SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫)માં.” કુન્તકે આ શ્લોક પ્રતીય માનો...ક્ષાના દષ્ટાંત તરીકે ઉદ્ધત કર્યો છે. (વ. જી. ૩ શ્લો ૧૩). આ રીતે “ધ્વન્યાલોક' (૨.૨૭ની વૃત્તિ)માંથી જ, અભિનવગુપ્તના વિવરણ(લોચન પૃ. ૨૭૧) સાથે, બીજી એક ગાથા વિવેકમાં ઉદાહરણ(૧૪૫) તરીકે પ્રસ્તુત થઈ છે. એ ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે – ईर्ष्याकलुपस्यापि तव मुखस्य नन्वेष पूर्णिमाचन्द्रः । अद्य सदृशत्वं प्राय अङ्ग ऐव न माति ॥ ' અર્થાત્ 'ઈર્ષ્યાથી કલુષિત એવા પણ તારા મુખની સમાનતા પામીને આજે આ પૂનમનો ચંદ્રમાં પોતાના શરીરમાં સમાતો નથી.” ૧ વિવેક(પૃ. ૭૬)માં ઉદ્ધત અભિનવગુપ્તના વિવરણ(લોચન પૃ. ૨૭૧)માં આ ગાથા અંગે આ પ્રમાણે સમજૂતી અપાઈ છે : “ઈર્ષાપિત (મુખની) પણ એટલે જે (મુખ)ની છાયા કંઈક લાલ થઈ છે તે મુખની (સમાનતા પામીને). જો પ્રસન્ન મુખની સદા સમાનતા પામે તો શું થાય ? તારું મુખ આવું થશે એ તો કલ્પનામાંય ન આવી શકે – એમ “અપિ” શબ્દનો ભાવાર્થ છે. અંગમાં એટલે પોતાના શરીરમાં નથી સમાતો; કેમ કે તે દશે દિશાઓમાં ફેલાય છે. અદ્ય એટલે આજે, એક જ (પૂનમના) દિવસ માટે. અહીં પૂર્ણચન્દ્ર વડે દિશાઓનું ભરાવું સ્વતઃસિદ્ધ છે તે આમ ઉન્મેલાથી સૂચવાય છે.” ઉન્મેક્ષાધ્વનિના ઉપરોક્ત ઉદાહરણમાં ઉભેલાવાચક “ઇવ’ શબ્દ વિના પણ ઉભેલા સમજાય છે. એવું જ બીજું ઉદાહરણ, “શિશુપાલવધ’(પ. ૨૫)નો આ શ્લોક બની રહે છે : ત્રાસી ત: પરિતપન પરિતો નિતીન... ઇત્યાદિ. વિવેકમાં ઉદાહરણ(૧૪૬) તરીકે આપેલો આ શ્લોક ધ્વન્યાલોક(૨.૨૭ની વૃત્તિ)માં આ જ સંદર્ભમાં રજૂ થયો છે. શ્લોકાર્થ છે : ”ભયથી વ્યાકુળ બનેલો મૃગ આજુબાજુનાં મકાનો પાસેથી દોડ્યું જતો હતો ત્યારે તેની પૂંઠે કોઈ ધનુર્ધારી પુરુષ પડ્યો ન હતો; આમ છતાં, સુંદર સ્ત્રીઓ વડે કાન સુધી ખેંચીને મરાયેલાં બાણોથી જેની આંખની કાંતિ હણાઈ ગઈ છે એવો તે મૃગ ક્યાંય થોભ્યો નહીં.” આ શ્લોકમાં ઇવ’ જેવો કોઈ જ ઉભેક્ષાવાચક શબ્દ પ્રયોજાયો નથી, તેમ છતાં, સ્ત્રીઓના નયનબાણથી હતપ્રભ નેત્રવાળો એ મૃગ દોડતો જ રહ્યો એવી ઉ...ક્ષાનો અર્થ વ્યંગ્ય થાય છે. અભિનવગુપ્ત કહે છે કે “ઈર્ષ્યાક લુષિતસ્ય એ ૨૩૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy