________________
સ્મરણ-વિશેષના આકારનો સૂચક બને છે (જેમ કે તે ઘડો વગેરેમાં), ત્યાં પરામર્શત્વની શી વાત ? “ઉમિની' વગેરે વડે તેના ભયના અનુભાવોનું ઉ—ક્ષણ થાય છે; મેં કશો જ પ્રતિકાર ન કર્યો એ શોકાશનો વિભાવ છે. તે” એટલે કે અતિશય વિલાસીના એકમાત્ર આયતનરૂપ પણ ભયનાં માર્યા નેત્રોને દોડાવતી. “કોણ બચાવનાર છે ? એ આર્યપત્ર ક્યાં છે ?” એવી તે લોચનોની દશા સંપૂર્ણ રીતે શોકનું ઉદીપન છે.”
શ્લોક (૮૧)માં અગ્નિના વિશેષણરૂપે જે તીન એ શબ્દ છે તે અંગે વિવેક (પૃ. ૮૩)માં ઉઠ્ઠત કરેલા “લોચન'ના ગદ્યખંડમાં અભિનવગુપ્ત કહે છે કે, “તેનો આ સ્વભાવ જ છે. શું થાય? તેમ છતાં ધૂમાડાથી આંધળો થઈ જવાથી તે દેખી ન શક્યો; વિવેકી વ્યક્તિ આવું અનુચિત કાર્ય કરે એ સંભવ જ નથી. આ રીતે સ્મરણ કરાઈ રહેલું તેનું (વાસવદત્તાનું) સૌંદર્ય, અત્યારે, અતિશય શકાશનો વિભાવ બની રહ્યું છે. તે એ શબ્દ હોવાથી આ સર્વ અર્થનો નિર્વાહ થઈ જાય છે અથવા જેમ કે અહીં સતિ નત્રેિ એ શ્લોક-(વિવેક, ઉદા. ૧૫૩)માં સીતાનું હરણ થયા પછી, વિરહી રામ સીતાનું સ્મરણ કરતાં કહે છે : પંચવટીમાં સોનેરી હરણને જોતાં એકદમ હરખાઈને પહોળાં થયેલાં સીતાનાં તે નેત્રો, પવનથી હલાવાયેલા નીલકમલની પાંખડીઓ જાણે ચોતરફ વેરતાં હોય તેમ, મારાથી સ્મરણમાં લવાતાં મને બાળે છે.” આ શ્લોકમાં પણ તે' એ પદ, અનુભવેલાં નેત્રોનું સ્મરણ કરાવતું હોઈ વિયોગ-શૃંગારનું વ્યંજક બને છે.
હવે પછીનો શ્લોક (વૃત્તિમાં ઉદા. ૮૨) બતાવે છે કે ત્યાદા એટલે કે તિ આદિ અંતને પ્રત્યય જે પદાશ છે તે પણ કેટલીક વખત સૂક્ષ્મ વ્યંગ્યાર્થ (રસ વગેરે) સૂચવે છે. મા પથે ઇંધ મë એ ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે :
मा पन्थानं रुध: मम अपेहि बालक अहो असि अह्रीकः ।
वयं परतन्त्राः शून्यगहं रक्षितव्यमस्माकम् ।। અર્થાત્ “મારો મારગ રોક માં. તે છોકરમતવાળા, નફફટ ! તું દૂર હટ. અમે પરાધીન છીએ - અમારે આ ખાલી ઘર સાચવવાનું છે.”
આ ઉદાહરણ(૮૨) પર ટિપ્પણ કરતાં, ગ્રંથકાર કહે છે : “અહીં “અપેહિ એ ત્યાન્ત છે. જે સૂચવે છે કે “તું અપરિપક્વ છે; કેમ કેબધાંની વચમાં તું આપણા ગુપ્તસંબંધને છતો કરે છે. આપણા મિલન માટે મારું ખાલી ઘર છે ત્યાં જ આવજે.”
- ૨૫૧