________________
આ ગાથાની સમજૂતીમાં કહ્યું છે કે, આ બધી પાંચજન્ય(શંખ)ની ઉક્તિઓ રુક્મિણીથી વિરહિત કૃષ્ણની ઇચ્છાના ભંગરૂપ અર્થને વ્યંજિત કરે છે.
છેલ્લે, “વિવેકમાં “વિષમબાણલીલામાં આવતા કામદેવના મિત્રસમાગમના પ્રસંગ અંગે વૃત્તિમાં જે કામદેવના “સહચરસમાગમ'ની વાત કરી છે તેનો અર્થ સ્પષ્ટ કરતાં લખ્યું છે કે “કામદેવના મિત્રો, વસંત, યુવાની, દક્ષિણાનિલ વગેરે છે તેમની સાથે સમાગમના પ્રસંગમાં આવતી ઉક્તિઓમાં (અર્થવ્યંજકતાનો દાખલો મળશે) એવો અર્થ સમજવાનો છે; જેમ કે, વિષમબાણલીલા'ની દુમિ એ ગાથા (ઉદા. ૧૫૨) : વાગપતતરેaો નિરંથ વિવેરહિતોપ સ્વનેડા તવ સર્વ પ્રતીદિ મ$િ વિસ્મૃમિ ! એટલે કે, "હું મર્યાદા ઓળંગનારો, - નિરંકુશ તથા વિવેકહીન થઈ જાઉં છું; તોપણ તમારી ભક્તિને સ્વપ્રય ભૂલતો નથી ” આ બધી યુવાનીની ઉક્તિઓ છે તે પોતપોતાના (ભક્તિભાવયુક્ત) સ્વભાવને વ્યંજિત કરે છે.
નોંધવું જોઈએ કે “વિવેકની આ બન્ને ગાથાઓ તથા તેમની સંક્ષિપ્ત સમજૂતી અભિનવગુપ્તની “ધ્વન્યાલોકલોચન' ટીકામાં આપેલી છે. આમાંથી પહેલી ગાથા(ઉદા. ૧૫૧)નો વ્યંગ્યાર્થી વિપ્રલંભશૃંગારરસમાં પર્યવસાન પામે છે. જયારે બીજી ગાથા(ઉદા. ૧૫૨)નો ધ્વનિ પણ રસમાં પર્યવસાન પામે છે.
આનંદવર્ધને ધ્વન્યાલોકમાં(૩.૧૫ની વૃત્તિમાં) “મધુમથનવિજય' તથા પોતાના વિષમબાણલીલા કાવ્યના ઉપરોક્ત બન્ને પ્રસંગોનો નિર્દેશ કર્યો છે. વળી, એ જ સ્થળે ‘યથા પૃથ્રમોમાયુસંવાદી મહાભારતે' એમ કહી, “કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયના ચોવીસમા સૂત્રની વૃત્તિમાં આવતા બધા દાખલાઓનો પૂર્વનિર્દેશ કર્યો છે. પછી, અભિનવગુપ્ત, લોચન'(પૃ. ૩૪૬૩૪૭)માં ઉપરોક્ત બન્ને ગાથાઓ તથા ગીધ તેમ જ શિયાળદ્વારા કહેવાયેલા ત્રણેય શ્લોકો(કા. અ. શા. વૃત્તિ, શ્લો. ૭૮-૮૦) રજૂ કરી એમની સમજૂતી આપી છે. આ જ માહિતી “વિવેકમાં સંકલિત થઈ છે.
આ રીતે અર્થશક્તિમૂલવ્યંગ્યના પદગત, વાયગત અને પ્રબંધગત પ્રકારનું નિરૂપણ પૂરું થાય છે."
હવે, પ્રથમ અધ્યાયના છેલ્લા સૂત્ર (૧.૨૫) દ્વારા રસાદિધ્વનિનું વિવરણ શરૂ થાય છે.
૨૪૫