SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદવર્ધને આ શ્લોક, નિપાતો(બે ‘ર - કારો)ની વ્યંજકતાના ઉદાહરણ તરીકે રજૂ કર્યો છે(ધ્વ. આ. ૩.૧૬, વૃત્તિ). હવે પછીનું ઉદાહરણ (૮૭) ઉપસર્ગની બંજકતા બતાવે છે. શાકુન્તલના એક શ્લોક (૧.૧૩)ની એક પંક્તિનું બનેલું આ ઉદાહરણ છે : પ્રધાઃ ઈ. અહીં , એ ઉપસર્ગ ઇંગુદી ફળ તાજું(સરસ) છે એમ સૂચવે છે અને તેથી આશ્રમની અજોડ સુંદરતા સૂચવાય છે. અનેક નિપાતો(અવ્યયો) કે ઉપસર્ગો એકીસાથે પ્રયોજાય છે તો તે પ્રયોગ પણ રસભંજક હોય છે. આનું ઉદાહરણ(૮૮) “કુમારસંભવ'(૩.૨૦)માંથી લીધેલું છે : અહો તાસ પૃદયવીર્ય ! અર્થાત્ “અરે, વાહ ! તારું શૌર્ય પ્રશંસનીય છે.” અહીં ‘મ અને ‘વત' એ બે અવ્યયો અત્યંત પ્રશંસાનાં વ્યંજક બને છે. આનંદવર્ધને આ વાક્ય નિપાતોની વ્યંજકતાના દાખલારૂપે રજૂ કર્યું છે(ધ્વ. આ ૩.૧૬, વૃત્તિ). હવે પછીના ઉદાહરણ(૮૯)ને “મનુષ્યવૃન્ય સમુપાવરનમ' એ શ્લોકમાં સમુપાવરક્ત એ શબ્દમાં એકીસાથે આવતા સમુ, ૩૫ અને મા એ ત્રણ ઉપસર્ગો વ્યંજક છે. અહીં 7 ધાતુ સાથે આવતા પ્રથમ ઉપસર્ગ સમુનો અર્થ છે સારી રીતે? બીજા ઉપસર્ગ ૩૫નો અર્થ છે, બીજા ન જાણે તેવી રીતે ગૂઢ રીતે; અને ત્રીજા ઉપસર્ગ માનો અર્થ છે, ચારે બાજુ, આમ બધી રીતે. સમગ્ર સમુરતમ્ શબ્દ વડે “આવી રીતે આચરણ કરનાર પરમેશ્વરની જગતના લોકો પર અનુગ્રહ કરવાની ઇચ્છા અપાર હોય છે” એવો વ્યંગ્યાર્થ સૂચવાય છે. આનંદવર્ધને આ શ્લોકનો ઉપરોક્ત એક જ અંશ લઈ, તેને, એક જ પદમાં બે-ત્રણ ઉપસર્ગોનો એકીસાથે પ્રયોગ રસની વ્યંજનાને કેવી રીતે અનુકૂળ હોય છે તે દર્શાવવા રજૂ કર્યો છે (દ્ધ. આ. ૩.૧૬, વૃત્તિ). ‘રમણીયઃ ક્ષત્રિય માર માણીતું ” એ ભવભૂતિના “મહાવીરચરિત' નાટક(અંક-૨)નું વાક્ય, ગ્રંથકારે, કાળ(ભૂતકાળ)ની વ્યંજકતાના દાખલા તરીકે અહીં (ઉદા. ૯૦) રજૂ કર્યું છે. સીતાના સ્વયંવરમાં રામે શંકરના ધનુષ્યનો ભંગ કર્યો છે એ સમાચાર સાંભળીને ક્રોધાયમાન થયેલા પરશુરામના આ શબ્દો છે. તેઓ કહે છે કે તેમની સામે દેખાતો રમણીય ક્ષત્રિયકુમાર હયાત હોવા છતાં તે છે” એમ નહીં પણ “હતો” એમ કહેવાશે. અર્થાત્ પરશુરામના ક્રોધથી એ જીવશે નહીં પણ નષ્ટ થઈ જશે, આવું સૂચન માણીતું (હતો) એ મમ્ (હોવું) ૨૫૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy