________________
विभावादिनां च समस्तानामभिव्यञ्जकत्वं न व्यस्तानाम्, व्यभिचारात् ।
એટલે કે વિભાવો, અનુભાવો તેમ જ વ્યભિચારી ભાવો સમસ્તપણે રસાભિવ્યક્તિ સાધે છે ; વ્યસ્તપણે નહીં - કા૨ણ, એકલો વિભાવ કે એકલો અનુભાવ કે એકલો વ્યભિચારી ભાવ સ્થાયી ભાવનો નક્કી ખ્યાલ આપી શકે નહીં. જ્યારે વિભાવાદિનું સમગ્રતાથી વર્ણન થાય છે ત્યારે જ સ્થાયી ભાવનો નક્કી ખ્યાલ આવે છે. જ્યાં સ્વજનનું મૃત્યુ વિભાવ હોય, રડવું વગેરે અનુભાવ હોય અને દૈન્ય વગેરે વ્યભિચારી ભાવો હોય ત્યાં શોક એ સ્થાયી ભાવ છે એમ ચોક્કસ જાણી શકાય છે.
આમ છતાં, ગ્રંથકાર ઉદાહરણો(૯૩, ૯૪, ૯૫)દ્વારા પ્રતિપાદિત કરે છે કે કેટલીકવાર કાવ્યમાં વિભાવ, અનુભાવ કે વ્યભિચારી એ ત્રણેનું વર્ણન ન હોય પણ કોઈ એકનું જ વર્ણન હોય તોપણ ચોક્કસ સ્થાયી ભાવ કે રસની પરખ થઈ જાય છે. એ ત્રણ ઉદાહરણોની વાત કરીએ તે પહેલાં, વિભાવાદિ વિશે ગ્રંથકારે વૃત્તિમાં બીજો એક મુદ્દો ચર્ચો છે તે સમજી લઈએ. વિભાવાદિનો કોઈ ચોક્કસ રસ કે સ્થાયી ભાવ સાથે સંબંધ મુકરર કરવામાં પડતી મુશ્કેલી
એક જ વિભાવ જુદા જુદા રસનો વિભૉવ બની શકે છે. જેમ કે વાઘ વગેરે ભયાનક રસના વિભાવો હોય છે તે જ વાઘ વગેરે વી૨૨સના તેમ જ અદ્ભુત રસના વિભાવો બની શકે છે. તેવી જ રીતે અશ્રુપાત વગેરે અનુભાવો કરુણરસના તેમ જ શૃંગા૨૨સ અને ભયાનક રસના અનુભાવો બની શકે છે અને, ચિન્તા વગેરે વ્યભિચારી ભાવો કરુણરસના તેમ જ શૃંગારરસ, વીરરસ તેમ જ ભયાનક રસના બની શકે છે. એટલે જ રસસૂત્રમાં વિભાવાદિ સર્વસામાન્ય રીતે ઉલ્લેખ પામ્યા છે - કોઈ રસવિશેષ સાથે જોડાઈને ઉલ્લેખાયા નથી.
આમ, કોઈ એક જ વિભાવ, અનુભાવ કે વ્યભિચારી ભાવ જુદા જુદા રસો સાથે જોડાયેલો જોવા મળે છે. ડરપોક માણસ વાધને જોઈને ભય પામે એટલે ત્યાં વાઘ, ભયાનક રસનો વિભાવ થાય; પણ વીર પુરુષ વાધને જોઈ ઉત્સાહમાં આવી જાય ત્યારે ત્યાં વાઘ વીર રસનો વિભાવ બને; અને વાઘને પહેલી જ વાર જોનાર વાઘને જોઈ વિસ્મય પામે એટલે ત્યાં વાઘ અદ્ભુત રસનો વિભાવ બને; પણ જેના સ્વજનને વાધે મારી નાખ્યું હોય તે વ્યક્તિ વાઘને જોઈ ક્રોધ અનુભવે જે ક્રોધ, રૌદ્રરસનો સ્થાયી ભાવ છે. એટલે આ છેલ્લા દાખલામાં વાઘ,
૨૭૧