________________
પદમાં અલંકારથી વસ્તુવ્યંગ્ય થવાનો મુદો “વિવેક'(પૃ. ૭૯)માં પણ ઉપસ્થિત કરીને ગ્રંથકારે કહ્યું છે કે, જ્યાં ઉપમા વગેરે વાચ્ય અલંકારો વડે વસ્તુ સૂચવાય તે આ પ્રકારના વ્યંગ્યના દાખલા છે. આ વિષયમાં, વિરોધાલંકાર વડે વસ્તુવ્યંગ્યનો દાખલો વૃત્તિમાં (ઉદા. ૭૪) વૂતાં રીવર્તમ્ એ ઉદાહરણમાં રજૂ કર્યો છે; જ્યારે ઉપમા અલંકારથી વસ્તુવ્યંગ્યનો દાખલો ઉપર રજૂ થઈ ચૂકેલો શિવળિ' (વિવેક, ઉદા. ૧૪૨) એ શ્લોક છે. અહીં ‘તવાધરપાટલમ્
એ પદમાં સમાસોપમા વડે નાયિકાના અધરને ચૂમવારૂપ અભિલાષ એ વસ્તુવ્યંગ્ય - છે. રૂપકાલંકાર વડે પદમાં વસ્તુવ્યંગ્ય થવાનું ઉદાહરણ(૧૫૦) વઢિયમાન એ ગાથા છે. આ ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે :
मर्दितमानसकाञ्चनपंकजनिर्मथितपरिमलौ यस्य ।
अखण्डिदानप्रसरौ बाहुपरिधौ एव गजेन्द्राः ॥ અર્થાત્ “જે (રાજાના) બળવાન હાથીઓ શત્રુઓનાં મનરૂપી સુવર્ણકમળોને કચડી નાખવાને લીધે તેમનો પરિમલ(યશ) ફેલાવનારા તેમ જ અવિરત દાન(હાથીનો મદ) આપવા પ્રસરેલા બાહુપરિઘો જેવા છે.”
આ ગાથા ધ્વન્યાલોક(૨.૨૧ની વૃત્તિ)માં મળે છે. અહીં રૂપકની મદદ આવતો શ્લેષ અલંકાર છે. બન્ને અલંક્ષરો - રૂપક તથા શ્લેષ વાચ્ય છે અને તે વસ્તુને વ્યંજિત કરે છે. આ દાખલામાં બાહુને પરિઘનું (લોખંડના દંડનું) રૂપ આપવાથી થતા રૂપક અલંકારથી બે બહુ ઉપરાંત ગજ, અશ્વ વગેરે સરંજામ એ રાજાને માટે જરૂરી નથી એ વસ્તુવ્યંગ્ય સૂચવાય છે. વાચ્ય અલંકારથી વસ્તુવ્યંગ્યના આવા બીજા દાખલા મળી રહેશે.
વૂતાં રાવર્તનમ્ એ વૃત્તિગત ઉદાહરણ(૭૪)માં છા' (ક્ષણ) પદ આવે છે. એને લઈને વિવેકમાં એ ઉદાહરણનું વિવરણ આપ્યું છે. અહીં “ક્ષણ” કે “છ” એટલે ઉત્સવ એવો અર્થ છે અને “ક્ષણપ્રસરમહાઈમનોહરસુરામોદ એ વાક્યનો અર્થ છે – “મોંઘેરા ઉત્સવના પ્રચારથી મનોહર કામદેવનો જેના પર ચમત્કાર છે તેવું (મુખ). ‘મુખના પણ અહીં બે અર્થ છે ૧. મોટું ૨. પ્રારંભ. એ મુખ/પ્રારંભ સુરામોદથી મુક્ત થાય છે. વસંતના આરંભે કામદેવ હૃદય પર સવાર થાય છે. “મુખ સુર(કામદેવ)ના આમોદ(ચમત્કાર)થી યુક્ત છે એ એક અર્થ અને “મુખ સુરાની સુગંધથી યુક્ત છે' એ બીજો અર્થ. આમ “મનોહર સુરામોદ દ્વિઅર્થી છે. કુસુમબાણે (કામદેવે) વસંતઋતુનો આરંભ(મુખ), સમર્પિત ન થયેલ હોવા છતાં, પકડી લીધો. આ આરંભ તથા મુખ બને સુરામોદયુક્ત” છે.
૨૪૨