SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ એ બંને વચ્ચે થોડીક ક્રમિકતા હોય છે, પણ તે વરતાતી નથી. આમ, રસધ્વનિ, બીજા ધ્વનિપ્રકારોથી સહેલાઈથી જુદો પડી જાય છે. - આ રસધ્વનિ કે અસંલક્ષ્યક્રમધ્વનિ, બીજા ધ્વનિપ્રકારની માફક(વસ્તુધ્વનિ અને અલંકાર ધ્વનિની માફક) માત્ર શબ્દોમાંથી અને વાક્યોમાંથી જ સંભવે છે એમ નથી.એ તો વર્ણો, સંઘટના અને પ્રબંધમાથી પણ સંભવે છે(જુઓ :ધ્વન્યાલોક ૩.૨) રસ, ભાવ આદિ ધ્વનિપ્રકારોની વિવેક'માં આપેલી સમજૂતી પચીસમા સૂત્રની વૃત્તિમાં રસધ્વનિ, ભાવધ્વનિ વગેરેનો નામનિર્દેશ કર્યો છે પણ તેમનો અર્થ સ્પષ્ટ કર્યો નથી તેથી, ગ્રંથકાર, “વિવેક' વ્યાખ્યા(પૃ. ૮૨)માં વૃત્તિના રસમાવે એ વાક્યનું વિવરણ કરે છે. , કોઈને પ્રશ્ન થાય કે કેવળ રસ જ કાવ્યનો આત્મા છે એ તો આપણે જાણીએ છીએ; પણ, આ ભાવ, ભાવાભાસ વગેરે શું છે ? એનો જવાબ ‘વિવેકમાં આ શબ્દોમાં આપવામાં આવ્યો છે – “જો કે રસથી જ કાવ્ય જીવે છે; છતાં પણ તે એકઘન, ચમત્કારક રસને પણ કોઈ પ્રયોજક એવા અંશથી, આ ચમત્કાર અધિક થાય છે ત્યારે, કોઈ વ્યભિચારી(ભાવ) ઉદ્રકની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે, હવે પછી કહેવાનાર ઉદય(ભાવોદય), વગેરે ધર્મવાળો, ચમત્કારાતિશયમાં પ્રયોજક બને છે ત્યારે તે ભાવ ધ્વનિ કહેવાય છે જેમ કે, ‘તિષ્ઠત્કોપવશાતું એ શ્લોકમાં “વિતર્ક નામનો વ્યભિચારી(ભાવ) ચમત્કારપૂર્વક આસ્વાદાય છે). જ્યારે વિભાવના આભાસથી રત્યાભાસનો ઉદય થાય છે ત્યારે, વિભાવ અને અનુભાવના આભાસને કારણે, ચર્વણાનો આભાસ થાય છે અને તેથી એ રસાભાસ કહેવાય છે. આમ જ ભાવાભાસ પણ થાય છે. આ રીતે, ભાવધ્વનિ વગેરે, રસધ્વનિના નિણંદભૂત જ છે. આસ્વાદમાં રસનો જે કોઈ એક અંશ પ્રધાનરૂપથી પ્રયોજક થાય છે ત્યાં પૃથક્ રૂપમાં એના નામથી ધ્વનિ કહેવાય છે; જેમ કે કોઈ પીણું જુદાં જુદાં દ્રવ્યો વડે તૈયાર કરવામાં આવે અને એની સોડમ(આમોદીનો આસ્વાદ લેતાં કોઈ રસજ્ઞ એમ કહે કે આમાં શુદ્ધ માંસી દ્રવ્યની સોડમ વધારે છે; તેમ, અહીં રસધ્વનિ તો એ જ છે જેમાં મુખ્યપણે વિભાવ, અનુભાવ, વ્યભિચારિભાવના સંયોજનથી ઉત્પન્ન થનાર સ્થાયી(ભાવ)ની પ્રતિપત્તિ(જ્ઞાન)વાળા પ્રતિપત્તા(જ્ઞાતા, સહૃદય)ની સ્થાયીના અંશની ચર્વણાને કારણે જ પ્રકૃષ્ટ આસ્વાદ છે.” આનાં ઉદાહરણો આ ગ્રંથના બીજા અધ્યાયમાં રસાદિની વ્યાખ્યા સમજૂતી આપવાના પ્રસંગે અપાશે. ૨૪૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy