________________
મંતવ્યો મુખ્ય છે. આ વિચારકોનાં અલગ અલગ મંતવ્યો એ, સામાન્યતઃ, ભરતમુનિના “નાટયશાસ્ત્ર' ઉપર અને, વિશેષતઃ, ભરતમુનિના ઉપર નોંધેલા રસસૂત્ર” ઉપર રચાયેલાં વિવિધ ભાષ્યો જ છે. આમ લોલ્લટે રસસૂત્રનું અર્થઘટન કર્યું છે અને તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે રસ ઉત્પન્ન થાય છે; તો શંકુકના મતે રસનું “અનુમાન” થાય છે; પણ, ભટ્ટનાયકના મતે, સાધારણીકરણ દ્વારા રસ “ભોગવાય છે. જ્યારે, આ બધા વિચારકો પછી, છેલ્લે, આવતા અભિનવગુપ્તપાદાચાર્ય, ઉપરના બધા જ મતોની વિસ્તૃત સમીક્ષા કરીને, જાહેર કરે છે કે રસ ‘યંજિત’ થાય છે. ભરતમુનિની રસવિચારણા
નાટ્યશાસ્ત્રના છઠ્ઠા અધ્યાયમાં ભરતમુનિએ “રસ'નું નિરૂપણ કર્યું છે. તેથી, “રસ' એ સંકુલ સંજ્ઞા વિશે ભરતમુનિએ શું કહ્યું છે તે પહેલાં જાણી લઈએ. અને, પછી, સાહિત્યમાં રસાસ્વાદ વિશે જુદા જુદા વિચારકોએ જે મંતવ્યો પ્રગટ કર્યા છે તે સમજવાનો પ્રયાસ કરીએ રસ અને ભાવ
નાટ્યશાસ્ત્રનો છઠ્ઠો અધ્યાય ખોલતાં જ આપણી સામે આ મહત્ત્વના પ્રશ્નો ઉપસ્થિત થાય છે ? ૧. નાટકમાં આવતા “રસના સંબંધમાં એ કહો કે આ “રસો'નું “રસત્વ ક્યાં
રહેલું છે ? એટલે કે “રસનું અધિષ્ઠાન ક્યું? ૨. “ભાવો” ક્યા ક્યા છે ? ભાવો શું છે ? અને તે શેનું સર્જન કરે છે
(ભાવયન્તિ)? અભિનવગુપ્તના શબ્દોમાં, પ્રથમ પ્રશ્ન છે: “સાન ન સર્વામિત્વે પ્રશ્ન: I’ અભિનવગુપ્તનો બીજો પ્રશ્ન ભાવો વિશે છે. તે આ પ્રમાણે છે : “સંસદમાવેન બાવાદ જેવા પ્રોwl:.. તે ર ન પ્રકારેળો . તત્રાપ भवन्तीनि व्युत्पत्तिर्भावयन्तीति किमुत, किमुत्पादयन्ति ।'
અલબત્ત, આ પ્રશ્નોને અભિનવગુપ્ત, કોઈ અવનવા પ્રશ્નો માનતા નથી. તેઓ કહે છે કે રસોના તેમ જ ભાવોના ભારે મોટા મહત્ત્વને લીધે આ પ્રશ્નો
૨૬૪