SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ સૂચવે છે (વ્યંજિત કરે છે). એવી જ રીતે ‘સ ધેનુ (એ ગાય) વગેરેની બાબતમાં પણ સૂચિત અર્થ લઈ લેવો.” એવી જ રીતે, હવે પછીના, છેલ્લા ઉદાહરણ (૯૨) “ફેનિંદિ' ઇત્યાદિ ગાથામાં પણ પ્રત્યય લગાડતાં પહેલાનું (નિ) ધાતુનું મૂળ રૂપ(પ્રકૃતિ) વ્યંજક બને છે. આ ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે : रतिकेलिहतनिवसनकरकिसलयरुद्धनयनयुगलस्य । रुद्रस्य तृतीयनयनं पार्वतीपरिचुम्बितं जयति ।। અર્થાત્ “રતિક્રીડામાં વસ્ત્ર ખેચી લેવામાં આવતાં, લજજાથી) પાર્વતીએ જેમની બે આંખો પોતાના બે હાથો વડે ઢાંકી દીધી છે, એવા રુદ્ર(ભગવાન શંકર)ની, પાર્વતીથી ચુંબિત થયેલી ત્રીજી આંખ (‘ત્રિનેત્ર' શિવની ત્રીજી આંખ) જય પામે છે.” મમ્મટે કાવ્યપ્રકાશ(૪.૪૩, વૃત્તિ)માં આ ગાથા પ્રકૃતિના વ્યંજકત્વના ઉદાહરણ તરીકે આપી છે અને હેમચન્દ્રાચાર્યના ટિપ્પણના જ શબ્દોમાં વિવરણ કર્યું છે. ફક્ત રૂતિ વ્યથતે (એમ સૂચવાય છે) એ શબ્દો હેમચન્દ્રાચાર્યના ટિપ્પણને અંતે છે તે વિશેષ છે. મમ્મટ કહે છે – “અહીં નતિ" (જય પામે છે) એમ કહ્યું છે, શોભતે (શોભે છે) એમ કહ્યું નથી. બંધ કરી દેવાની ક્રિયા બધી (ત્રણે ત્રણ) આંખોમાં સમાન હોવા છતાં, (શિવની) ત્રીજી આંખ બંધ કરી દેવાની રીત લોકોત્તર છે(અલૌકિક છે). એટલે (પાર્વતીનાં ચુંબનો વડે) જેના ઉપર બંધ કરવાની ક્રિયા થઈ છે તે (રુદ્ર)ની ત્રીજી આંખ (તતીયનયન) જ ઉત્કૃષ્ટ છે(ધન્ય છે) એવો વ્યંગ્યાર્થ (' ધાતુ એ પ્રકૃતિ ભાગ-વડે) સૂચિત થાય છે.” અર્થાત્ રતિક્રીડામાં વિવસ્ત્ર થયેલાં પાર્વતી, લજ્જાભાવથી શંકર પોતાને ન જુએ તે માટે શંકરનાં બે નેત્ર પોતાના બે હાથથી બંધ કરી દે છે; પણ શંકર તો ‘ત્રિલોચન' છે તેથી તેમની ત્રીજી આંખ ખુલ્લી રહી જતાં પાર્વતી ત્રીજી આંખને ઢાંકવા મુખથી ચુંબન કરે છે. પાર્વતીની આ રીત ખરેખર લોકોત્તર છે અને તેના એ ચુંબનથી બંધ થનાર શંકરનું ત્રીજું નેત્રધન્યછે.આ અર્થ (શૃંગારરસ),નિ (જીતવું)એ ધાતુથી વ્યંજિત થાય છે પદાદિ વ્યંજકો વિશે આનંદવર્ધન તથા મમ્મટના વિચારો ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતની ત્રીજી કારિકામાં આનંદવર્ધને રસાદિધ્વનિને “અસંલક્ષ્યક્રમધ્વનિ' એ નામ આપ્યું છે અને ત્રીજા ઉદ્યોતની બીજી કારિકામાં ૨૫૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy