SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલા ગીધના આ શબ્દો વડે, બાળકના શરીરને ખાઈ જવાની ગીધની ભાવના અહીં સૂચિત થાય છે અને એ જ અહીં વ્યંગ્યાર્થ છે. બીજી બાજુ, શિયાળ પણ પોતાને બાળકનો દેહ ખાવા મળે અને ગીધ રખડી જાય તેવા આશયથી બાળકના સ્વજનોને રાત સુધી થોભી જવાનું કહે છે. આ વાત વૃત્તિમાંના બે શ્લોકો (ઉદા. ૭૯-૮૦)માં રજૂ થઈ છે. ભાવાર્થ છે: “હે મૂર્ખ લોકો, હજી સૂરજ ઢળ્યો નથી. માટે, બાળક તરફનો સ્નેહ દર્શાવીને અહીં રોકાઈ જાઓ. સાંજની અશુભ વેળા વીત્યે કદાચ બાળક જીવેય ખરું. આવા કનકવરણા ગભરુ બાળકને, આ ગીધનાં વચનોથી, તમે નિરાંતે છોડીને જઈ કેમ શકો ?” આમ, રાત્રે બળ જમાવતું શિયાળ, બાળકનાં સ્વજનોને પાછા વાળવાની વાત કરે છે. તેથી શિયાળનો પણ બાળકના દેહને ખાઈ જવાનો હેતુ, તેના શબ્દો પરથી, (વાચ્યાર્થથી) સૂચિત થાય છે તે જ વ્યંગ્યાર્થ છે. આ બધી વસ્તુવ્યંગ્યના દાખલા છે. અર્થશક્તિમૂલવ્યંગ્યના પ્રબંધગત વસ્તુથી વસ્તુવ્યંગ્યના બીજા બે દાખલા ગ્રંથકારે ચોવીસમા સૂત્રની વૃત્તિના અંતમાં નિર્દેશ્યા છે. તેમાં, પ્રાકૃત કવિ વાપતિરાજકૃત “મધુમથનવિજય' કાવ્યમાં આવતી પાંચજન્યની ઉક્તિઓમાં તથા આનંદવર્ધનકૃત “વિષમબાણલીલા કાવ્યમાં આવતા કામદેવના સહચરસમાગમમાં પ્રબંધગત અર્થવ્યંજકતાનાં ઉદાહરણો મળે છે એવો ઉલ્લેખ છે. અહીં ગ્રંથકાર કહે છે કે “આ રીતે જ પ્રબંધમાં વસ્તુથી અલંકાર અને અલંકારથી વસ્તુ અને અલંકાર એવા ત્રણ ભેદો સમજી લેવા” એટલે કે પ્રબંધમાં વસ્તુથી વસ્તુવ્યંગ્યના દાખલા ઉપરોક્ત ત્રણ શ્લોકો (ઉદા. ૭૮, ૭૯ અને ૮૦)થી અપાયા છે અને “મધુમથનવિજય” તથા “વિષમબાણલીલા'ના બે પ્રસંગોમાં પણ વસ્તુથી વસ્તુવ્યંગ્યના જ દાખલા મળે છે. એટલે, પાઠક, પ્રબંધગત વ્યંગ્યાર્થના બાકીના ત્રણ પ્રકારો - ૧. વસ્તુથી અલંકારવ્યંગ્ય ૨. અલંકારથી વસ્તુવ્યંગ્ય તથા ૩. અલંકારથી અલંકારવ્યંગ્યના દાખલા શોધી કાઢવા. હવે વિવેક(પૃ. ૮૧)માં “અધમથનવિજય'માં આવતી પાંચજન્યોક્તિઓમાંથી, ગ્રંથકાર તીતાદ્રઢિ એ ગાથા(ઉદા. ૧૫૧) રજૂ કરે છે लीलादंष्ट्राग्रोद्व्यूढसकलमहीमंडलस्यैवाद्य । कस्मात् मृणालभरणमपि तव તેડફે I અર્થાતું”રમતાં રમતાં દાઢમાં પકડીને આખી પૃથ્વીને ઉપર લઈ આવનારાએવા તમારજ અંગમાંઆ કમળની દાંડીનું આભૂષણ કેમ ભારે બને છે?” ૨૪૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy