________________
સાચું નથી. કારણ, આપણે ખરેખર જોઈએ છીએ કે રસો, ભાવોમાંથી નિષ્પન્ન થાય છે; નહીં કે ભાવો, રસોમાંથી.” આ વિષયમાં ભરતમુનિની કારિકાઓ જણાવે છે કે (૧) જે લોકો નાટકો ભજવે છે તેમને ખબર હોવી ઘટે કે જુદા જુદા અભિનયો સાથે સંકળાયેલા રસોને તે ઉત્પન્ન કરે છે(માવતિ) તેથી ‘ભાવો” કહેવાય છે. જેમ “સ્વાદ ઘણાં દ્રવ્યોથી સર્જાય છે તેમ ભાવો, વિવિધ પ્રકારના અભિનય વડે રસોને સર્જે છે. સાહિત્યમાં, ભાવ વિનાનો કોઈ રસ નથી; તેમ જ, રસ વિનાને કોઈ ભાવ નથી. એમનો નાટકમાં સાક્ષાત્કાર થાય છે તે તેમના પરસ્પરાશ્રયી સંબંધને આધારે થાય છે. જેમ વનસ્પતિ અને મસાલા ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે તેમ જ ભાવો અને રસો એકબીજાને સર્જે છે(ભાવયન્તિ). બીજમાંથી જેમ છોડ, અને છોડમાંથી ફૂલ અને ફળ ઉદ્ભવે છે તેમ જ બધા જ રસો મૂલ(બીજ) છે જેના પર ભાવો આધારિત છે :
‘વિત થયિકાવા: રસસંજ્ઞા પ્રત્યવક્તવ્યારા (ના. શા. ૬-૪ર ઇ.) ભરતમુનિના મતે રસાસ્વાદ
પછી ભરતમુનિ રસ કેવી રીતે આસ્વાદાય છે તે સમજાવે છે : ‘હવે એ સ્થાયી ભાવોને રસ બનાવીશું'. સ્થાયી ભાવ કેવી રીતે રસ બને છે તે બતાવવા માટે, ભરતમુનિ સૌપ્રથમ આઠ સ્થાયિભવોને, તેમના જુદા જુદા આઠ રસો સાથે રજૂ કરે છે અને પછી, આઠ રસોનાં લક્ષણો તથા સાગશ્રી ખૂબ જ સૂક્ષ્મ, મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવે છે. ૦ શ્રી હેમચન્દ્રાચાર્યે રસને આપેલી ઉચ્ચ કક્ષાની અગ્રિમતા
કાવ્યાનુશાસનનો બીજો અધ્યાય વાંચતાં જ આપણને જણાય છે કે, રસના સર્વોપરિ સાહિત્યિક સિદ્ધાંતના નિરૂપણ માટે તથા તેના સૂક્ષ્મ, ઊંડાણભર્યા વિવેચન માટે એક આખો અધ્યાય ફાળવીને શ્રી હેમચન્દ્રાચાર્યે રસને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. વસ્તુતઃ, ભરતમુનિએ નાટ્યશાસ્ત્રના છઠ્ઠા તેમ જ સાતમા અધ્યાયમાં (તેમ જ અન્યત્ર), રસ, ભાવ વગેરે વિશે એટલે સમગ્ર રસાનુભવ વિશે જે કંઈ કહ્યું છે તેનું વિગતવાર નિરૂપણ કરવાની બાબતમાં જ નહીં પણ રચના પ્રશ્ન, અભિનવભારતીમાંથી, ચાર મુખ્ય મતો સહિતનું સંપૂર્ણ વિવરણ પ્રસ્તુત કરવા માટે, લાંબા પરિચ્છેદો રજૂ કરીને, અભ્યાસીને રસસિદ્ધાંતની સંપૂર્ણ છણાવટ પૂરી પાડવાની બાબતમાં શ્રી હેમચન્દ્રાચાર્યનો ઉચ્ચ પ્રકારનો અગ્રતાક્રમ પ્રગટ થાય છે. આમ, કાવ્યાનુશાસનના બીજા અધ્યાયમાં, રસાધ્યાયમાં, સૌથી વધુ સૂત્રો(ઓગણસાઈઠ સૂત્રો) વડે રસશાસ્ત્રનું સંપૂર્ણ, સર્વગ્રાહી નિરૂપણ થયું છે.
૨૬૬