SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવગુપ્તની “લોચન' ટીકાના વિવરણાત્મક અંશો સાથે, ઉદ્ધત કરી છે અને આગળ વધેલા જિજ્ઞાસુ અભ્યાસીને, ઐતિહાસિક તથા તુલનાત્મક રીતે ઉપયોગી માહિતી પૂરી પાડી છે એ નોંધવું જોઈએ. અર્થશક્તિમૂલના ત્રણ ભેદોની સમીક્ષા ધ્વન્યાલોક(૨.૨૪)માં અર્થશક્તિમૂલધ્વનિના પ્રથમ બે પેટાભેદ દર્શાવ્યા છે તેમાં પહેલો પેટાભેદ “પ્રૌઢોક્તિમાત્રનિષ્પન્નશરીર” છે અને બીજો પેટભેદ સ્વતસંભવી છે. આથી કારિકાની વૃત્તિમાં પણ પ્રૌઢોક્તિની ચર્ચા પહેલાં મળે છે અને એ ચર્ચા દરમિયાન “પ્રૌઢોક્તિ” હેઠળ “કવિનિબદ્ધપ્રૌઢોક્તિમાત્રનિષ્પનશરીર” અને “કવિનિબદ્ધવક્તપ્રૌઢોક્તિમાત્રનિષ્પન્નશરીર’ એવા બે પેટભેદ બતાવીને, બન્નેનાં એકએક ઉદાહરણો આપ્યાં છે. પ્રથમ, કવિની પ્રૌઢોક્તિથી સંભવતા પ્રકારના ઉદાહરણરૂપે “ને સહિષાસો' એ ગાથા (વિવેકમાં ઉદા. ૧૪૧) રજૂ કરી છે અને પછી, કવિએ નિર્મલા વક્તા કે પાત્રની પ્રૌઢોક્તિથી સંભવતા પ્રકારના ઉદાહરણરૂપે બે શ્લોક છે તેમાં પ્રથમ વખત ગુનામ' એ સુપ્રસિદ્ધ સુંદર શ્લોક રજૂ કર્યો છે અને છેલ્લે, “સ્વતસંભવી એ પ્રકારના ઉદાહરણરૂપે શિપિચ્છfપૂરી' એ પદ્ય રજૂ કર્યું છે. અભિનવગુપ્ત “લોચન”માં આ ત્રણેય પેટાપ્રકારોનું તથા ત્રણેત્રણ ઉદાહરણ પદ્યનું સરસ વિવરણ પણ આપ્યું છે(વાંચો “લોચન' પૃ. ૨૫૪-૨૫૬). આમ, “ધ્વન્યાલોકમાં તથા “લોચન'માં અર્થશક્તિમૂલધ્વનિના ત્રણ પ્રકારો નિરૂપાયા છે : ૧. કવિપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ ૨. કવિનિબદ્ધવક્તપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ અને ૩. સ્વતસંભવી અને એ જ ક્રમમાં એ પ્રકારોનું વિવરણ થયું છે. અહીં સૂત્ર ચોવીસ પરની ‘વિવેક વ્યાખ્યામાં આનંદવર્ધન તથા અભિનવગુપ્તની સમગ્ર ચર્ચા સમાવી લેવામાં આવી છે; પણ, કેમ કે, હેમચન્દ્રાચાર્યે ચોવીસમા(૧.૨૪) સૂત્રની વૃત્તિમાં પ્રથમ “સ્વત સંભવી” એ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે અને તે પછી બીજા ક્રમે “કવિપ્રૌઢોક્તિમાત્રનિષ્પન્નશરીર’ એ પ્રકારનો અને છેલ્લે “કવિનિબદ્ધવન્દ્રપ્રૌઢોક્તિમાત્રનિષ્પન્નશરીર’ એ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે, તેથી, વૃત્તિમાં ત્રણેય પ્રકારોનો ક્રમ, ધ્વન્યાલોકના ક્રમથી જુદો પડી જાય છે. એટલે ગ્રંથકારે “વિવેક'માં ધ્વન્યાલોક(૨.૨૪)ની વૃત્તિ, ફેરફાર સાથે, ઉદ્ધત કરી છે. એટલે કે, પહેલાં “સ્વતસંભવી' પ્રકારની સોદાહરણ, લોચન સહિત ચર્ચા ઉદ્ધત કરી છે અને પછી “કવિપ્રૌઢોક્તિ'ની તથા “કવિનિબદ્ધવક્તપ્રૌઢોક્તિની ૨૨૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy