________________
अन्यत्र व्रज बालक स्रान्तीं कस्मात् मां प्रलोकसे ।
एतद् भो जयाभीरकाणां तीर्थमेव न भवति ।। હે છોકરા ! તું બીજે જા. સ્નાન કરવા બેઠેલી મને કેમ જોયા કરે છે ? પોતાની પત્નીથી ડરતા લોકોને માટે આ સ્થાન છે જ નહીં.”
વૃત્તિમાં આ ઉદાહરણની સમજૂતી આપતાં ગ્રંથકાર કહે છે “અહીં, પોતાની સ્ત્રીથી ગભરાતા પુરુષો માટે આ સ્નાનસ્થાન નથી; એટલે, મારી સાથે સંબંધ તો દૂર જ રહ્યો એમ, આ સંબંધ (છઠ્ઠી વિભક્તિ) વડે છૂપી રીતે પરપુરુષ સાથે કામસંબંધ ઇચ્છતી કોઈક સ્ત્રીનો તેને જનાર પુરુષ પ્રત્યે ભારે રોષ સૂચવાયો છે. ઝયામી એ શબ્દમાં આવેલો તદ્ધિત પ્રત્યય(૪) પણ વ્યંજક છે. જે અરસિક જને પોતાની પત્નીના જ પ્રેમમાં કેદ થયેલા છે તેમના કરતાં વધારે નિંદાપાત્ર(કુત્સિત) જગતમાં બીજું કોણ હોઈ શકે? આમ, (૪) એ (તદ્ધિત)પ્રત્યય પેલી સ્નાન્ કરતી સ્ત્રીના મનનો તિરસ્કાર સૂચવે છે.”
આ ગાથામાં નાયબાળા એ રૂપ છઠ્ઠી વિભક્તિનું છે અને તે ષષ્ઠી સંબંધની ઘાતક વિભક્તિ છે. એ સંબંધ વડે સ્નાન કરતી સ્ત્રીનો ભારે રોષ સૂચવાય છે – “પત્નીથી ડરનારાઓનું આ સ્થાન નથી એમ કહી તે અતિશય કોપ વ્યક્ત કરે છે. વળી બીમાં જે (તદ્ધિત) પ્રત્યય છે તે પણ આવા પુરુષોની તુચ્છતા સૂચવે છે જે “હે છોકરા એ સંબોધનથી વ્યક્ત થાય છે. આનંદવર્ધને આ ગાથા સંબંધની વ્યંજકતાના ઉદાહરણ તરીકે રજૂ કરી છે(ધ્વ. આ. ૩.૧૬). " - હવે પછીનો શ્લોક (ઉદા. ૮૬) “વિક્રમોર્વશીય' નાટકમાંથી લીધેલો છેમયપત્રે તથા વિયો: ઈત્યાદિ. રાજા ઉર્વશીના વિયોગથી સંતપ્ત છે. એ સ્થિતિમાં એ આ શ્લોક બોલે છે: “પ્રિયાનો આ વિયોગ એકદમ આવી પડ્યો છે જે મારે માટે સહેવો દુષ્કર છે. તેમાં વળી નવાં વાદળો ચઢી આવતાં, તડકામાં અભાવે દિવસો પણ રમણીય બની જશે.” આ શ્લોક પર ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે - “આ શ્લોકમાં, બે વખત ૨ (અને) એ નિપાત(અવ્યય) આવ્યો છે તે એવો અર્થ સૂચવે છે કે “દાઝયા ઉપર ડામની માફક, પ્રિયાનો વિયોગ અને વર્ષાઋતુનું આગમન એ બન્ને સાથે જ આવી પડતાં, એ બે મારા પ્રાણહરણને માટે પૂરતા છે. તેથી જ, શ્લોકમાં આવતું (રમણીય) એ પદ પણ વિપ્રલંભશૃંગારરસના ઉદીપનવિભાવનો અર્થ વ્યક્ત કરે છે.
૨૫૪