SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. કારણ કે ‘પ્રૌઢોક્તિથી નિર્મિત' એટલું જ માત્ર કહેવાથી હેતુ સરે છે અને પ્રૌઢોક્તિ વિનાના પોતાની મેળે સંભવતા(સ્વતઃસંભવી) વચનની પણ કંઈ જ કિંમત નથી. વળી, કવિપ્રૌઢોક્તિ કહો કે કવિનિબદ્ધપ્રૌઢોક્તિ કહો - આ બેમાં ફરક નથી. તો પછી નકામા ભેદ-પ્રભેદ પાડવાનો શો અર્થ ?’ .સંક્ષેપમાં વ્યંગ્યાર્થનો આ પ્રકાર અર્થની શક્તિ પર નિર્ભર હોય છે, તેથી તે અર્થશક્તિમૂલ વ્યંગ્ય કહેવાય છે. એમાં વસ્તુ અને અલંકાર વડે વસ્તુ અને અલંકાર વ્યંજિત થાય છે તે પદ, કાવ્ય અને સમગ્ર કાવ્ય(પ્રબંધ)માં મોજૂદ હોય છે. વૃત્તિમાં દર્શાવ્યા મુજબ અર્થશક્તિમૂલવ્યંગ્યના નીચે પ્રમાણે પેટાભેદો થાય છે : ૧. વસ્તુ કે વિચારમાત્રથી સૂચવાતો વસ્તુધ્વનિ; ૨. અલંકાર વડે સૂચવાતો વસ્તુધ્વનિ; ૩. વસ્તુ વડે સૂચવાતો અલંકારધ્વનિ; અને ૪. અલંકાર વડે સૂચવાતો અલંકારધ્વનિ. વળી, આ દરેક પેટાભેદ પદ, વાક્ય કે પ્રબંધમાં સંભવે છે. ઉલ્લેખપાત્ર છે કે મમ્મટે પણ કાવ્યપ્રકાશ(૪.૩૯,૪૦ અને ૪૧)માં અર્થશક્તિમૂલવ્યંગ્યના બાર ભેદો નિરૂપ્યા છે. પણ, મમ્મટે, સૌપ્રથમ્ર, અર્થશક્તિમૂલવ્યંગ્યના આ ત્રણ મુખ્ય ભેદો દર્શાવ્યા છે ઃ ૧. સ્વતઃસંભવી (જેમાં સમગ્ર અર્થ સ્વાભાવિક કે સ્વયંભૂ હોય છે); ૨. કવિપ્રૌઢોક્તિસિદ્ધ (જે કવિની બળવાન કલ્પનાથી સમૃદ્ધ શબ્દોને કારણે સંભવે છે); અને ૩. કવિનિબદ્ધવકતૃપ્રૌઢોક્તિમાત્રનિષ્પન્નશરીર (જે કવિએ સર્જેલા પાત્રની બળવાન કલ્પનાથી સમૃદ્ધ શબ્દોને લીધે સંભવે છે). પણ હેમચન્દ્રાચાર્યે આવા ભેદ-પ્રભેદ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે(કા. અ. ૧.૨૪ની વૃત્તિ). અર્થશક્તિમૂલવ્યંગ્યના મમ્મટે પાડેલા ત્રણ મુખ્ય પ્રકારોની શ્રીહેમચન્દ્રાચાર્યે કરેલી આલોચના ચોવીસમા સૂત્ર(૧.૨૪)ની વૃત્તિમાં શ્રીહેમચન્દ્રાચાર્યે, અર્થશક્તિમૂલવ્યંગ્યના ત્રણ ભેદો પાડનાર ગ્રંથકારોની ઉગ્ર ટીકા કરતાં જણાવ્યું છે કે, સાહિત્યમાં આ પ્રકારનાં વર્ગીકરણો કરવાનો અભિગમ અજુગતો છે, અયોગ્ય છે; આથી, સ્વતઃસંભવી વગેરે ત્રણ પ્રકારો અસ્વીકાર્ય છે. કારણ કે, કવિની ઉન્નત કલ્પનાથી સમૃદ્ધ શબ્દો વિના સાદો, સ્વાભાવિક વિચાર પણ સુંદર લાગતો નથી. એટલે જ, ‘કવિપ્રૌઢોક્તિ’ કે કવિની પ્રગલ્ભ કલ્પના જ, વસ્તુમાં કે અલંકારમાં, રમણીય ૨૨૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy