SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ “ભયથી કાંપતી, ગભરાટથી જેના વસ્ત્રોનો છેડો ખસી ગયો છે તેવી અને પોતાની તે વ્યાકુળ-વ્યથિત આંખો ચારે દિશાઓમાં ફેંકતી તને વાસવદત્તાને) ભયંકર અગ્નિએ એકદમ ક્રૂરતાપૂર્વક બાળી નાખી ! ધૂમાડાથી આંધળા થયેલા અગ્નિએ તને જોઈ જ નહિ હોય (એમ મને લાગે છે).” આ શ્લોક પરના ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે કે “આ શ્લોકમાં “તે' (તો) એ પદ(શબ્દ) વડે, યાદ કરવામાં આવેલા અને કેવળ અનુભવના વિષય બનેલા (વાસવદત્તાના) અત્યંત સુંદર વિભ્રમો, શોકના વ્યંજક બન્યા છે.” | ‘વિવેક વ્યાખ્યા(પૃ. ૮૨-૮૩)માં હેમચન્દ્રાચાર્ય આ શ્લોકનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરે છે. “૩fષની તિ' એ શબ્દોથી શરૂ થતા આ વિવરણનું પ્રથમ વાક્ય એ ધ્વન્યાલોક(૩.૪ની વૃત્તિ)માં, પદપ્રકાશ્ય રસધ્વનિના ઉદાહરણરૂપ આ શ્લોક પર આનંદવર્ધને કરેલું મિતાક્ષરી ટિપ્પણી જ છે. એનો અર્થ છે: “અહીં (તો) એટલે કે એ (બે આંખો) એ પદ, સહૃદયોને પુષ્કળ રસના રૂપમાં સ્પષ્ટ પ્રતીત થાય છે.” “વિવેક'માં આ વાક્ય પછી તથા દિ વીવાદ' ઈ. શબ્દોથી શરૂ થતું, અને સુતરાં શોપિનમ્ એ શબ્દોથી પૂરું થતું, સંપૂર્ણ વિવરણ, “લોચનમાં મળે છે. એનો અર્થ છે : “વાસવદત્તા બની ગઈ છે એ સમાચાર સાંભળીને શોકાકુળ બનેલા વત્સરાજ (ઉદયન)નાં આ વિલાપવચનો છે. શોક પ્રિયજનના નાશથી ઉત્પન્ન થાય છે. આમ, એ વ્યક્તિના જે ભૂપ, કટાક્ષ વગેરે પહેલાં રતિના વિભાવ બનતા હતા તે જ તદન નષ્ટ થયા હોઈ હવે સ્મરણમાં આવીને નિરપેક્ષત્વ જેનો પ્રાણ છે તે કરુણરસને ઉદીપ્ત કરે છે. એટલે તે આંખોને” માં જે તે (તતુ) શબ્દ છે તે, એની આંખોના સ્વસંવેદ્ય તેમ જ અવ્યપદેશ્ય એવા અનન્ત ગુણગણના આકારનો સૂચક બની રસનું અસાધારણ નિમિત્ત બની જાય છે. આથી, જે કોઈએ પ્રશ્ન કર્યો છે અને પરિહાર કર્યો છે તે મિથ્યા જ છે. જેમ કે પ્રશ્ન છે : “પ્રક્રાન્તના પરામર્શક “ત' (તે) શબ્દનો આટલામાં વ્યાપાર કેવી રીતે છે?” અને ઉત્તર છે : પરામર્શક અહીં રસાવિષ્ટ છે. આ બન્ને અનુત્થાનને કારણે અવસર ન મળવાને કારણે) ઉપહત(નકામા) છે. કેમ કે જ્યાં “યત્' શબ્દથી, અનુદિશ્યમાન ધર્માન્તરના સાહિત્યયોગ્ય ધર્મનું યોગિત્વ કહીને, એ બુદ્ધિસ્થ ધર્માન્તરના સાહિત્ય(સંબંધ)નો તત્' શબ્દ વડે બોધ પમાય છે. (ય' અને ‘ત'નો નિત્યસંબંધ છે એમ જે કહે છે) ત્યાં તત્વ' શબ્દ પહેલાંના પ્રક્રાન્તનો પરામર્શક હોય છે. જયાં ત’ શબ્દ કોઈ કારણથી થયેલા ૨૫૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy