SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળમાં રહેલો છે. આધુનિક પાશ્ચાત્ય મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો, કેટલાક મૂળભૂત ભાવો, જેમને પ્રાયઃ સ્થાયી, સુષુપ્ત મનોવૃત્તિઓ કહેવાય છે તે, આપણા અસ્તિત્વમાં ઊંડે પડ્યા હોય છે. આ મૂળભૂત, સ્થાયી ભાવો છે : રતિ, હાસ, શોક, ઉત્સાહ, ક્રોધ, ભય, જુગુપ્સા અને વિસ્મય. આ ભાવો બધા જ માણસોમાં સ્થાયીરૂપે રહેલા જોવા મળે છે અને તેથી તેમને “સ્થાયિભાવો એવી સંજ્ઞા આપવામાં આવી છે. આ સ્થાયિભાવો જ વિશિષ્ટ, કાયમી આંતરિક ચિત્તવૃત્તિઓ કે મનોદશાઓનું નિર્માણ કરે છે અને એટલે જ એમને વિવિધ ભાવાત્મક દશાઓનાં લક્ષણો માનવામાં આવે છે. રતિ, ઉત્સાહ, શોક તથા બીજા ભાવો કે ચિત્તવૃત્તિઓ તેમની અભિવ્યક્તિ દરમિયાન, વિભિન્ન, સતત પરિવર્તન પામતા અને પસાર થતા, ચંચલ ભાવોની મેળવણી કે સંયોજન દર્શાવે છે અને એ રીતે, અખંડ, સ્થાયી રસનો આવિર્ભાવ કરે છે; અને, જે ચંચલ, પસાર થતા (સચારી) ક્ષણિક ભાવો છે તે પ્રેમ, શૌર્ય કે ક્રોધના સ્થાયિભાવ કે રસની અભિવ્યક્તિ સાધી આપે છે. આ મનોવૈજ્ઞાનિક સ્પષ્ટીકરણથી, રસરૂપે પરિપષ પામતા સ્થાયિભાવોનો મૂળભૂત ખ્યાલ વિશદ બને છે. અહીં એ જણાવી દેવું જરૂરી છે કે “રસ” એવી સંજ્ઞા પામવા માટે, ભાવનો સમુચિત રીતે તથા સૌદર્યશાસ્ત્રીય પદ્ધતિએ પરિપોષ થવો જોઈએ. કારણ, કેવળ ભાવ એ રસ નથી; પરંતુ, સૌંદર્યશાસ્ત્રીય રીતે જાગેલી અને પરિપષ પામેલી ચિત્તવૃત્તિ (ભાવ) એ રસ છે. આમ, રોજિંદા જીવનમાં કોઈ પ્રેમમાં પડે કે ગુસ્સે થાય એ રસ નથી, પણ નરી લૌકિક લાગણી છે. આમ, સામાન્ય પ્રકારની દૈનિક લાગણીઓથી રસને અલગ તારવવો જોઈએ; કેમ કે, ચોક્કસ વિભાવાદિ સામગ્રી કે સંયોગો કે પિરસ્થિતિઓ વડે પરિપોષ પામેલો ભાવ જ “રસ કહેવાય છે. રસસૂત્રનું અર્થઘટન પ્રમુખ મતો ભરતના રસસૂત્ર વિશે વિચાર કરતાં જણાય છે કે એ સૂત્ર “રસ' વિશે છે. અને “રસએ તો કળાત્મક સામગ્રી દ્વારા જગાડેલો અને પરિપષ પામેલો સ્થાયિભાવ છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સ્થાયિભાવો અથવા કાયમી, સુષુપ્ત ચિત્તવૃત્તિઓને જગાડવામાં, કળાત્મક સામગ્રી કઈ રીતે પ્રવૃત્ત થાય છે? આ પ્રશ્ન, કેટલાંક ભિન્ન ભિન્ન મંતવ્યો રજૂ થયાં છે. એમાં લોલટ, શંકુક, ભટ્ટનાયક અને, છેલ્લે, અભિનવગુપ્ત જેવા અગ્રગણ્ય વિચારકોનાં ૨૬૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy