SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘદૂતમાં યક્ષ મેઘને અલકાનગરીમાં આવેલા પોતાના ઘરનો પરિચય આપે છે અને પોતાના ઘરના ઠાઠમાઠનું ભાવપૂર્વક વર્ણન કરે છે તે પ્રસંગે શ્લોકની છેલ્લી બે લીટીઓમાં વ્યક્ત થતો આ ભાવ દર્શાવે છે. આ શ્લોકનો પૂર્વાર્ધ છે : “તમળે ૨ ઋટિશwત્તા વશની વાછિ: મૂળે વદ્ધા મળતિપ્રૌઢવંશપ્રાશૈ: I'' એમાં રક્તાશોક અને કેસરવૃક્ષની વચ્ચે જે પંખીઓને બેસવાની મરકતમણિથી મઢેલી, સ્ફટિકની પીઠવાળી, સોનાની દાંડીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકાર્ધમાં(ઉદા. ૮૩) તાલૈ: એ તીત શબ્દનું બહુવચન અતિશય રસગંજક છે. શ્લોકના ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે કે – “અહીં તાલૈઃ” (વિવિધ તાલો વડે) એ બહુવચન(પદાંશ), અનેક પ્રકારના નાચ શીખવવાનું યક્ષની પ્રિયાનું ચાતુર્ય બતાવીને વિપ્રલંભશૃંગારરસનું ઉદીપન સૂચિત કરે છે.” અહીં તાલૈ એ પદ છે - નામનું રૂપ છે. એટલે જ ધ્વન્યાલોકકાર આ શ્લોકને સુવાની વ્યંજકતાનું ઉદાહરણ કહે છે(ધ્વ. આ. ૩.૧૬ની વૃત્તિ). હવે પછીનું ઉદાહરણ(૪) અમરુશતક(૭)માંથી લીધેલો પ્રસિદ્ધ શ્લોક છેઃ તિઉતે ભૂમિમ્. ઇત્યાદિ. અહીં “ચાત’ અને ત્યાદ્યન્ત બે સાથે મળીને રસગંજક બને છે. પોતાના પ્રિયતમથી લાંબું રૂસણું લઈને બેઠેલી નાયિકાને સખિ આ વચનો કહે છે: “તારો પ્રાણપ્રિય બહાર નીચે મોઢે, જમીન ખોતરતો બેઠો છે. સતત રોવાથી સૂજી ગયેલી આંખોવાળી તારી સખીઓ ખાધા વગર બેઠી છે; પાંજરામાં રહેલા પોપટોએ હસવું, પઢવું છોડી દીધું છે અને તારી આવી દશા થઈ છે ! હે કઠણ કાળજાવાળી ! હવે તો માન(રૂસણું) છોડી દે !” આ ઉદાહરણ-શ્લોક પર ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે “અહીં, તિતિ (લખે છે, ખોતરે છે) એમ ન કહેતાં નિરવનું તે એટલે કે, ‘તું પ્રસન્ન થઈશ. ત્યાં સુધી બેસી રહેવાનો છે એમ કહ્યું છે; વળી, સાતે બેસી રહ્યો છે, એમ કહ્યું છે, શાસિત (બેઠો હતો) એમ કહ્યું નથી. ભૂમિમ્ (જમીનને) એમ લખ્યું છે; ભૂમી (જમીન ઉપર) એમ કહ્યું નથી. એટલે કે જમીન ઉપર બુદ્ધિપૂર્વક કંઈક આકાર દોરે છે એમ કહ્યું નથી. આમ અહીં યાતિ(વિભક્તિના પ્રત્યયો) અને ત્યાદિ ક્રિયાપદના પ્રત્યયો) વ્યંજક થયા છે. મમ્મટે (કા.પ્ર.૪.૪૩ની વૃત્તિ) આ જ શ્લોક તિઅને સુપ્રત્યયોની વ્યંજકતાના દાખલા તરીકે રજૂ કર્યા છે(ઉદા. ૮૫). હવે પછીની ગાથા (મન્નસ્થ વ.)નું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે : ૨૫૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy