SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરની ગાથા(વિવેક ઉદા. ૧૪૫)માં ‘નનુ’ એ વિતર્ક તથા ઉત્પ્રેક્ષાસૂચક શબ્દ છે એટલે ત્યાં અસંબદ્ધતાનું નિરાકરણ થઈ ગયું છે એવું કોઈ માને તો આ શ્લોક (ત્રાસì:) રજૂ કરવાથી સ્પષ્ટ થાય છે કે ‘ઇવ' વગેરે કોઈ પણ શબ્દ અહીં નથી છતાં ઉત્પ્રેક્ષા ધ્વનિત થાય છે. મૃગ ક્યાંય સ્થિર ન થયો કેમ કે તેની સર્વસ્વભૂત નેત્રશોભા જ સ્ત્રીઓએ કાન સુધી ખેંચેલાં નેત્રરૂપી બાણોથી હણાઈ ગઈ હતી. આ પણ અસંબદ્ધ હોય એમ કોઈ શંકા કરે તો ધ્વનિકાર જવાબ આપે છે ઃ ના, કેમ કે રાજ્વાર્થવ્યવહારે હિ પ્રસિદ્ધિરવ પ્રમાળમ્. અર્થાત્, શબ્દ તથા અર્થના ઉપયોગમાં પ્રસિદ્ધ જ પ્રમાણ છે. એટલે કે, ઉપરનાં ઉદાહરણોમાં ઉત્પ્રેક્ષાનો અર્થ પ્રતીત થાય છે કે નહીં તેનો પુરાવો એકમાત્ર સહૃદયોની પ્રતીતિ જ છે. આ સહૃદયોને ઉત્પ્રેક્ષા પ્રતીત થતી હોય તો અસંબદ્ધતાનો પ્રશ્ન જ નથી રહેતો. હવે વિવેકમાં દીપકધ્વનિનો દાખલો (ઉદા. ૧૪૭) ૨જૂ થાય છે - મા મન્વન્તર્... ઇત્યાદિ. આ શ્લોક અભિનવગુપ્તની ધ્વન્યાલોક-લોચન’ ટીકા(પૃ. ૨૭૪)માંથી, વિવરણવાક્ય સાથે, અહીં રજૂ થયો છે. ઉપમાધ્વનિ, અર્થાન્તરન્યાસધ્વનિ અને ઉત્પ્રેક્ષાધ્વનિનાં ત્રણ ઉદાહરણો(વૃત્તિ ૭૦, વિવેક૧૪૩-૧૪૬) ધ્વન્યાલોકમાંથી રજૂ કર્યા પછી, ગ્રંથકાર, બે ઉદાહરણો(૧૪૭૧૪૮) તથા વિવેચન, લોચનમાંથી રજૂ કરે છે. પણ પછી ઉદા. ૧૪૯ ધ્વન્યાલોક(૨.૨૭ની વૃત્તિ)માંથી અહીં ઉદ્ધૃત કરે છે. મા ભવન્તમ્ એ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે : ’’હે વૃક્ષ, લતાની સાથે તારું કલ્યાણ થાઓ. તને ન અગ્નિ, ન પવન, ન મદોન્મત્ત હાથી કે ન પરશુ અથવા ન ઇન્દ્રના હાથમાંથી નીકળેલું વજા પણ (બાધારૂપ થઈ પડો).’’ દીપકધ્વનિના દાખલારૂપ આ શ્લોકનું લોચન(પૃ. ૨૭૪)માં વિવરણ કરતાં અભિનવગુપ્ત લખે છે કે, ‘અહીં બાધારૂપ (ન) થઈ પડો' એ ગોપ્યમાન દીપક(અલંકાર)થી જ વૃક્ષ કવિને અત્યંત પ્રિય છે તેની પ્રતિપત્તિ થતાં જ ચારુતાની નિષ્પત્તિ થાય છે.’’ (વિવેક પૃ. ૭૭) હવે અપ્રસ્તુતપ્રશંસાધ્વનિનો અન્યોક્તિરૂપ દાખલો ઢુદ્ધુન્તો॰ એ ગાથા, (વિવેક પૃ. ૭૭) વડે આપે છે. આ ગાથાનું સંસ્કૃત રૂપ છે : વૈષયન્મરિસિ कष्टककलितानि केतकीवनानि । मालतीकुसुमेन समं भ्रमर भ्राम्यन् न प्राप्स्यसि ॥ અર્થાત્ ’’હે ભમરા ! કાંટાળાં કેતકીવનોમાં શોધ કરતો તું આમ જ મરી જઈશ. પણ માલતીના ફૂલ જેવું બીજું કંઈ પણ રખડવા છતાં તને નહિ મળે.” ૨૩૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy