SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ એ ઉત્તમ સિદ્ધિ નિર્વિઘ્ન તથા શ્રેષ્ઠ સિદ્ધિ આપનારાં શ્રીપર્વત વગેરે જે સ્થળો તપને માટે જાણીતાં છે તે પણ આપી શકે નહીં. વળી, દેવોના હજાર કલ્પો પણ પરિમિત સમય જ છે તેથી આવું શ્રેષ્ઠ ફળ ન આપી શકે. દુનિયામાં પંચાગ્નિસેવન વગેરે અનેકવિધ તપ પ્રસિદ્ધ છે; તે પણ આવું ઉત્તમ ફળ આપે તેવું જાણ્યું નથી. અહીં ‘તવ” (તારો) એ શબ્દ જુદો મૂક્યો છે (તવ અધરપાટલ.) એનો “અધર' શબ્દ સાથે (સ્વધરાનમ્ એ રીતે) સમાસ કર્યો હોત તો ત્યાં “અધર’ મુખ્યપણે પ્રતીત થાત; પણ ‘તારો' એ પદ ગૌણભાવે સમજાત. એટલે “તારા અધર જેવું લાલ” એ ઉક્તિમાં તારો, (તવ) એ પદ જુદું પાડ્યું છે, જેથી ‘તારો” એ શબ્દ પ્રધાનપણે પ્રતીત થાય અને સમજાય કે તારો અધર બીજી અનેક સુંદરીઓના અધર કરતાં ચાર ચાસણી ચઢે છે અને બિંબફળ બીજી સ્ત્રીના અધર જેવું લાલ નથી; પણ તારા અધર જેવું લાલ છે, ઉત્કૃષ્ટ છે. આ અર્થ જ “તવ દશતિ: ‘તારા (હોઠ જેવા લાલ બિંબફળને) ચૂગે છે” એ ઉક્તિ સાથે સંગત છે (જે સમાસ વડે પ્રતીત ન થાત). એને ચૂગવું એ મહાસિદ્ધિ છે. આથી જે કેટલાક કહે છે કે શ્લોકના છંદના બંધારણને કારણે કવિએ ‘ત્વદધરપાટલમ્' એવો સમાસ નથી કર્યો એ વાત ખોટી છે. “રશતિ' (‘સે છે') એટલે (અહીં) અવિચ્છિનપણે આસ્વાદ લે છે; ખાઉધરાની માફક બીજાને આરોગી જતો નથી. પણ અહીં એ રસન્ન છે એમ; એ બિંબફળની પ્રાપ્તિની જેમ જ, એની રસજ્ઞતા પણ તપના પ્રભાવથી જ છે. શુકશાવક' કે “પોપટનું બચ્ચું કહ્યું છે તેનો અર્થ એ કે તે યુવાનીને યોગ્ય ફળ પામ્યો છે તે પણ તપના પ્રભાવને જ આભારી છે. આ શ્લોકમાં) પ્રેમી નાયકનો (નાયિકાના અધર પાનનો) ગુપ્ત અભિલાષ, વૈદગ્દધ્યપૂર્વકની ચાટૂક્તિ વડે વ્યંજિત થાય છે અને નાયિકાની રતિ(પ્રેમ)નું ઉદીપન કરવાનો હેતુ આ ચાસૂક્તિથી સરે છે.” આ રીતે શિખરિણી'એ શ્લોકમાં કવિએ કલ્પેલા - નિર્મિત કરેલા પાત્ર- - યુવાન નાયકની ઉક્તિ વડે, નાયિકાના બિંબફળ જેવા હોઠને ચૂમવાની નાયકની શંગારોત્પાદક અભિલાષા વ્યંગ્ય બને છે. તેથી આ શ્લોક કવિનિબદ્ધવકતૃપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ અર્થશક્તિમૂલવ્યંગ્યનું સુંદર ઉદાહરણ બન્યો છે. આ ચર્ચાનું સમાપન કરતાં હેમચન્દ્રાચાર્ય કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ મહત્વનું અવલોકન કરતાં કહે છે કે, ”અર્થશક્તિમૂલવ્યંગ્યના ઉપરોક્ત ત્રણ પ્રકારોનાં ઉપર આપેલાં ત્રણેય ઉદાહરણોમાં પ્રૌઢોક્તિ કે કવિની કલ્પનાનો વિલાસ જ વસ્તુનો ભંજક બનીને આસ્વાદાય છે. સ્વભાવ કે વસ્તુનું નૈસર્ગિક સ્વરૂપ પણ , ૨૩૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy