________________
(વિવેક, ઉદા. ૧૪૯) તથા તેના પરની આનંદવર્ધનની સંપૂર્ણ વૃત્તિ રજૂ કરી, વસ્તુ વડે સૂચવાતો અલંકાર’ એ વિષયની ચર્ચા સમાપ્ત કરે છે. ઉદા. ૧૪૯ની ગાથાનું સંસ્કૃત રૂપ છે -
जायेये वनोद्देशे कुब्ज एव पादपः शटितपत्रः । | મી મારે તો ત્યારસો રદ્રશ ||
અર્થાત્ જેનાં પાંદડાં ખરી ગયાં છે તેવું કૂબડું વૃક્ષ થઈને હું ભલે વનપ્રદેશમાં જન્મ. પણ મનુષ્યલોકમાં કેવળ ત્યાગમાં જ મગ્ન (આપવામાં જ આનંદ પામનાર) દરિદ્ર થઈને તો નહિ જ જન્મે.”
“આ શ્લોકમાં દાનમાં જ કેવળ આનંદ પામતા દરિદ્ર માણસના જન્મને વખોડવાનું તથા ખરેલાં પાંદડાંવાળાં કૂબડા વૃક્ષના જન્મને વખાણવાનું એ બન્ને સાક્ષાત્ શબ્દથી કહેવાતા અર્થ(વાચ્યાર્થ) છે. એવા ઝાડ કરતાં પણ એવો પુરુષ વધારે શોચનીય છે એવું, ઉપમાન-ઉપમેયભાવની પ્રતીતિપૂર્વક, આપણે વ્યંજનાથી સમજીએ છીએ.” એમ વૃત્તિમાં આનંદવર્ધને કહ્યું છે. પણ વિવેકમાં, આ શ્લોક (ગાય)નું વિવરણ, આરંભની છ લીટી અભિનવગુપ્તની ‘લોચન' ટીકાની તથા પછીની ત્રણ લીટી આનંદવર્ધનની ઉપર સ્પાર્થપૂર્વક રજૂ કરેલી વૃત્તિની, એમ બે ગ્રંથોમાંથી ઉદ્ધત થયેલું છે. ઉપર ધ્વન્યાલોકની વૃત્તિનો અંશ રજૂ કર્યો છે તેથી હવે વિવરણના આરંભની છ લીટીમાં અભિનવગુપ્ત કરેલું વિવેચન સંક્ષેપમાં જોઈએઃ “છાયા પણ ન આપી શકે તેવા અને જ્યાં અનેક વૃક્ષોની સંપત્તિ છે ત્યાં વનના ગહન ખૂણે કૂબડા વૃક્ષ તરીકે હું જન્મ એવો ભાવ છે. પણ મનુષ્યલોકમાં
જ્યાં યાચકો સુલભ છે અને માણસ યાચકોને જુએ, યાચકો એને જુએ છતાં કશું આપી કરી શકાય નહીં એ જ મોટી આપત્તિ. આ શ્લોકમાં કોઈ જ વાચ્યાલંકાર નથી.” અભિનવનાં આ વચનો સાથે ઉપરની આનંદવર્ધનની વૃત્તિ જોડતાં, નાયેયે એ ગાથા વ્યક્તિરેકધ્વનિનો સારો દાખલો બની રહે છે. આ ગાથા(ઉદા. ૧૪૯)ના વિવરણની સમાપ્તિ એ “વસ્તુ થી અલ કાર સૂચવતા' અર્થશક્તિમૂલવ્યંગ્યના વિષયની ચર્ચાની સમાપ્તિ પણ બને છે; કેમ કે, આ સ્થળે, પર્વમવેડનિંRI: ચંતિયાણૂઠા: રૂતિ અર્થાતુ “આ પ્રમાણે બીજા અલંકારોનેય વ્યંગ્યરૂપે જાણી શકાય એવા શબ્દો વડે ગ્રંથકારે ચર્ચા પૂરી કરી છે. યોગાનુયોગે, આનંદવર્ધને પણ યથાસંગધ્વનિનો દાખલો આપીને
વમળતા થાયોમાં યોગનીયા:' એટલે કે “આ પ્રમાણે બીજા અલંકારોય યથાયોગ્ય રીતે (વ્યંગ્યરૂપે) સમજી લેવાએમ કહીને સમાપન કર્યું છે.
૨૪)