SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણ જીવી મનોદશાઓ એટલે કે સંચારિભાવો કહે છે. આ સંચારિભાવો મોટે ભાગે દરેક રસ માટે નિયત હોય છે તો પણ તે ઘણા રસમાં સામાન્ય પણ હોય છે. અનુભાવો હવે પ્રશ્ન એ છે કે રસની જાણ કેવી રીતે થાય છે? રસ આંતરિક ભાવ હોવાથી રસનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. તેથી, શાસ્ત્રકારો કહે છે કે, જ્યારે રસ પૂરેપૂરો પરિપોષ પામે છે ત્યારે રસ કેટલાક હાવભાવોથી જણાય છે એટલે કે અભિનયથી રસ જણાય છે. આને અનુભાવો કહે છે. પ્રેમમાં પડેલો માણસ કેટલાક લાક્ષણિક હાવભાવ પ્રગટ કરે છે જેમ કે અલસ ગતિ, શૂન્ય દષ્ટિ વગેરે. આ અનુભાવોનું કાવ્યમાં વર્ણન થાય છે; જેમ કે “ગમનમલસે શૂન્યા દૃષ્ટિક શરીરસૌષ્ઠવમ્ ઇત્યાદિ શબ્દોમાં પ્રેમનો અનુભવ વર્ણવ્યો છે. મહાકવિ ભવભૂતિના માલતીમાધવ નાટકનો આ જાણીતો શ્લોક છે. વિભાવો અને વ્યભિચારિભાવોથી સંપૂર્ણ પરિપોષ પામેલો અને અનુભાવોથી કે અભિનયથી સૂચવાયેલો સ્થાયિભાવ, આ રીતે, રસ કહેવાય છે. રસાનુભવનું સ્વરૂપ ક બીજા અધ્યાયના પ્રથમ સૂત્ર(૨.૨૬)ની વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્ય, પ્રથમ, રસ કેવી રીતે આલેખાય છે; અને, પછી રસાસ્વાદનું સ્વરૂપ શું છે તે અર્થાત્ રસનો અનુભવ કેવી રીતે થાય છે તે સ્પષ્ટ કરે છે. અહીં એ નોંધવું જોઈએ કે અહીં વૃત્તિમાં સાનુભવની જે સમજૂતી આપવામાં આવી છે તે, મમ્મટના કાવ્યપ્રકાશ (૪.૨૮ની વૃત્તિ)માં રજૂ થયેલી, રસ વિશેની અભિનવગુપ્તની વિચારણાનો સાર-સંક્ષેપ જ છે." વૃત્તિનો ભાવ આ પ્રમાણે છે – “જેમના વડે વાણી આદિ ચાર પ્રકારના અભિનયથી યુક્ત સ્થાયી તેમ જ વ્યભિચારી સ્વરૂપની ચિત્તવૃત્તિઓ વિશેષરૂપે જાણી શકાય છે તે, કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રમાં પ્રસિદ્ધ, લલના એટલે કે સ્ત્રીઓ વગેરે આલંબન તથા ઉદ્યાન વગેરે ઉદીપન એ બે પ્રકારના વિભાવો વડે, સ્થાયી તેમ જ વ્યભિચારી સ્વરૂપની ખાસ ચિત્તવૃત્તિઓને અનુભવી રહેલો સામાજિક જન (નાટકનો પ્રેક્ષક કે કાવ્યનો ભાવક) જેના વડે એ ચિત્તવૃત્તિઓનો નક્કર અનુભવ લે છે તે કટાક્ષ, ભુજાક્ષેપ વગેરે અનુભાવો વડે અને ધૃતિ, સ્મૃતિ વગેરે વિવિધ રીતે અભિમુખ થઈને આવે છે ને જાય છે તે વ્યભિચારી ભાવો વડે, (જે) સ્થાયિભાવનું જ્ઞાન કરાવતા હોવાથી વ્યવહારજગતમાં અનુક્રમે કારણ(વિભાવ), કાર્ય(અનુભાવ) અને સહચારી કે સહકારી (વ્યભિચારી) ૨૬૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy