________________
શબ્દોથી દર્શાવાય છે તે ‘આ મારા છે’, ‘આ પારકાના જ છે’, ‘આ મારા નથી’, ‘આ પારકાના નથી’, એવા ખાસ સંબંધ ધરાવતા હોય કે ન ધરાવતા હોય એ રીતે નહીં પણ સાધારણરૂપે પ્રતીત થયેલા આ વિભાવાદિ વડે અભિવ્યક્ત થયેલો, સામાજિકોના હૃદયમાં વાસનારૂપે રહેલો રતિ વગેરે સ્થાયી ભાવ તે (શૃંગારાદિ) રસ. એ સ્થાયી ભાવ અમુક જ પ્રમાતામાં રહેલો હોવા છતાં, સાધારણીભૂત વિભાવાદિ વડે, હૃદયના સંવાદવાળા સહૃદયદ્વારા, સાધારણ્ય વડે, અનુભવાય છે. ચર્ત્યમાણતા અર્થાત્ આસ્વાદનો વિષય થવું જ એનો પ્રાણ છે. વિભાવાદિ રહે ત્યાં સુધી જ એ ટકે છે. એ અલૌકિક ચમત્કાર કરનારો હોઈ બ્રહ્માસ્વાદનો સહોદર છે. કવિ તથા ભાવક બંને આંખો મીંચીને એનો આનંદાનુભવ લે છે અને તે સ્વસંવેદનસિદ્ધ છે - અનુભવસિદ્ધ છે ’
દર
રસાસ્વાદ : અલૌકિક ચમત્કારનો સ્રોત
આ રસ છે અને આ રીતે એનો અનુભવ થાય છે. અભિનવગુપ્ત કહે છે કે જ્યારે સહૃદય રસાનુભવ કરતો હોય છે તે ત્યારે પાનકરસ(શરબત)ની જેમ રસનો આસ્વાદ લેવાય છે. એ રસ, આપણી સામે જાણે સ્ફુરતો હોય, જાણે હૃદયમાં પ્રવેશતો હોય, સર્વ અંગોને જાણે આલિંગતો હોય - આપણા આખા શરીરને જાણે વ્યાપી વળતો હોય, બીજી બધી બાબતોને જાણે ઢાંકી દેતો હોય, બ્રહ્માસ્વાદનો જાણે અનુભવ કરાવતો હોય તેવો અલૌકિક ચમત્કાર કરનારો હોય છે(કા. પ્ર. ૪.૨૮ની વૃત્તિ). રસાનુભવનું અલૌકિક સ્વરૂપ
બીજા અધ્યાયના પ્રથમ સૂત્ર(૨.૨૬)ની વૃત્તિમાં, આગળ જતાં, શ્રીહેમચન્દ્રાચાર્ય સ્પષ્ટ કરે છે કે આ રસ એ કાર્ય નથી એટલે કે વિભાવાદિથી ઉત્પાદિત થયેલી વસ્તુ નથી; કારણ, એ જો કાર્ય હોત તો, વિભાવાદિ નષ્ટ થઈ જાય તે પછી પણ તે ચાલુ રહેવા પામત. દાત. ઘડો એ કાર્ય છે, ઉત્પાદિત વસ્તુ છે. તેથી, ઘડાને ઉત્પન્ન કરનાર કુંભારનો ચાકડો વગેરે નાશ પામે તે પછી પણ ઘડો ટકે છે, રહે છે. પણ રસાનુભવમાં આવું બનતું નથી; કેમ કે, જ્યાં સુધી વિભાવાદિ ટકે છે ત્યાં સુધી જ રસ ટકે છે.
વળી, રસ વિભાવાદિથી ‘શાપ્ય’ નથી; કેમ કે એ, ઘડાની જેમ કોઈ સિદ્ધ વસ્તુ નથી, પહેલેથી મોજૂદ વસ્તુ નથી. હકીકતમાં, એ તો વિભાવાદિથી સૂચવાય છે, વ્યંજિત થાય છે અને તે આસ્વાદનો વિષય છે. અહીં કોઈ પૂછે કે એવી કોઈ ચીજ
૨૬૯