________________
' કાવ્યનુશાસનના બીજા અધ્યાય, રસાધ્યાયમાં) અપાશે. આમ પ્રથમ અધ્યાયના છેલ્લા સૂત્ર(૧.૨૫)નું આ વાક્ય આપણને કાવ્યાનુશાસનના બીજા અધ્યાયના વિષય, રસાદિનાં લક્ષણો તથા ઉદાહરણો, તરફ અભિમુખ કરે છે.
કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયના છેલ્લા સૂત્ર(૧.૨૫)ની વૃત્તિના છેલ્લા પરિચ્છેદમાં શ્રી હેમચન્દ્રાચાર્ય આ શબ્દોમાં ઉપસંહાર કરે છે : “(૧) ભાવ વગેરેનો પદથી વ્યંજિત થતો પ્રકાર વિશેષ ચમત્કારકારી નથી. તેથી, તેનાં ઉદાહરણો અહીં આપ્યાં નથી. (૨) વાક્યની રસભંજકતાનાં ઉદાહરણો (હવે પછી આવતા રસાધ્યાય અથવા બીજા અધ્યાયમાં) રસાદિનાં લક્ષણો નિરૂપતી વખતે અપાશે. (૩) નાટક વગેરે પ્રબંધોમાં થતી રસભંજના સુપ્રતીત છે જ. (૪) વર્ષો તથા રચના તો સાક્ષાત્ માધુર્ય વગેરે ગુણોની વ્યંજક હોય જ છે. એ બંને ગુણોની વ્યંજક થઈને, ગુણોદ્વારા જ રસાભિવ્યક્તિમાં ઉપકારક બને છે. તેથી એમના વિશે ગુણ પ્રકરણમાં (અધ્યાય ચારમાં) કહેવામાં આવશે. એટલે અહીં એમની ચર્ચા કરી નથી.”
આ શબ્દો સાથે “કાવ્યાનુશાસન'નો પ્રથમ અધ્યાય સમાપ્ત થાય છે.
૨૬૦