૃષ્ણ આલંબન વિભાવ છે. તેની યુવાની ઉદીપક છે. અહીં અભિલાષા, ચિત્તા, ઉત્સુકતા વગેરે વ્યભિચારી ભાવોનો ઉલ્લેખ નથી. પણ વિભાવાદિના બળે તેમની પ્રતીતિ થાય છે અને રસાનંદ મળે છે.
વિવેક'(પૃ. ૧૦૫) ટીકામાં ગ્રંથકાર ઉમેરે છે કે આ શ્લોકમાં વિશ્રાંતિના નિદર્શક સ્તંભ, વિલોકન, પુલક, વિવર્ણતા વગેરે અનુભાવોની પાછળ પાછળ, વિશ્રખ્ય' એ તથા “પ્રતિદિનમ્” એ પદથી પ્રાપ્ત થતા અભિલાષા. ચિંતા. ઉત્સુકતા, નિદ્રા, કૃતિ, ગ્લાનિ, આળસ, થાક, સ્મૃતિ, વિતર્ક વગેરે વ્યભિચારી ભાવો છે. વળી, કૃષ્ણ વગેરે કોઈ પદથી ન કહેવાતો વિભાવ પણ સમજાય છે.
ત્રીજા ઉદાહરણ(૯૫)રૂપે રજૂ થયેલો ત્રાકુસુમતિ એ શ્લોક અમરુશતક(૪૯)નો છે. મમ્મટે પણ આ શ્લોક માત્ર વ્યભિચારી ભાવોના વર્ણન દ્વારા રસાભિવ્યક્તિના ઉદાહરણ તરીકે કાવ્યપ્રકાશ(૪.૪૩ની વૃત્તિ)માં ઉદ્ધત કર્યો છે. આ શ્લોકનો અર્થ છે : “દૂરથી પિયુને જોતાં ઉત્સુક થઈ ગઈ; પાસે આવતાં (લજાજાથી) પાછી વળી ગઈ; વાત કરતાં હર્ષથી ખીલી ઊઠી, ભેટવા જતાં (રોષ)થી લાલ થઈ ગઈ, વસ્ત્રનો છેડો પકડતાં (અસૂયાથી) જરાક ભવાં ચઢી ગયાં અને પગે પડતાં, ખુશીથી આંસુથી આંખો ભરાઈ ગઈ; પિયુ વાંકમાં આવતાં આંખો જુદા જુદા વ્યાપારમાં કેવી ચતુર બની ગઈ !” આ શ્લોકમાં સુક્ષ્મ, લજ્જા, હર્ષ, કોપ, અસૂયા તેમ જ પ્રસન્નતારૂપી વ્યભિચારી ભાવોનું જ માત્ર વર્ણન છે અને એ બધા
૨૭૩