________________
ક્રિયાપદના ભૂતકાળના રૂપથી થાય છે. એટલે આ વાક્ય કાળની વ્યંજકતા સૂચવે છે. મમ્મટે આ વાક્ય રજૂ કર્યું છે અને ટિપ્પણમાં કહ્યું છે કે “આમાં કાલની વ્યંજકતા છે. શિવધનુષ્યનો ભંગ કર્યો તેથી રામ ઉપર કોપાયમાન થયેલા પરશુરામની આ ઉક્તિ છે.” આમ અહીં ભૂતકાળ રૌદ્રરસનો ભંજક બને છે.
અહીં સુધી હેમચંદ્રાચાર્યે પ્રત્યય, ઉપસર્ગ, નિપાત કે અવ્યય આદિની વ્યંજકતાનાં રસિક ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે; હવે પ્રત્યય લગાડતાં પહેલાંના મૂળ શબ્દ જેને વ્યાકરણમાં “પ્રકૃતિ' કહે છે તેના એક અંશ(પ્રકૃત્યંશ) વડે સૂચિત થતા વ્યંગ્યાર્થનું ઉદાહરણ (૯૧) આપે છે - હું નત્તિ ઇત્યાદિ. આ શ્લોક રજૂ કરતાં પહેલાં ગ્રંથકારે પ્રાસ્તાવિક શબ્દો કહ્યા છે : “જેમ પ્રત્યાયના અંશનું ઘતકત્વ કે વ્યંજકત્વ હોય છે તેમ પ્રકૃતિના અંશનું પણ બંજકત્વ હોય છે.”
સુદામાના ઘરના વર્ણનને લગતા આ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે: “એ . મારું નમેલી ભીંતોવાળું ઘર (ક્યાં) અને આ આકાશને ચૂમતો મહેલ (ક્યાં) ? એ (મારી) ઘરડી ગાય (ક્યાં) અને મેઘોના જેવા કાળા હાથીઓની ગર્જના કરતી હાર (ક્યાં) ? એ ધીમો સાંબેલાનો અવાજ (ક્યાં) અને આ સુંદર સ્ત્રીઓનું મીઠું મધુરું સંગીત (ક્યાં) ? ખૂબ આશ્ચર્યની વાત છે કે આટલા દિવસોમાં જ આ બ્રાહ્મણ(સુદામા)ને આવી ઊંચી સ્થિર્તિએ પહોંચાડી દીધો !”
સુદામાની “તૂટી સરખી ઝૂંપડી', તેમના બાળપણના સખા શ્રીકૃષ્ણની કૃપાથી સુંદર, સમૃદ્ધ, વૈભવશાળી મહેલમાં પલટાઈ ગઈ તેથી આશ્ચર્યમૂઢ બનેલા સુદામાના આ શબ્દોમાં વિક્ષે:(આટલા દિવસોમાં) એ પદ તૃતીયા વિભક્તિના બહુવચનમાં છે. તેમાં પ્રત્યય સિવાયનો મૂળ શબ્દ દિવસ છે તે પ્રકૃતિ-ભાગ છે અને તે અહીં વ્યંજક બને છે. આનંદવર્ધને પ્રકૃતિ-અંશના વ્યંજકત્વના દાખલારૂપે આ શ્લોક(ધ્વ.આ. ૩.૧૬ની વૃત્તિમાં) ટાંકીને,ટિપ્પણમાં કહ્યું છે કે અહીં, ‘દિવસે;” (દિવસોમાં) એ પદમાં પ્રકૃતિ-અંશ (એટલે કે શબ્દનો પ્રકૃતિ-ભાગ) વ્યંજક છે.”
આ શ્લોક પરના વિગતવાર ટિપ્પણમાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે:
“અહીં ‘દિવસોમાં એ અર્થથી કદી કલ્પનામાં ન આવે તેવી (આશ્ચર્યકારક) સ્થિતિ છે એવું સૂચિત થાય છે. તા(તે) એ મૂળ શબ્દ (પ્રકૃતિ-અંશ), નત્તિનમેલી ભીંતવાળુ (ઘર)એ મૂળ શબ્દ(પ્રકૃતિ-અંશ)ની મદદથી, (સુદામાનું પહેલાનું ઘર) સર્વથા અમંગલ અને ઉંદરો વગેરેથી વ્યાપી રહેલું હતું, એવો
૨૫૬