SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ મમ્મટે પદની વ્યંજકતાના દાખલા પણ આપ્યા છે. “કાવ્યપ્રકાશ'ના ચોથા ઉલ્લાસની બેતાલીસમી કારિકા(સુત્ર-પ૯)માં “ડjન્ય (બીજા ધ્વનિપ્રકારો પદમાં પણ સંભવે છે) એમ કહીને મમ્મટે, વૃત્તિમાં, પદપ્રકાશ્ય ધ્વનિના દાખલા આપ્યા છે - ત્યાં પદ વડે થતા રસાદિયંગ્યના પણ દાખલા આપ્યા છે. પણ ભાવાદિના પદપ્રકાશ્યત્વ અંગે આ પ્રમાણે વિધાન કર્યું છે : “ભાવતિનાં પાશ્યત્વેડધિજૈન વૈવિમિતિ તદુહાઠ્ઠિયતે ||' અર્થાત્ ભાવાદિ પદપ્રકાશ્ય થાય છે ત્યારે તેમાં વિશેષ ચારુત્વ હોતું નથી તેથી તેના દાખલા આપ્યા નથી. આ જ શબ્દોમાં શ્રી હેમચન્દ્રાચાર્યે પણ પચીસમા સૂત્રની વૃત્તિમાં, રસાદિની પદપ્રકાશ્યતા વિશેની ચર્ચાનો ઉપસંહાર કરતાં, ભાવાદિની પદપ્રકાશ્યતાનાં ઉદાહરણો આપવાનું આવશ્યક નથી એમ જણાવ્યું છે. એ જ રીતે, મમ્મટે, ઉપરોક્ત એકસઠમા સૂત્ર(૪.૬૧)માં વર્ણની વ્યંજકતા તથા રચનાની બંજકતાનો ઉલ્લેખ કર્યો છે પણ 'એમનાં ઉદાહરણો આપ્યાં નથી. તે અંગે વૃત્તિમાં સ્પષ્ટતા કરી છે કે “વfવનાનાં ચંનત્યં સ્વરૂપનિરૂપ દ્ર ષ્યતે ( એટલે કે વર્ણ તથા રચનાની વ્યંજકતાના દાખલા (કાવ્યપ્રકાશના આઠમા ઉલ્લાસમાં) ગુણના સ્વરૂપના નિરૂપણ પ્રસંગે આપવામાં આવશે. પછી એકસઠમા સૂત્રમાં જે પ (પણ) એ શબ્દ છે તેનો મર્મ સ્પષ્ટ કરતાં મમ્મટ કહે છે કે પરબ્દાત્ પ્રવધુ નાટવુિં (રસાયઃ) | એટલે કે “પણ” શબ્દથી પ્રબન્યોમાંથી અને નાટકોમાંથી પણ રસાદિ વ્યંજિત થાય છે. શ્રી હેમચન્દ્રાચાર્યે આ બે મુદા-વર્ણ-રચનાની બંજકતાનો મુદો તથા પ્રબંધ-નાટકાદિમાંથી પણ રસની બંજકતાનો મુદો - એમ બે મુદ્દાઓ વિશે પચીસમા સૂત્રની વૃત્તિની સમાપ્તિ કરતાં, મમ્મટની માફક જ, કહ્યું છે કે પ્રબંધની રસભંજકતાના દાખલા નાટકાદિ ગ્રંથોમાંથી મળે જ છે અને વર્ણ તથા રચના તો સાક્ષાત્ માધુર્ય વગેરે ગુણવ્યંજક હોવાથી અને ગુણોદ્વારા જ રસભંજક હોવાથી તેમની વ્યંજકતાની ચર્ચા ગુણ-પ્રકરણમાં એટલે કે કાવ્યાનુશાસનના ચોથા અધ્યાયમાં કરવામાં આવશે.” પંદ, વાક્ય અને પ્રબંધમાં રસ વ્યંજિત થાય છે શ્રી હેમચન્દ્રાચાર્યે પચીસમા સૂત્રની વૃત્તિમાં પદ-પદાંશ ઇત્યાદિથી થતી રસ-વ્યંજકતા સોદાહરણ નિરૂપી છે પણ વાક્યથી થતી રસભંજકતાનાં ઉદાહરણો આપ્યાં નથી. તેનો ખુલાસો કરતાં તેઓશ્રી વૃત્તિના અંતિમ પરિચ્છેદમાં કહે છે : વચિરસનિત્યં રણવિન્નક્ષ વોરારિષ્યતે અર્થાત્ વાક્ય, રસાદિનું વ્યંજક બને છે. પણ તેનાં ઉદાહરણો રસાદિનાં લક્ષણો નિરૂપતી વખતે ૨૫૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy