________________
આલંબન વિભાવ એટલે એ વ્યક્તિ કે વ્યક્તિઓ જેમના સંદર્ભમાં કોઈ ભાવ કે લાગણી આવિર્ભાવ પામે છે; જ્યારે ઉદીપનવિભાવ એટલે એ સંયોગો કે પરિસ્થિતિ જેનાથી કોઈ ભાવ કે લાગણી પ્રબળ બને છે, ઉદીપ્ત થાય છે. મહાકવિ કાલિદાસના અભિજ્ઞાનશાકુન્તલ' નાટકમાં રાજા દુષ્યન્ત, શકુન્તલા : તરફ આકર્ષાય છે, પ્રેમની લાગણી અનુભવે છે અને જયાં રાજા શકુન્તલાને મળે છે તે કણ્વ ઋષિના આશ્રમનાં સ્થળસંજોગો આ પ્રણયોર્મિને પાંગરવા માટે અનુકૂળ છે. અહીં, શકુન્તલા એ રાજા દુષ્યન્તના હૃદયમાં જાગતી પ્રેમોર્મિનો આલંબનવિભાવ છે; જ્યારે કરવાના આશ્રમનું રમણીય વાતાવરણ, ત્યાં બંનેને મળતું એકાંત વગેર સંજોગો બંનેના પ્રેમને સબળ-સતેજ કરે છે તેથી એ સહાયક સંજોગો એ ઉદીપનવિભાવ છે. અનુભાવ એટલે પ્રણય-ભાવની શારીરિક અભિવ્યક્તિ. આમ, શકુન્તલાની ત્રાંસી નજરો તથા પ્રેમની અસર હેઠળ તેનું ધ્યાનપાત્ર વર્તન વગેરે, “અનુભાવ' કહેવાય છે. ચિંતા, શંકા, ગ્લાનિ, ઉત્સુકતા વગેરે વિવિધ ચંચલ, અસ્થાયી તથા સહાયક ભાવો છે જે પ્રેમમાં પડેલી વ્યક્તિના મનને પ્રભાવિત કરે છે અને તેના હૃદયના મુખ્ય ભાવ(રતિરૂપ સ્થાયિભાવ)ને પોષે છે. આ બધા ભાવો સ્વભાવતા એક પછી એક, ઝડપથી પસાર થઈ જતા, ચંચલ તથા અસ્થાયી છે અને સ્થાયી ભાવને પુષ્ટ કરે છે. એમને સંચારી કે વ્યભિચારી ભાવો કહે છે. રસનું મનોવિજ્ઞાન
સંયોગ” અને “રસનિષ્પત્તિ એ, રસસૂત્રમાં આવતા બીજા બે ચાવીરૂપ શબ્દો છે. અને એ નોંધપાત્ર છે કે આ બે શબ્દો કે રસની બે શાસ્ત્રીય સંજ્ઞાઓના અર્થઘટન અંગે ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે. એટલે કે, સૌંદર્યશાસ્ત્રીઓમાં, “સંયોગ” અને “રસનિષ્પત્તિ એ બે સંજ્ઞાઓના ચોક્કસ અર્થ વિશે ઉગ્ર મતભેદો છે અને આ વિષયમાં સાહિત્યશાસ્ત્રમાં ભારે ઊહાપોહ થયેલો જોવા મળે છે.
બહુ ઊંડા અને સૂક્ષ્મ વિવેચનમાં ઊતર્યા વગર એટલું તો જરૂર કહી શકાય કે “સંયોગ' એ સંજ્ઞા, જોડાણ દર્શાવે છે; જ્યારે “રસનિષ્પત્તિ' એ સંજ્ઞા, રસનો આવિર્ભાવ અથવા રસની પરિપૂર્ણતા દર્શાવે છે. પણ, આ બે સંજ્ઞાઓનો ચોક્કસ સૌદર્યશાસ્ત્રીય અર્થ જાણવા માટે, “રસ' વિશેના સૌંદર્યશાસ્ત્રીય સિદ્ધાંતની મૂળભૂત ધારણાઓને સમજી લેવી જરૂરી છે.
રસ-સિદ્ધાંતના સામાન્ય અભ્યાસથી પણ આપણને ખ્યાલ આવી જાય છે કે, આપણી અંદર રહેલા સ્થાયી અને સુષુપ્ત ભાવોનો ખ્યાલ, રસ-સિદ્ધાંતના
૨૬૨