________________
હવે ગ્રંથકાર વૃત્તિમાં, અલંકારથી પદમાં અલંકાર સૂચવાય છે તેનું ઉદાહરણ (૭૬) તુન્હ વહૃદ૧૦ એ ગાથા વડે આપે છે. ગાથાનું સંસ્કૃત રૂપ આવું છે : तव वल्लभस्य प्रातरासीदधरो म्लानकमलदलम् । इति नववधूः श्रुत्वा करोति वदनं महीसंमुखम् ॥
નવવધૂને જ્યારે કોઈ કહે છે કે ‘તારા પ્રિયતમનો અધર(નીચલો હોઠ) સવારે ક૨માઈ ગયેલા કમળની પાંખડી જેવો હતો' ત્યારે, એ સાંભળી, તેનું મોં જમીન તરફ નમી જાય છે. આ ગાથાના ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે કે અહીં ‘મ્હાનકમલદલ’ એ રૂપક વડે ‘કરમાયેલાપણું’ બીજી રીતે સમજી શકાતું નથી તેથી ‘તેં એને વારંવાર ચુંબનો કર્યાં' એવું અનુમાન અલંકાર વ્યંગ્ય થાય છે. આ દાખલામાં પદગત રૂપક અલંકાર વડે અનુમાન અલંકાર વ્યંગ્ય થાય છે.
આમ
હવે પછીના શ્લોક(ઉદા. ૭૭)માં વાક્યમાં અલંકાર વડે અલંકાર સૂચિત થાય છે. ‘સ વમ્’॰ એ વિષ્ણુના એક અવતાર હયગ્રીવની સ્તુતિ છે. તેમાં નિદર્શના અલંકાર વડે હયગ્રીવના ગુણો અવર્ણનીય છે એવો અર્થ દર્શાવતો અને તે ગુણોનો અસામાન્ય વિશેષ પ્રકાશિત કરતો આક્ષેપ અલંકાર વ્યંગ્ય બને છે એવી ગ્રંથકારે વૃત્તિમાં સ્પષ્ટતા કરી છે.
ગ્રંથકાર હવે અર્થશક્તિમૂલવ્યંગ્યાર્થ પ્રબંધમાં સૂચવાયો હોય તેનો દાખલો(ઉદા. ૭૮) વૃત્તિમાં રજૂ કરે છે અનં સ્થિત્ના... વગેરે.
મહાભારતના શાંતિપર્વના એકસો બાવનમા અધ્યાયના ‘ગૃધ્રગોમાયુસંવાદ’ એટલે કે ગીધ અને શિયાળના સંવાદમાં આ શ્લોક(૭૮) આવે છે. મમ્મટે પણ ૭૮-૮૦ સુધીના શ્લોકો, ‘અર્થશક્તિથી ઉદ્ભવતો વ્યંગ્ય પ્રબંધમાં' એના દાખલા તરીકે રજૂ કર્યા છે. શ્લોકાર્થ છે : ‘ગીધ અને શિયાળોથી ભરપૂર આ સ્મશાનભૂમિમાં તમે ઊભા રહો નહીં. મરણ પામલો કોઈ પણ માણસ અહીં ફરીથી જીવતો થતો નથી.’
આ શ્લોક વિશેના ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે કે ‘દિવસે જેનું બળ ચાલે છે તેવો ગીધ, મડદાને બાળવા આવેલા લોકોને સ્મશાનમાંથી રવાના કરી દેવા માટે આ વચનો બોલે છે.’
કોઈ બાળકનું મદડું લઈને સૂર્યાસ્તવેળાએ આવેલા સ્વજનોને ગીધ આ શબ્દો કહે છે. ગીધ મડદાને દિવસે જ ફાડી ખાઈ શકે એટલે તે બાળકના સ્વજનોને સ્વાર્થી હેતુથી સાંજ પહેલાં જતા રહેવાની સલાહ આપે છે. પ્રબંધમાં
૨૪૩