SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ રસાદિધ્વનિ અથવા અસંલક્ષ્યક્રમવ્યંગ્યના પાંચ વ્યંજકો ગણાવ્યા છે. આમ, રસાદિધ્વનિ વર્ણમાં, પદ ઇત્યાદિમાં, વાક્યમાં, સંઘટનામાં અને પ્રબંધમાં પણ પ્રકાશિત થાય છે. આ પાંચ વ્યંજકોમાંથી વર્ણનોની વ્યંજકતાનું પ્રથમ નિરૂપણ કરીને પછી આનંદવર્ધને પદની વ્યંજકતાની ચર્ચા દરમિયાન, પદની વ્યંજકતાના ઉદાહરણરૂપે ઉમ્પિની એ શ્લોક રજૂ કર્યો છે અને પદાંશની વ્યંજકતાના દૃષ્ટાંતરૂપે બ્રિડાયોગાત્॰ એ શ્લોક ટાંક્યો છે. પછી, ત્રીજા ઉદ્યોતની સોળમી કારિકામાં પદાદિની વ્યંજકતાના બીજા કેટલાક પ્રકારો દર્શાવ્યા છે : सुप्तिवचनसंबन्धैस्तथा कारकशक्तिभिः । कृत्तद्धितसमासैश्च द्योत्योऽलक्ष्यक्रमः क्वचित् ।। અર્થાત્ ‘‘મુક્ (વિભક્તિના પ્રત્યયો), તિક્(ક્રિયાપદના પ્રત્યયો), વચન(એકવચન, દ્વિવચન અને બહુવચન), સંબંધ(છઠ્ઠી વિભક્તિ), કારકશક્તિ, કૃતૂ પ્રત્યયો(ધાતુને લાગતા પ્રત્યયો), તદ્ધિત પ્રત્યય્ય(નામને લાગતા પ્રત્યયો) અને 7 એટલે ચકારથી નિપાત, ઉપસર્ગ, કાળ વગેરે તથા સમાસ-આ બધાથી પણ ક્યારેક અસંલક્ષ્યક્રમધ્વનિ વ્યંજિત થાય છે.’ પદાદિની વ્યંજકતાનાં થોડાં રસમય ઉદાહરણો પણ આનંદવર્ધને આપ્યાં છે. તેમાંથી શ્રીહેમચંદ્રાચાર્યે આઠ ઉદાહરણો, અહીં પચીસમા સૂત્રની વૃત્તિમાં (ઉદા. ૮૧, ૮૨, ૮૩, ૮૫, ૮૬,૮૮, ૮૯ અને ૯૧) એ જ સંદર્ભમાં, આપ્યાં છે. આ અંગે ઉપર નિર્દેશ કર્યો છે જ. ‘કાવ્યપ્રકાશ’ના ચોથા ઉલ્લાસની તેતાલીસમી કારિકામાં એટલે એકસઠમા સૂત્રમાં મમ્મટે કહ્યું છે કે पदैकदेशरचनावणेष्वपि रसादयः । અર્થાત્ ‘‘રસાદિ(ધ્વનિ) પદના એક ભાગમાંથી, રચનામાંથી અને વર્ણમાંથી પણ વ્યંજિત થાય છે.’’ પછી મમ્મટે પ્રકૃતિની, સુતિની, વિભક્તિની, સંબંધ(ષષ્ઠી)ની, કાળની, વચનની, તદ્ધિતની, ઉપસર્ગની, નિપાતની, પદાંશોની, પ્રત્યયાંશોની વ્યંજકતા સોદાહરણ વર્ણવી છે. મમ્મટનાં ઉદાહરણોમાંથી અહીં પચીસમા સૂત્રની વૃત્તિમાં ત્રણ ઉદાહરણો (ઉદા. ૮૪, ૯૦, ૯૨) પ્રસ્તુત થયાં છે. ૨૫૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy