SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ માવા: મહત્ત્વ ધારણ કરે છે. વળી, રસ એ અત્યંત ઇષ્ટ વસ્તુ છે તેથી આ પ્રશ્નો ઉદ્દભવે છે. પણ આ પછીના બીજા ચાર પ્રશ્નો ભાવોને લગતા છે જે પહેલાં ઉલ્લેખ પામ્યા નથી. ‘ભાવ’ શબ્દની વ્યુત્પત્તિ (૧) મવન્તાંતિ માવા: અને (૨) માવયન્તાંતિ : એમ બે પ્રકારની છે. તો આ બેમાંથી કઈ વ્યુત્પત્તિ અહીં અભિપ્રેત છે ? ભાવો ‘સર્જન કરે છે’ કે ‘વ્યાપ્ત થાય છે’ ? ટૂંકમાં ભાવોનું કાર્ય શું છે ? અભિનવગુપ્તના મતે, ગ્રંથમાં આવતા હૈં, વા અને ઋષિ એ શબ્દોના આધારે આ પાંચ પ્રશ્નો બને છે. અભિનવગુપ્ત, માવ શબ્દની ઉપર દર્શાવેલી બંને વ્યુત્પત્તિને સ્વીકાર્ય ગણે છે. રસ નહીં તો નાટ્ય નહીં રસની ચર્ચા હાથ ધરતાં ભરતમુનિ જાહેર કરે છે કે રસ વિનાની નાટકની કોઈ પણ વાત સામાજિકને સ્પર્શી શકે નહીં. કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ વાત કરીએ તો કોઈ પણ સાચું કાવ્ય તદ્દન રસહીન કોઈ શકે નહીં. આ રસ, વિભાવો, અનુભાવો અને વ્યભિચારિભાવોના સંયોગથી ઉદ્ભવે છે. રસનું સ્વરૂપ સમજાવવા માટે ભરતમુનિ વ્યવહારજગતમાંથી એક દાખલો આપે છે. જેમ ઘણા મસાલા, વનસ્પતિઓ,અન્ય દ્રવ્યોમાંથી સ્વાદ(રસ)નીપજે છે તેમ નાટકમાં પણ ઘણા ભાવોના સંયોગથી ‘રસ’ સંભવે છે. દાખલા તરીકે, ‘ષાડવ’ એટલે કે છ દ્રવ્યોના પેય જેવી વાનગીઓ તલ, મસાલા અને વનસ્પતિઓમાંથી બનાવાય છે તેમ સ્થાયિભાવો, વિવિધ ભાવોથી યુક્ત(ઉપગત) થાય છે ત્યારે રસ બને છે. હવે, એ ‘રસ’ કેમ કહેવાય છે ? એ પ્રશ્નનો જવાબ એ છે કે એ આસ્વાદાય છે એટલા માટે એને રસ કહે છે. રસનો આસ્વાદ કેમ થાય ? રસોઈના સ્વાદનો રસિયો, જેમ, જુદા જુદા મસાલાથી તૈયાર થયેલા ભોજનનો સ્વાદ લે છે અને આનંદ વગેરે પ્રાપ્ત કરે છે, તેમ જ, સંવેદનશીલ ભાવકો પણ, ભાવોની તખ્તા પર સમુચિત રજૂઆતથી અને અવાજના યોગ્ય ફેરફારો, શરીરના હાવભાવો તેમ જ અનૈચ્છિક પ્રક્રિયાઓ દર્શાવવાથી, સ્થાયિભાવનો આસ્વાદ કરે છે અને આનંદ વગેરે પામે છે. માટે જ તેમને નાટ્યરસો કહ્યા છે. આમ કહી, અભિનવગુપ્ત, બે અનુવંશ્ય શ્લોકો (ના.શા. ૬-૩૫-૩૬) ૨જૂ કરે છે જેનો ભાવાર્થ ઉ૫૨ રજૂ થઈ ગયો છે. રસ અને ભાવનો સંબંધ ‘ભાવો રસમાંથી સંભવે છે કે રસો ભાવોમાંથી ?’ એ પ્રશ્ન અંગે ભરતમુનિ કહે છે કે, ‘કેટલાક કહે છે કે ભાવ અને રસ અન્યોન્યાશ્રયથી સંભવે છે. પણ એ . ૨૬૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy