________________
રસાદિ હમેશાં વ્યંગ્ય જ હોય છે.
કાવ્યમાં રસ, ભાવ વગેરે હમેશાં વ્યંગ્ય જ હોય છે અને તે કદાપિ વાગ્યા હોતા નથી એ વાત પર શ્રી હેમચંદ્રાચાર્ય ખૂબ જ ભાર મૂકે છે તે ઉપરોક્ત વૃત્તિ વાંચતાં સ્પષ્ટ થાય છે. રસાદિ ધ્વનિમાં જ વ્યંગ્યાર્થિનું સર્વોપરિ મહત્ત્વ પૂરેપૂરું પ્રતીત થાય છે. કોઈ પણ રસ, ભાવ કે ઊર્મિ વ્યંજનાની મદદ વિના આસ્વાદયોગ્ય બનતી નથી; કારણ, રસ વગેરે કદાપિ શબ્દોથી કહેવાતા નથી; પરંતુ, વિભાવ, અનુભાવ અને વ્યભિચારીભાવના સૌંદર્યોચિત સંયોજનથી તેમનો આસ્વાદ થાય છે. કાવ્યમાં આ વિભાવાદિના વર્ણનથી અને નાટકમાં એ જ વિભાવાદિની સુંદર રજૂઆતદ્વારા જ રસાસ્વાદ સંભવે છે. ટૂંકમાં રસ એ આસ્વાદ કે ચર્વણાનો વિષય છે; શબ્દોથી થતા વિધાન કે નિવેદનનો વિષય નથી. કાવ્યમાં શૃંગાર, વીર વગેરે રસોનો નામથી ઉલ્લેખ કરવામાં આવે, પણ તેમના વિભાવાદિનું બિલકુલ વર્ણન કરવામાં ન આવે તો, એ શૃંગાર, વીર વગેરે રસોનો સહૃદયને આસ્વાદ થતો નથી, રસાનંદ મળતો નથી. આમ, અન્વય તથા વ્યક્તિરેકની પદ્ધતિએ એક જ નિષ્કર્ષ નીકળે છે કે રસાદિ, વિભાવસામગ્રી વડે જ વ્યંજિત થાય છે, સૂચવાય છે.
આ રસધ્વનિ, બીજા ધ્વનિપ્રકારો - દ.ત. વસ્તુધ્વનિ અને અલંકાર ધ્વનિથી ચઢિયાતો છે; બલકે, બધા જ ધ્વનિપ્રકારોમાં રસધ્વનિ સર્વોત્તમ છે. કારણ, જે કંઈ વાચ્ય છે તેને રસધ્વનિ પાછળ પાડી દે છે અને એટલે જ, ઉત્તમ કાવ્યમાં રસધ્વનિનું જ પ્રાધાન્ય હોય છે. અભિનવગુપ્ત, આ કારણથી જ, રસધ્વનિને જ “કાવ્યાત્મા'નું બિરૂદ આપે છે. આ વાત, વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસધ્વનિ એ ત્રણેય ધ્વનિ-પ્રકારોમાં રસધ્વનિનું સર્વોપરિ મહત્ત્વ દર્શાવે છે. ૫૭ કેમ કે, કોઈ પણ સારું કાવ્ય રસહીન હોઈ જ ન શકે. આનંદવર્ધન વારંવાર, ખૂબ જ ભારપૂર્વક કહે છે કે કાવ્યમાં રસ જ સર્વોપરિ છે અને એ સિવાયના કાવ્યઘટકો, રસજમાવટ અને રસચર્વણાને પોષક નીવડે તે માટે જ હોય છે. આ કારણથી જ રસધ્વનિ, વ્યંજના સિવાય બીજી કોઈ વૃત્તિ કે શક્તિથી સૂચિત થઈ શકતો નથી. શ્રી હેમચંદ્રાચાર્યે, પચીસમા સૂત્રની વૃત્તિમાં, ખૂબ જ સંક્ષેપમાં, રસધ્વનિ, હમેશાં વ્યંગ્ય જ હોય છે અને તે કાવ્યમાં સર્વોપરિ મહત્ત્વનો ભંગ્યાર્થ છે એ ખૂબ જ મહત્ત્વનું સાહિત્યશાસ્ત્રીય સત્ય ભારપૂર્વક ઉપસાવ્યું છે.
આનંદવર્ધને રસધ્વનિને અસંલક્ષ્યક્રમધ્વનિનો પ્રકાર ગણ્યો છે(ધ્વ. આ.૨.૩); કારણ, વાચ્યાર્થીની સાથે સાથે જ, રસ વ્યંજિત થાય છે(અક્રમ); જો કે
૨૪૭