SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ રૌદ્રરસનો વિભાવ બને છે. આ જ પ્રમાણે આંસુ પ્રેમનાં હોય, શોકનાં હોય કે ભયનાં પણ હોય. ચિંતા વગેરે પણ શૃંગાર, વીર, કરુણ અને ભયાનક રસમાં ઉદ્ભવી શકે છે. આથી, વિભાવાદિનો ચોક્કસ રસ-ભાવ સાથે સંબંધ મુક૨૨ કરવામાં મુશ્કેલી પડે છે એવો મત વૃત્તિમાં વ્યક્ત થયો છે. રસનિષ્પત્તિ તથા રસાસ્વાદની અલૌકિકતાની તેમ જ વિભાવાદિના મહત્ત્વ તથા સ્વરૂપ વિશે વૃત્તિમાં સમજૂતી આપ્યા પછી શ્રીહેમચન્દ્રાચાર્ય વૃત્તિમાં ત્રણ જુદાજુદા શ્લોકો - (ઉદા. ૯૩, ૯૪, ૯૫) ૨જૂ કરીને દર્શાવે છે કે, કાવ્યમાં ક્યારેક કેવળ વિભાવો વડે, ક્યારેક કેવળ અનુભાવો વડે અને ક્યારેક વ્યભિચારી ભાવો વડે પણ રસપ્રતીતિ થાય છે. આ ઉદાહરણો પ્રસ્તુત કરતાં ગ્રંથકારે કહ્યું છે કે જ્યાં કાવ્યમાં એકલા વિભાવો, એકલા અનુભાવો તથા એકલા વ્યભિચારી ભાવોનું વર્ણન કરી રસનું સૂચન કર્યું છે તેનાં આ ત્રણ ઉદાહરણો છે. પ્રથમ, કેવળ વિભાવો લઈને, રસનું સૂચન થયું હોય તેવું ઉદાહરણ-(૯૩) વૈતિજલિતસ્ય૦ એ શ્લોકમાં મળે છે. આ શ્લોક ધ્વન્યાલોક(૨.૨૭ની વૃત્તિ) પરની ‘લોચન' ટીકા(પૃ. ૨૨૭)માં મળે છે. અભિનવગુપ્તની આ રચના છે. તેનો અર્થ છે ઃ “વિલાર્સી માણસોની ક્રીડાધી અંકુરિત થનારા વિભ્રમરૂપી વસંતનો કાર્યભાર ઉપાડવાવાળું શરીર તારી આંખો છે; આ કામદેવનું રચનાવિશેષથી ત્રાંસુ ધનુષ્ય તારી ભમરોના લીલાકર્મનો પ્રકાર છે; તારા મુખકમળમાં રહેતો આસવ(મદ્ય) જરાક સ્વાદ લેતાં જ વિભિન્ન વિકારોને ઉત્પન્ન કરી દે છે. હે સુન્દરી, તારા એક રૂપમાં જ, ખરેખર, વિધાતાના ત્રણેય જગતનો સાર સમાયેલો છે.’ : આ શ્લોકમાં કેવળ વિભાવોને જ લેવામાં આવ્યા છે એવી ગ્રંથકારે વૃત્તિમાં નોંધ કરી છે. પણ આ શ્લોકના આરંભે યત્રાઘેયોપાવાનમ્ એટલે કે ‘જ્યાં એકલા વિભાવ, અનુભાવ કે વ્યભિચાર ભાવનું - માત્ર એક-એકનું જ વર્ણન છે તેવા દાખલા' એ જે પ્રાસ્તાવિક વચનો છે તેમાંના સ્ય (એક-એકનું) એ શબ્દો લઈને ગ્રંથકારે વિવેકમાં(પૃ. ૧૦૪) પૂરક (વિશેષ) ચર્ચા કરી છે - જ્યાં એક-એકનું વર્ણન કર્યું છે એટલે કે વિભાવો, અનુભાવો અથવા વ્યભિચારી ભાવોનું જ્યાં પ્રધાનપણે આલેખન કર્યું છે. પણ વ્યભિચારી ભાવોનું પ્રાધાન્ય, રસના વિભાવ અને અનુભાવના પ્રાધાન્યથી જાણી શકાય છે. આમ, વિભાવના પ્રાધાન્યથી વ્યભિચારી ભાવના પ્રધાન્યનો દાખલો આ શ્લોક(ઉદા. ૧૬૦)માં રજૂ થયો છે. આત્તમાત્તમધિાન્તમુક્ષિતુમ્ ઇત્યાદિ. આ શ્લોક અભિનવભારતીમાં મળે છે. આ શ્લોકમાં સુકુમાર તથા મુગ્ધા યુવતીના ૨૭૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy