________________
કવિની પ્રૌઢોક્તિ કે કલ્પનાથી જ આસ્વાદ્ય બને છે. આનું છઠ્ઠા અધ્યાયમાં જાતિ' (સ્વભાવોક્તિ) અલંકારનું નિરૂપણ કરતાં વવેચન કરીશું. (પણ) કાવ્યનો કવિ જ સર્જક છે અને વક્તા છે. કાવ્ય કવિ જ સર્જે છે તેથી કાવ્યના બધા જ અર્થો કવિના જ છે. એટલે (અર્થશક્તિમૂલ વ્યંગ્ય) અર્થના “સ્વત સંભવી” અને કવિનિબદ્ધવન્દ્રપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ એ બે પ્રકારો ગણાવવા ન જોઈએ - ‘પણ કવિપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ એ એક જ પ્રકાર માનવો જોઈએ.”૫૩ કવિની કલ્પના લલિત સાહિત્યનું સર્વસ્વ છે
અર્થશક્તિમૂલવ્યંગ્યની ઉપરોક્ત ચર્ચા, ચોવીસમા સૂત્ર(૧.૨૪) પરની હેમચન્દ્રાચાર્યની વૃનિમાં પ્રગટ થયેલા મંતવ્યનું હાર્દ સમજવામાં આપણને મદદરૂપ બને છે. હેમચન્દ્રાચાર્ય સ્પષ્ટપણે માને છે કે અર્થશક્તિમૂલવ્યંગ્યના ભેદો અસ્થાને છે, અનુચિત છે; કેમ કે બધા જ વ્યંગ્ય પ્રકારોમાં - કાવ્યમાત્રમાં કવિની કલ્પના અનુયૂત હોય છે જ. કુદરતી પદાર્થ પણ, કલ્પનાના સ્પર્શ વિના, વર્ણવવામાં આવે તો તેમાં કંઈ પણ સૌદર્ય - ખાસ કરીને કાવ્યના આત્મારૂપ વ્યંગ્ય સૌંદર્ય પ્રતીત થાય એમ માનવું મુશ્કેલ છે. એ જ પ્રમાણે, કવિએ નિર્મેલા પાત્ર દ્વારા અર્થ સૂચવવો એ પણ કવિની કલ્પના કે પ્રતિભાની જ દેન છે જે કવિને કલ્પનાસમૃદ્ધ વિચારો અને વચનોની શક્તિ અર્પે છે. એટલે, વિશેષ પિષ્ટપેષણ કરવાની શી જરૂર છે ?
આથી જ, મુખ્યત્વે મમ્મટની જેમ અર્થશક્તિવ્યંગ્યના ભેદ-પ્રભેદ કલ્પવાની તેમ જ અલ્પાંશે આનંદવર્ધનની તથા અભિનવગુપ્તની જેમ સ્વતઃસંભવી વગેરે બે કે ત્રણ પ્રકાર માનવાની હેમચન્દ્રાચાર્ય ના પાડે છે અને કવિપ્રૌઢોક્તિ સિવાયના પેટાભેદોનો અસ્વીકાર કરે છે.
આમ છતાં, શ્રી હેમચન્દ્રાચાર્યે અર્થશક્તિમૂલવ્યંગ્યના વસ્તુ અને અલંકાર એ પ્રકારોનાં ઉદાહરણો આપ્યાં છે. આમ ૭૦થી ૭૦ સુધીનાં પદ્ય વડે ગ્રંથકારે અર્થશક્તિમૂલવ્યંગ્યના વસ્તુગત તથા અલંકારગત પ્રકારો સમજાવ્યા છે.
આમ વૃત્તિમાંના ઉદા. ૭૦માં વસ્તુ વડે સૂચવાતો વસ્તુધ્વનિ સમજાવ્યો છે “તા' એ પ્રાકૃત પદ્યમાં, કામદેવે રાક્ષસોને કેવી રીતે મહાત કર્યા તેનું વર્ણન છે. આ પદ્યનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે –
तत्तेषां श्रीसहोदररत्नाहरणे हृदयमेकरसम् । बिम्बाधरे प्रियाणां निवेशितं कुसुमबाणेन ॥
૨૩૩