SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ રસાસ્વાદની પ્રક્રિયા સંક્ષેપમાં બીજા અધ્યાયના પ્રથમ સૂત્ર(૨.૧) એટલે કે કાવ્યાનુશાસનના સળંગ સૂત્ર છવ્વીસમાં ગ્રંથકાર રસનો સંક્ષેપમાં ખ્યાલ આપવા માટે કહે છે : વિભાવાનુમાવવામfભવ્ય થાયી ભાવો રસઃ II (૨.૧; સળંગ સૂત્ર ૨૬) એટલે કે “વિભાવો, અનુભાવો અને વ્યભિચારી ભાવો વડે (પૂરેપૂરો પરિપષ પામી), અભિવ્યંજિત થતો સ્થાયી ભાવ એ રસ છે.' કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયના રઢિશ' એ છેલ્લા સુત્ર (૧.૨૫)માં આપણે જોયું છે કે રસ, ભાવ વગેરે હમેશાં વ્યંગ્ય હોય છે; કદાપિ વાચ્ય હોતા નથી – શબ્દ વડે સીધેસીધા કહેવાતા નથી. સ્થાયી ભાવો આઠ છે અને એમની સાથે સંબદ્ધ આઠ રસો છે. આ સ્થાયી ભાવો, દરેક માનવીના ચિત્તમાં સુષુપ્ત રહેલી જન્મજાત વૃત્તિઓ છે. એ વૃત્તિઓ, સુંદર સ્ત્રીઓ વગેરે આલંબનવિભાવો તથા ઉદ્યાન, ચંદ્રોદય વગેરે ઉદીપનવિભાવથી અનુક્રમે જાગૃત તેમ જ ઉત્તેજિત થતાં, પરિપોષ પામે છે અને રસની કક્ષાએ પહોંચે છે. સહજવૃત્તિઓને જગાડનાર વિભાવો આમ, આલંબન વિભાવ તથા ઉદીપન વિભાવ એ બંને પ્રકારના વિભાવોથી સ્થાયિભાવોનો પરિપોષ થાય છે. આ બે વિભાવોમાંથી, આલંબન વિભાવો સ્થાયિભાવને જગાડે છે, સક્રિય કે પ્રવૃત્ત કરે છે અને એ ભાવનું ક્ષેત્ર રચે છે. આમ, કોઈ સુંદર સ્ત્રી, કોઈ યુવાનના ચિત્તમાં રહેલી રતિ કે પ્રેમની લાગણીનો આલંબન વિભાવ બને છે અને આ પ્રેમની લાગણી (રતિ), સુંદર, એકાંત સ્થળ, ઉચિત સમય, વગેરે અનુકૂળ સંયોગોને કારણે ઉદિપ્ત થાય છે, ઉત્કટ બને છે. આ ઉદિપન વિભાવ છે જે પ્રેમને ઉત્કટ બનાવે છે. હવે, આ રતિ-ભાવના પરિપોષ દરમિયાન, ચિંતા, ઉત્સુકતા, નિરાશા જેવી કેટલીક અસ્થાયી, ઝડપથી પસાર થઈ જતી, ચંચલ ચિત્તવૃત્તિઓ કે સંચારિભાવો અથવા વ્યભિચારિભાવો (જેની કુલ સંખ્યા તેત્રીસ છે) તે આવે છે ને જાય છે અને પરિણામે, રતિ કે પ્રેમના સ્થાયિભાવના પરિપષની પ્રગતિને સહાયક બને છે જેથી રતિ, પૂર્ણકક્ષાના શંગાર-રસમાં પરિણમે છે - જેમ નાની નાની ટમટમતી જ્યોતિઓ એક મોટી, અખંડ જ્યોતને પ્રગટાવે છે. આ તેત્રીસ ભાવો ક્ષણિક કે ટૂંકજીવી હોય છે તેથી તેમને ચંચલ કે અસ્થિર એટલે કે વ્યભિચારી ભાવો અથવા ઝડપથી પસાર થતી, ૨૬૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy