SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગાથામાં વાચ્યકક્ષાએ ભમરાને કરેલું સંબોધન પ્રસ્તુત છે જે મુગ્ધા નાયિકાના શબ્દોમાં રજૂ થયું છે. પણ પ્રિયતમની સાથે બગીચામાં ફરતી નાયિકાના શબ્દોનો મુખ્યાર્થ પૂરો થાય છે તે પછી તે મુખ્યાર્થ કે વાચ્યાર્થના બળે બીજો અર્થ પ્રતીત થાય છે તે એ કે માલતી જેવી સુકુમાર, પરિમલયુક્ત કુલવધૂ, નિર્મળ પ્રેમને લીધે, બનાવટી વૈદધ્યથી નામાંકિત બનેલાં અને વેશ્યારૂપી કંટકોથી સભર, દૂર સુધી સુગંધ ફેલાવતાં કેતકીના વનરૂપ વેશ્યામંદિરોમાં આમતેમ રઝળતા પ્રિયતમને ઉપાલંભ (ઠપકો) કરે છે. આમ અહીં અપ્રસ્તુતપ્રશંસા વ્યંગ્યકક્ષાએ છે અને તેથી જ આ ગાથા અપ્રસ્તુતપ્રશંસાધ્વનિનું ઉદાહરણ છે. - વિવેકમાં હવે રજૂ થતો શ્લોક(ઉદા. ૧૪૮) પણ લોચન(પૃ. ૨૭૫)માંથી વિવરણસહિત અહીં ઉદ્ધત કર્યો છે. અભિનવગુપ્ત કહે છે કે “અપતિધ્વનિ'ને દાખલો અમારા ઉપાધ્યાય ભટ્ટરાજનો “યાના પુત્ર ' એ શ્લોક જ છે. શ્લોકાર્થ સંક્ષેપમાં આ પ્રમાણે છે : “હે નતાંગી સુંદરી ! ચંદ્રમાં જે કાળો ડાઘ(કલંક) છે તે તો વિરહિણી સ્ત્રીઓનાં બળતાં ચિત્તમાં વસવાથી જેનાં અંગો તપી ગયાં છે એ કામદેવ સંતાપ દૂર કરવા અંગો પ્રસારીને પડ્યો છે (તે છે).” અહીં ચન્દ્રના કલંકનો, કામદેવના ફેલાયેલા શરીરરૂપે, અપહૃનવ(છુપાવવું તે) ધ્વનિત થાય છે. પણ કવિએ ચંદ્રકલંકનો નિષેધનો અર્થ શબ્દો વડે વાચ્ય કર્યો નથી; એટલે આ અપહૃતિઅલંકાર વ્યંગ્ય છે. અભિનવગુપ્ત કહે છે તેમ આ શ્લોકમાં સસંદેહધ્વનિ છે કેમ કે ચંદ્રમાં જે કલંક છે તે શું છે તે કવિએ કહ્યું નથી. વળી, અહીં, ‘પ્રતિવસ્તૃપમાધ્વનિ પણ છે. હેમચન્દ્રાચાર્યે નિદર્શનાધ્વનિ” એવો પાઠ રાખ્યો છે. “તારી કુચકલશશોભા અને ચંદ્રની શોભા એકસાથે(સદ) જ કામવૃદ્ધિ કરે છે એમ અહીં સહોક્તિધ્વનિ પણ છે. વળી ‘તારા કુચ જેવો ચંદ્ર છે; તારુ કુચ ચંદ્ર જેવા છે' એમ અહીં ઉપમાધ્વનિ છે. એમ આ શ્લોકમાં બીજા પ્રભેદો પણ જોઈ શકાય. કેમ કે મહાકવિઓની વાણી આ બાબતમાં કામધેનુરૂપ છે. કારણ કે – દેતાપ વર્લ્ડ અર્થાત્ "કોઈકની રમત અણચિંતવ્યો ફળ આપે છે; કોઈની મહેનત રજમાત્ર ફળ આપતી નથી. દિગ્ગજોનું રુવાંડું ફરકે તો ધરા ધ્રુજી ઊઠે છે; (પણ) ભમરો આકાશમાંથી પડે તોય નાની વેલી પણ નથી હાલતી.” (વિવેક પૃ. ૭૮, અવતરણ-૨૩). લોચન'કારનાં આટલાં ઉદાહરણો વિવેકમાં રજૂ કર્યા પછી ગ્રંથકાર ધ્વન્યાલોકમાંથી વ્યતિરેકથ્વનિનો એક દાખલો – નાણM વજુણેએ ગાથા ૨૩૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy