________________
‘વતિ હિ DિI TU ન વસ્તુપુ !' હવે પછીનું ઉદાહરણ(૭૨) – ‘ધરાણ રમ' વસ્તુ વ અલંકારરૂપ વ્યંગ્યાર્થ સૂચવે છે. આ જાણીતી પ્રાકૃત ગાથાનું સંસ્કૃત રૂપ છેઃ
___ धीराणां रमते धुसणारुणे न तथा प्रियास्तनोत्संगे ।
दृष्टी रिपुगगजकुम्भस्थले यथा बह लसिन्दूरे ॥ અર્થાત્ 'શૂરવીરોની દષ્ટિ, દુમનના પુષ્કળ સિંદૂરથી યુક્ત હાથીના ગંડસ્થળ પર જેટલી રમ્યા કરે છે તેટલી કેસરથી લાલ બનેલા પોતાની પ્રિયાના સ્તનાગ્ર પર રમ્યા કરતી નથી.”
વૃત્તિમાં આ શ્લોક પર ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે અહીં ધીરાણામ્' (શૂરવીરની) એ માત્ર વસ્તુરૂપ પદ(શબ્દ)નો અર્થ, સ્તનો અને (હાથીના) ગંડસ્થળ વચ્ચેના ઉપમા અલંકારને વ્યંજિત કરે છે. આ ગાથા ધ્વન્યાલોક(૨.૨૭ની વૃત્તિ)માં ઉપાધ્વનિના ઉદાહરણરૂપે રજૂ થઈ છે. તેનું વિવરણ કરતાં અભિનવગુપ્ત કહે છે કે, “શણગાર સજેલી પ્રિયતમાના કુચકલશ સાથે શત્રુના હાથીઓના ગંડસ્થળની જે તુલના છે તે ધીરપણા - વીરપણાના અતિશયનો ચમત્કાર પેદા કરે છે. તેથી અહીં ઉપમાનું જ પ્રાધાન્ય છે.”૫૪
વસ્તુ વડે અલંકાર સૂચવાતો હોય તેવાં બીજાં કેટલાંક વધુ ઉદાહરણો (૧૪૩-૧૪૯), ‘વસ્તુનોડ«ારત્વમ્' એ વૃત્તિના શબ્દો લઈને, વિવેક(પૃ. ૭૫-૭૯)માં આપવામાં આવ્યાં છે. અહીં, આરંભમાં “વસ્તુ વડે ઉપમા વગેરે અલંકારો સૂચવાય છે – વ્યંજિત થાય છે એમ સમજવાનું છે એમ કહી ગ્રંથકાર ઉમેરે છે કે ઉપમા ધ્વનિનો દાખલો થાળ' એ ગાથા વડે વૃત્તિમાં(ઉદા. ૭૨) રજૂ કર્યો છે. હવે વસ્તુ વડે, અર્થાન્તરન્યાસ અલંકાર સૂચવાય છે તેનો પદગત દાખલો “
દિયમનું.' એ ગાથા(ઉદા. ૧૪૩) છે. આ ગાથા ધ્વન્યાલોક(૨.૨૭ની વૃત્તિ)માં “અર્થાન્તરન્યાયધ્વનિ'ના ઉદાહરણ તરીકે રજૂ થઈ છે. તેનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે –
हृदयस्थितमन्युं खलु अरुष्टमुखीमपि मां प्रसादयन् ।
अपराद्धस्यापि न खलु ते बहुज्ञ रोषितुं शक्यम् ॥ “મેં ગુસ્સાને હૃદયમાં રાખ્યો છે; મોં પર રોષ દાખવ્યો નથી. છતાં તું મને મનાવવા મંડ્યો છે. તે બહુજ્ઞ, તે અપરાધ કર્યો છે છતાં તારા પર રોષ કરવાનું મારે માટે શક્ય બનતું નથી.”
૨૩પ