________________
અર્થ કે સુંદર ધ્વનિ ઉત્પન્ન કરવા સક્ષમ હોય છે. વસ્તુતઃ કોઈ પણ સુંદર સાહિત્યિક સર્જન માટે કવિપ્રૌઢોક્તિ એ આવશ્યક પૂર્વજરૂરિયાત છે. હેમચન્દ્રાચાર્યે કરેલા અર્થશક્તિમૂલવ્યંગ્યના નિરૂપણની આનંદવર્ધન તેમજ મમ્મટના નિરૂપણ સાથે તુલના
આનંદવર્ધને “ધ્વન્યાલોક' (૧.૨૪ તથા વૃત્તિ)માં તથા મમ્મટે કાવ્યપ્રકાશ(ઉ. ૪. ૩૯-૪૧)માં અર્થશક્તિમૂલધ્વનિના સ્વતસંભવી વગેરે ત્રણ મુખ્ય પ્રકારો નિરૂપ્યા છે; જ્યારે હેમચન્દ્રાચાર્યે એ વિભાજનને અયોગ્ય ઠેરવ્યું છે અને એ ત્રણ પ્રકારોને, સાહિત્ય અને સૌંદર્યશાસ્ત્રની દૃષ્ટિએ, અમાન્ય કર્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે આનંદવર્ધને તથા મમ્મટે સ્વતસંભવી વગેરે જે પ્રકારો વર્ણવ્યા છે તે બધામાં, હેમચન્દ્રાચાર્યના મતે, કવિની બળવાન કલ્પના સર્વસામાન્ય અને આવશ્યક ગુણધર્મ તરીકે હોવી જરૂરી છે. કવિની કલ્પનાથી અનુપ્રાણિત થઈ ન હોય તેવી કોઈ પણ વાસ્તવિક વસ્તુ, એ ગમે તેટલી સાચી કે સારી હોય તોપણ, લલિત સાહિત્યમાં સ્થાન પામી શકે જ નહીં. શ્રી હેમચન્દ્રાચાર્યના આ મૂલ્યવાન અભિપ્રાયનો રણકો માણિકયચંદ્રની “કાવ્યપ્રકાશ' પરની સંકેત ટીકામાં પણ સંભળાય છે. જગન્નાથ પણ “રસગંગાધર'માં ઉપરોક્ત વિભાજની ટીકા કરે છે; પણ “સ્વતઃસંભવી એ પ્રથમ પ્રકારનો સ્વીકારે છે. જગન્નાથના મતે, બીજા બે પ્રકારો એક જ શીર્ષક હેઠળ સમાવી લેવી જોઈએ. અર્થશક્તિમૂલધ્વનિના વિભાજન અંગે શ્રી હેમચન્દ્રાચાર્યનો સ્વતંત્ર અને મૌલિક દૃષ્ટિકોણ
આપણે જોઈ શક્યા કે અર્થશક્તિમૂલવ્યંગ્યના વિભાજન અંગે શ્રી હેમચંદ્રાચાર્યે સ્વતંત્ર મત વ્યક્ત કર્યો છે અને એવો આગ્રહ સેવ્યો છે કે દરેક અર્થ “પ્રૌઢોક્તિ કે કવિની સર્જકકલ્પનાથી પ્રાણવાન બનવો જોઈએ. આથી, આચાર્યશ્રીએ મમ્મટાદિ પૂર્વાચાર્યોના વિભાજનનો અસ્વીકાર કર્યો છે અને ‘વિવેક વ્યાખ્યામાં(પ. ૭૪ પર) ચોવીસમા સૂત્રની વૃત્તિના ‘વં પ્રપન' એ શબ્દો પર ટિપ્પણ કરતાં કહ્યું છે કે, આ રીતે ભેદ-પ્રભેદનો વિસ્તાર કરવાથી તો અભ્યાસીને મૂંઝવણ જ થશેઃ પર્વ હિ મેતરિત્વને શિષ્યવ્યામોદ વ સંપઘાત રૂત્વર્થઃ |
આમ છતાં, હેમચન્દ્રચાર્ય વિવેક(પૃ. ૭૨-૭૩)માં ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતની ચોવીસમી કારિકા(૧.૨૪)ની સંપૂર્ણ વૃત્તિ, ઉદાહરણો સાથે તથા
૨૨૭