SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવગુપ્ત આ ગાથાનો મર્મ ‘લોચન' ટીકામાં સમજાવ્યો છે તે જ અહીં ‘વિવેક'માં ઉદ્ધત કરવામાં આવ્યો છે : “આ ગાથામાં, ચેતન વસંત, અનંગનો (કામદેવનો) મિત્ર, માત્ર (બાણ) સજાવે છે પણ હજી આપતો નથી – એ પ્રમાણે, સમર્પિતવ્ય' એવા વસ્તુનું અર્પણ કરવા કુશળ ઉક્તિ વડે, આંબાને મહોરવનાર વસંતની (આરંભ)દશા આલેખી છે અને તેથી, “હજી તો બાણ અર્પણ નથી કર્યા ત્યાં જ કામદેવ આટલો ઉન્માદક છે, તો પછી જ્યારે એ બાણ, કામદેવ ધનુષ્ય પર ચઢાવીને મારશે ત્યારે તો એ કેવો ઉત્પાત મચાવશે?”આમ, કામદેવના ઉત્પાદન આરંભ ધીમે ધીમે વધુ ને વધુ ગાઢ અને તીવ્ર બનતો વ્યંજિત થાય છે.” આનંદવર્ધને અર્શક્તિમૂલવ્યંગ્યના ત્રીજા પ્રકાર તરીકે “કવિનિબદ્ધવક્તપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ વ્યંગ્યાર્થિનું બે ઉદાહરણો સાથે, વિવરણ કર્યું છે તેમાં પ્રથમ ઉદાહરણ છે “fશ áરી નું નામ વિરમું' એ સુંદર શ્લોક. આ સમગ્ર વિવરણ, પ્રસ્તુત ઉદાહરણ સાથે, ‘વિવેક'(પૃ. ૭૩)માં આપવામાં આવ્યું છે અને તેના ઉપરની લાંચન’ ટીકાનો સંબંદ્ધ ખંડ પણ “વિવેકમાં રજૂ થયો છે. પણ, “કવિપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ પ્રકારનો અર્થ સમજાવીને પછી ઉદાહરણવિવરણ આપવામાં આવ્યું છે; જ્યારે વિનિબદ્ધવન્દ્રપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ એ પ્રકારનો માત્ર નામનિર્દેશ કરીને જ હેમચંદ્રાચાર્યે પ્રથમ, ઉપરોક્ત શિખરિણી કવ નુ નામ' એ ઉદાહરણ-શ્લોક (૧૪૨) રજૂ કર્યો છે અને પછી ‘લોચન'માંથી વિવરણ રજૂ કર્યું છે. શિખરિણી કવ નુ નામદ’. એ શ્લોક ધ્વન્યાલોકના પ્રથમ ઉદ્યોતની તેરમી કારિકાની વૃત્તિમાં વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિ એટલે કે અભિધામૂલધ્વનિના ઉદાહરણ તરીકે પણ રજૂ થયો છે. ત્યાં ધ્વનિના અવિવક્ષિતવાચ્ય એટલે લક્ષણામૂલધ્વનિ અને વિવક્ષિતા પરવાચ્યધ્વનિ એટલે અભિધામૂલધ્વનિ એ વા બે પ્રકાર બતાવ્યા છે અને પહેલા પ્રકાર(લક્ષણામૂલધ્વનિ)ના ઉદાહરણ તરીકે “સુવર્ણપુખમ્' એ મહાભારતનો શ્લોક અને બીજા પ્રકાર (અભિધામૂલધ્વનિ)ના ઉદાહરણ તરીકે “fશરી ' એ શ્લોક રજૂ કર્યો છે. આ શ્લોકનો ભાવ આ પ્રમાણે છે: "હે તરુણી, આ પોપટના બચ્ચાએ (શુકશાવકે) કયા પર્વત પર જઈને, કેટલા વખત સુધી, કયું તપ કર્યું હતું જેને લીધે એ તારા અધર જેવા લાલ બિંબફળને સ્વાદથી ચૂગી શકે છે ?” આ શ્લોકનું “ધ્વન્યાલોક - લોચન'(પૃ. ૧૩૮)માં અભિનવગુપ્ત આપેલું વિવરણ વિવેક(પૃ. ૭૩)માં પૂરેપૂરું પ્રસ્તુત થયું છે. અભિનવ કહે છે કે ”(પોપટનું બચ્ચું નાયિકાના અધર જેવા લાલચટ્ટાક બિંબફળને સ્વાદપૂર્વક ચૂમવા સમર્થ બને છે) ૨૩૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy