________________
ચર્ચા, મૂળ ક્રમમાં જ, એક પછી એક, સોદાહરણ લોચન સહિત, ઉદ્ધત કરી છે. આ રીતે જોતાં, ધ્વન્યાલોકનું ‘વિવેક'માં આપેલું અવતરણ બરાબર ધ્યાનમાં આવે છે અને હેમચન્દ્રાચાર્યનો પૂરક માહિતી આપવાનો શ્રમ સાર્થક બને છે.
સ્વતસંભવી' પ્રકારના ઉદાહરણ
શિgિfપજી'ની “વિવેકમાં રજૂઆત કરતાં ગ્રંથકાર (સ્વતસંભવી ય:) ન કેવલં ભણિતિવશેનૈવાભિનિષ્પન્નશરીર, યાવબહિરપ્પૌચિત્યેન સંભાવ્યમાનસદ્ભાવ ઇત્યર્થ એવા શબ્દો પ્રયોજ્યા છે તે ધ્વન્યાલોક(૧.૨૪ની વૃત્તિ)માં મળે છે - પણ ત્યાં વાક્યનો ઉત્તરાર્ધ છે તે “વિવેક'માં પૂર્વાર્ધ છે અને ત્યાં જે પૂર્વાર્ધ છે તે વિવેકમાં ઉત્તરાર્ધ છે. એ વાક્યમાં “સ્વત સંભવી' પ્રકારની સમજૂતી આ પ્રમાણે છે – “સ્વતસંભવી” પ્રકાર એ છે જે કેવળ ઉક્તિવૈચિત્રને લીધે જ નિષ્પન્ન ન થયો હોય, પણ જેનું અસ્તિત્વ બહાર - કાવ્યની બહાર, જગતમાં, પણ ઔચિત્યપૂર્વક સંભવે છે.” આનું એક ઉદાહરણ છે કાલિદાસના કુમારસંભવનો જાણીતો શ્લોક -
ऐवं वादिनी दैवर्षों पाश्वे पितुरधोमुखी । लीलाकमलपत्राणि गणयामास પાર્વતી કુ. સં. ૬.૮૪) અર્થાત્ દેવર્ષિ(રદ) જે વખતે તેના પિતાને) આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે પિતા(હિમાલય)ની પાસે ઊભેલી પાર્વતી, નીચું જોઈને, લીલાકમલની પાંદડીઓ ગણવા લાગી અને બીજું ઉદાહરણ છે ‘સિદિfપછM૩૨/૦' એ પ્રાકૃત ગાથા; જેનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે : . सिखिपच्छिकर्णपूरा जाया व्याधस्य गर्भवती भ्रमति ।
मुक्ताफलरचितप्रसाधनानां मध्ये सपत्नीनाम् ॥ અર્થાત્ ”મોરનું પીંછું કાનમાં (આભૂષણરૂપે) ખોસીને શિકારીની નવી વહુ(વ્યાધવધુ), મોતીના હાર પહેરીને મહાલતી શોક્યોની વચ્ચે, ગર્વથી ફરે છે.”
વિવેક(પૃ. ૭૨)માં આ પદ્યનો ભંગ્યાર્થ, અભિનવગુપ્તની ધ્વન્યાલોકલોચન ટીકા ઉદ્ધત કરીને સ્પષ્ટ કરવામાં આવ્યો છે” શિકારી તેની નવી પત્નીમાં એવો આસક્ત છે કે તે માત્ર નજીકમાં મળી આવતા અને સહેલાઈથી મારી શકાય તેવા મોરનો શિકાર કરવાની જ ફુરસદ કે શક્તિ ધરાવે છે. પણ એ જ શિકારી જ્યારે તેની જૂની પત્નીઓના પ્રેમમાં હતો ત્યારે તે હાથીઓના શિકારે પણ જવાની ફુરસદ ધરાવતો હતો. આ શબ્દોથી નવી પત્નીનું ઉત્તમ સૌભાગ્ય કહેવાયું છે. જૂની પત્નીઓ વિવિધ શૈલીથી ટાપટીપ કરતી એ બતાવે છે કે તેમનો સમય
૨ ૨૯