________________
રસાદિનો પણ અર્થશક્તિમૂલવ્યંગ્યમાં સમાવેશ છે
પચીસમા સૂત્રનો વિષય છે “રસાદિધ્વનિ'. સૂત્રમાં કહ્યું છે - રાશિ I (૧.૨૫) એટલે કે “રસ વગેરે પણ.” આ સૂત્ર, પૂર્વસૂત્ર(૧.૨૪) સાથે જોડાયેલું છે. ચોવીસમા સૂત્રમાં અર્થશક્તિમૂલવ્યંગ્યની વ્યાખ્યા તથા સમજૂતી આપી છે. ત્યાં અર્થશક્તિમૂલવ્યંગ્યના વસ્તુધ્વનિ અને અલંકાર ધ્વનિ એ ભેદોનું નિરૂપણ કર્યા બાદ, આ સૂત્ર(૧.૨૫)માં ગ્રંથકાર અર્થશક્તિમૂલવ્યંગ્યના રસધ્વનિ કે રસાદિધ્વનિ એ પ્રકારનું નિરૂપણ કરે છે. આમ, અર્થશક્તમૂલવ્યંગ્યના વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસાદિધ્વનિ એ ત્રણેય પ્રકારની ચર્ચા બે સૂત્રો(૧.૨૪; ૧.૨૫) હેઠળ હાથ ધરાઈ છે. આ ચર્ચામાં એ વાત પણ સ્પષ્ટ થઈ છે કે અર્થશક્તિમૂલવ્યંગ્યના આ બધા પ્રકારો પદમાં, વાક્યમાં તેમ જ પ્રબંધમાં પણ થાય છે. આ દૃષ્ટિએ જોતાં, પૂર્વસૂત્ર(૧.૨૪) હેઠળ, ગ્રંથકારે, વસ્તુથી વસ્તુવ્યંગ્ય અને અલંકારવ્યંગ્ય તથા અલંકારથી વસ્તુવ્યંગ્ય અને અલંકારવ્યંગ્ય એ મુખ્ય ચાર પ્રકારોના દરેકના પદમાં, વાક્યમાં તથા પ્રબંધમાં થતા દાખલા આપ્યા છે. પણ ચોવીસમા સૂત્રમાં અર્થશક્તિમૂલયવ્યંગ્યના રસાદિરૂપ પ્રકારનો સમાવેશ કર્યો નથી. કેમ કે, ૧. કાવ્યમાં રસ ધ્વનિનું સર્વોપરિ મહત્ત્વ છે, અને ૨. રસધ્વનિ હમેશાં વ્યંગ્ય જ હોય છે, કદાપિ વાચ્ય હોતો નથી; જ્યારે વસ્તુ અને અલંકાર બંને વાચ્ય પણ હોય છે. એટલે જ ગ્રંથકારે અર્થશક્તિમૂલવ્યંગ્યના રસાદિ પ્રકારનું એના મહત્ત્વને અનુરૂપ, સ્વતંત્ર સૂત્ર(૧.૨૫) વડે નિરૂપણ કર્યું છે. - “રસાદિ' એ સૂત્રનો અર્થ “અલંકારચૂડામણિ વૃત્તિમાં સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે કે, “રસ, ભાવ, રસાભાસ; ભાવાભાસ, ભાવશાંતિ, ભવોદય, ભાવસ્થિતિ, ભાવસંધિ, ભાવશબલ– એ(નવ) અર્થશક્તિમૂલવ્યંગ્યના પ્રકારો છે.(“રસાદિસ્થ એ સૂત્રમાં) જેવ' (ચકાર) આવેલો છે તે (શબ્દ), પદ, વાક્ય અને પ્રબંધમાં પણ આ રસાદિ વ્યંગ્ય થાય છે એ દર્શાવવા માટે પ્રયોજ્યો છે. બીજા વ્યંગ્ય અર્થોથી રસાદિ વ્યંગ્ય-પ્રકારનો અલગ કે સ્વતંત્ર રીતે નિર્દેશ કરવાનું પ્રયોજન એ છે કે રસાદિ અર્થો (હમેશાં) કેવળ વ્યંગ્ય જ હોય છે, તે કદાપિ વાચ્યાર્થપણાને સહી શકતા નથી. આમ, રસ વગેરે હમેશાં વ્યંગ્યરૂપ પ્રધાન અર્થ જ હોય છે એ કહેવાને માટે સ્વતંત્ર રીતે અલગ સૂત્રમાં) રસાદિવ્યંગ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે; જ્યારે, વસ્તુ અને અલંકાર તો વાચ્ય પણ હોય છે.”
૨૪૬