SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ ”લક્ષ્મીના સહોદર એવા કૌસ્તુભમણિમાં તલ્લીન થયેલા હૃદયવાળા રાક્ષસોનું હૃદય, કામદેવે, પુષ્પનાં બાણ મારીને, તેમની પ્રિયાના પાકા બિંબફળ જેવા લાલ હોઠોમાં આસક્ત કર્યું.” આનંદવર્ધનના ‘વિષમબાણલીલાની આ મૂળ ગાથા, ધ્વન્યાલોક(૨.૨૭ની વૃત્તિ)માં ઉદ્ધત થયેલી છે. એમાં “કુસુબબાણેન'(પુષ્પનાં બાણવાળા કામદેવે) એ શબ્દ પુષ્પ જેવા કોમળ બાણવાળા કામદેવના નાજુક ઉપાયનું સૌંદર્ય અસરકારક રીતે સૂચવે છે - એવું ગ્રંથકારે આ શ્લોક વિશે ટિપ્પણ કર્યું છે. આનંદવર્ધનકૃત વિષમબાણલીલા' કાવ્યમાં કામદેવ અસુરો પર વિજય મેળવે છે તેને લગતું ઉપરોક્ત પદ્ય ધ્વન્યાલોક(૨.૨૭ની વૃત્તિ)માં ઉપસાધ્વનિના ઉદાહરણ તરીકે રજૂ થયું છે. તેનું ‘લોચન' ટીકામાં અભિનવગુપ્ત આ પ્રમાણે વિવરણ કર્યું અને એ જ “વિવેકીમાં વિવરણ તરીકે પ્રસ્તુત થયું છે : "જે પાતાલવાસી અસુરોએ ઇન્દ્રને વારંવાર કનડવારૂપ અનેક કાર્યો કર્યા છે તેમના, અતિ દુષ્કર નિશ્ચયથી અડગ અને કઠોર એવા હૃદયને કામદેવે બીજે પરોવ્યું. અસુરોનું એ હૃદય લક્ષ્મીનાં સહોદર અને તેથી અનન્ય મહત્તાવાળાં રત્નો(કૌસ્તુભમણી વગેરે) ઝૂંટવી લેવામાં તંત્પર છે. તેને અત્યંત સુકુમાર એવા પુષ્પોરૂપી બાણ વડે કામદેવે, તેમની પ્રિયતમાઓના પાકેલા બિંબફળ જેવા (લાલ) હોઠોમાં આસક્ત કર્યું. અર્થાત્ તેમનું જે હૃદય દેવોને જીતવાની ઇચ્છારૂપી અગ્નિથી ખૂબ જ પ્રજવલિત હતું તેને (કામદેવે), પ્રિયાના બિંબધિરના અવલોકન, પરિચુંબન તેમ જ દર્શન માત્રથી કૃતકૃત્ય થતું બનાવ્યું.” - હવે ગ્રંથકાર વસ્તુ વડે સૂચવાતું વસ્તુ, વાક્યમાં હોય તેનું ઉદાહરણ(૭૧) તાપી નૈયમ' એ શ્લોક વડે આપે છે: “આ તાપી નદી નથી જ.” અથવા ખરેખર પાસે હોવાથી ઊછળતા મોજાં વડે અવાજ કરતા આ તે (તાપી)ના કિનારા નથી. અથવા હું કોઈ બીજો જ છું કે પછી હાલતી બગલીઓવાળું એ પાણી જ નથી – જે (પાણી) પલ્લીપતીની (પેલી)દીકરી સ્નાન માટે આવી હતી ત્યારે હતું.” અર્થાત્ પ્રિયજનના અભાવે તાપી નદી, તેનું પાણી, કિનારા બધું જ નીરસ લાગે છે. આ શ્લોક પરના ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે કે, "અહીં વાક્યાર્થથી વસ્તુમાત્ર વડે ‘જે વ્યક્તિ પ્રિય હોય તેનાથી જ વસ્તુ મનોહર લાગે છે; આપમેળે નહીં એ વસ્તુરૂપ વ્યંગ્યાર્થ સૂચિત થાય છે. અહીં, ભારવિના આ શબ્દો સાંપ્રત જણાય છે : ૨૩૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy