________________
ચોવીસમા સૂત્રની વૃત્તિમાં આપેલો પુત્રધન એ શ્લોક વાક્યમાં વસ્તુ વડે સૂચવાતા અલંકારવ્યંગ્યનો દાખલો (ઉદા. ૭૩) છે. આ શ્લોકમાં “પુત્રોના મરણના અસહ્ય શોકથી સંતપ્ત વસિષ્ઠ અગ્નિપ્રવેશ કર્યો પણ ઠંડી લાગતાં તે નદીમાં પડતું મૂક્યું એ વસ્તુરૂપ વાક્યર્થ છે એના વડે, પુત્રોના શોરૂપી અગ્નિ, બહારના અગ્નિ કરતાં ઘણો વધારે પીડાકાર હોય છે એવો વ્યતિરેક અલંકાર સૂચવ્યો છે. આમ અહીં વ્યતિરેક અલંકારધ્વનિ છે.
હવે પછીના ઉદાહરણ(૭૪)માં આપેલી ગૂગંરવયંસંએ હરિવિજયની ગાથામાં, અલંકાર વડે પદમાં વસ્તુધ્વનિ સૂચવાયો છે. આ ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે :
चूतांकुरावतंसं क्षणप्रसरमहाधमनोहरसुरामोदम् ।
असमर्पितमपि गृहीतं कुसुमशरण मधुमासलक्ष्म्या मुखम् ॥ અર્થાત્ ”આંબાની મંજરીનાં આભૂષણ ધારણ કરતું અને મોંઘેરા ઉત્સવના પ્રચારને લીધે મનહર સુરામોદવાળું, વસંતલક્ષ્મીનું, તેણે જાતે આગળ ન ધરેલું એવું, મુખ પણ કામદેવે પકડી(ચૂમી) લીધું.”
આ શ્લોકમાં સમર્પિતમપિ' એ શબ્દમાં વિરોધાલંકાર વાચ્ય છે. તેના વડે ‘વસંતઋતુ વખત જતાં જયારે પુરબહારમ હશે ત્યારે શું થશે?” એ પ્રકારનું વસ્તુવ્યંગ્ય સૂચવાયું છે. આ શ્લોક ધ્વન્યાલોકના ત્રીજા ઉદ્યોત(૩.૧)માં પણ મળે છે. ત્યાં આનંદવર્ધને કહ્યું છે કે, “અહીં “આપ્યા વગર જ કહીને નાયિકાની નવોઢાવસ્થા સૂચવી છે. તેથી કામદેવે બાલાત્કારે ચુંબન કર્યું એવો વ્યંગ્યાર્થ થાય છે.”
હવે અલંકાર વડે વસ્તુધ્વનિનું વાક્યગત ઉદાહરણ (૭૫) દ્વિર્તિા એ ગાથામાં સાંપડે છે : “હર્તિાનામોદ્યતે તે ન સમપતિ | મનસ્વિનીનાં માનઃ વડનગીત રૂવ યાત્ ' અર્થાત્ પ્રિયતમ ગાઢ આલિંગન માટે એકદમ તૈયાર થતાં તે મનસ્વિની સ્ત્રીનું અભિમાન, દબાઈ-કચડાઈ જવાની બીકે, હૃદયમાંથી જલદીથી ખસી ગયું જતું રહ્યું).’
અહીં વાક્યના વાચ્યાર્થમાં ઉભેલા અલંકાર છે. તેના વડે સ્ત્રીએ નિઃસંકોચભાવે સામું આલિંગન આપ્યું એવું વસ્તુવ્યંગ્ય સૂચવાય છે. - આ ગાથા કાવ્યપ્રકાશ(૪.૪૦ની વૃત્તિ)માં ઉદ્ધત થયેલી છે. ત્યાં ટિપ્પણમાં મમ્મટે કહ્યું છે કે આ દાખલામાં (વાચ્ય) ઉન્મેલા અલંકારથી સ્ત્રીએ આપેલું સારું આલિંગન ઇત્યાદિ ખૂબ જામે છે એ વસ્તુ વ્યંજિત થાય છે.
૨૪૧
૧૬