SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગાથાનો વ્યંગ્યાર્થ સમજાવતાં આનંદવર્ધન વૃત્તિમાં કહે છે કે અહીં તો વાચ્યવિશેષથી બહુજ્ઞ માણસ અપરાધી હોય છતાં તેના પર ગુસ્સો થઈ શકતો નથી.” એવો વાચ્ય સાથે સંબદ્ધ, પણ વાચ્યથી ભિન્ન સામાન્ય અર્થ મુખ્યત્વે વ્યંજનાથી પ્રકાશિત થાય છે અને તે વાચ્યવિશેષનું સમર્થન કરે છે. વિવેકમાં આ ગાથાનું અભિનવગુપ્ત કરેલું વિવેચન પણ “લોચન' ટીકા(પૃ. ૨૬૮)માંથી રજૂ કર્યું છે. અભિનવગુપ્ત કહે છે કે “નાયિકાએ ગુસ્સો હૃદયમાં સંઘર્યો છે પણ બહાર પ્રગટ કર્યો નથી. છતાં એને પ્રસન્ન કરી રહેલા નાયકને એ કહે છે કે “હે બહુશ ! તું અપરાધી છે છતાં તારા પર રોષ કરવો અશક્ય છે.” અહીં બહુજ્ઞ' એ શબ્દ સંબોધન હોઈ વિશેષ વાચ્યાર્થ આપે છે. પછી વિચાર કરતાં એ વિશેષ અર્થમાંથી બધા બહુજ્ઞોને લાગુ પડતો સામાન્ય અર્થ વ્યંગ્ય બને છે. એ જ ચમત્કાર પેદા કરે છે. ખંડિતા નાયિકા, નાયકની ચતુરાઈથી મનાવી. લેવાયેલી બનીને, નાયકને છણકો કરીને કહે છે કે જે કોઈ બહુશ હોય છે તે ચાલાકીથી, અપરાધી હોવા છતાં પોતાના અપરાધીપણાને છુપાવે છે એવું નકામું ગુમાન તું સેવીશ નહીં. આમ અહીં વિશેષ (વાચ્ય) અર્થનું સામાન્ય (વ્યંગ્ય) અર્થ વડે સમર્થન થાય છે તેથી આ ગાથમાં વ્યંગ્ય અલંકાર અર્થાન્તરન્યાસ થાય છે. “વિવેક'માં ઉભેંક્ષાધ્વનિના ઉદાહરણ(૧૪૪) તરીકે, “વન્દ્રનામ' એ શ્લોક રજૂ કર્યો છે તે પણ આનંદવર્ધનની વૃત્તિ સાથે ધ્વન્યાલોક(૨.૨૭ની વૃત્તિ)માંથી ઉદ્ધત કર્યો છે. શ્લોકનો અર્થ છે : "ચંદનના ઝાડને વીંટળાયેલા સાપોના નિઃશ્વાસને કારણે મૂર્શિત થયેલો મલયાનિલ (દક્ષિણપવન) વસંત ઋતુમાં (વિરહી) મુસાફરોને મૂચ્છ પમાડે છે.” આ શ્લોક પર ટિપ્પણી કરતાં આનંદવર્ધન કહે છે કે, ”અહીં વસંતઋતુમાં મલયપવન વિરહી મુસાફરોને મૂચ્છ પમાડે છે તે તેમની અંદર કામેચ્છા ઉત્પન્ન કરીને જ સિદ્ધ કરે છે અને તે પવન પોતે ચંદનવૃક્ષને વીંટળાઈને પડેલા સાપોના ઝેરથી મૂચ્છ પામેલો છે એવી કવિએ ઉભેક્ષા કરી છે. આ રીતે, આ શ્લોકમાં, ઉ—ક્ષા શબ્દથી સીધેસીધી ન કહેવાયેલી હોવા છતાં, વાક્યર્થના બળે સંલક્ષ્યક્રમવ્યંગ્યરૂપે પ્રતીત થાય છે. અહીં એમ કહી શકાય એમ નથી કે આવા શ્લોકમાં (ઉ...ક્ષાવાચકો) “ઇવ' વગેરે શબ્દોનો પ્રયોગ થયો નથી તેથી વાક્યમાં અસંબદ્ધતા જ રહે છે; કેમ કે, બીજાં ઉદાહરણોમાં પણ ઇવ' વગેરેનો પ્રયોગ ન હોવા છતાં ઉભેક્ષાનો અર્થ વ્યંગ્ય બને છે જ; જેમ કે, ફુસીનુએ ગાથા(વિવેક ઉદા. ૨૩૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy