________________
છે. એટલે કે “પૃથ્વીનાં સુવર્ણ-પુષ્પો ત્રણ પુરુષો વીણે છે – એક, શૂરવીર, બીજો, વિદ્વાન; અને ત્રીજો જે સેવા કરી જાણે છે તે.” આ શ્લોકમાં પૃથ્વીને સોનાનાં પુષ્પો હોય છે એવો જે વાચ્યાર્થ છે તે બંધબેસતો ન હોવાથી બાધિત થાય છે. તેથી સાદૃશ્યને કારણે સુવર્ણ પુષ્પો એટલે પુષ્કળ સંપત્તિ અને વીણવી એટલે સરળતાથી પ્રાપ્ત કરવી એવો અર્થ લક્ષણાથી લેતાં સમગ્ર શ્લોકાર્થ એવો થાય છે કે પૃથ્વીની અઢળક સંપત્તિ, શૂરવીર, વિદ્વાન અને સેવકને, સહેલાઈથી પ્રાપ્ત થાય છે. આથી એ ત્રણેય ધન્યવાદને પાત્ર છે(પ્રશંસાપાત્ર છે) એવો વ્યંગ્ય અર્થ એ અહીં લક્ષણાનું પ્રયોજન છે. આ શ્લોકમાં શબ્દ પ્રધાનપણે વ્યંજક છે, પણ અર્થ તેનો સહાયક બને છે. અહીંયા અભિધા, તાત્પર્ય, લક્ષણા અને વ્યંજના ચારેય વ્યાપારો કાર્યરત છે એ અભિનવગુપ્ત દર્શાવ્યું છે. આમ આ ટૂંકા પણ સુંદર શ્લોકમાં સુંદર નાયિકાના કુચકલયુગલની માફક, શૂર, કૃતવિદ્વાન અને સેવકનું પ્રાગટ્ય, શબ્દથી વાચ્ય ન થતું હોઈ, ગોચમાન છે તે ધ્વનિત થાય છે. અર્થશક્તિમૂલ વ્યંગ્યની વ્યાખ્યા તથા સમજૂતી
શબ્દશક્તિમૂલ વ્યંગ્યનું નિરૂપણ કર્યા બાદ, “કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયના ચોવીસમા સૂત્ર(૧.૨૪)માં શ્રી હેમચન્દ્રાચા અર્થશક્તિમૂલ વ્યંગ્યની વ્યાખ્યા આપી છેઃ વસ્વકારયોdદવ્યત્વેડથરુમૂતઃ પ્રવચેડપિ (૧.૨૪)
અર્થાત્ ”વસ્તુ તેમ જ અલંકાર બને વ્યંજક થઈને, એ પ્રત્યેક વસ્તુ તેમ જ અલંકાર બન્નેને સૂચિત કરે તેને અર્થશક્તિમૂલ વ્યંગ્યાર્થ કહે છે; અને તે પ્રબંધમાં પણ થાય છે.”
વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે કે વસ્તુ તેમ જ અલંકાર એ બેમાંથી દરેક વસ્તુ તથા અલંકાર એ દરેકનો વ્યંજક થાય તો તેને અર્થશક્તિમૂલવ્યંગ્ય કહેવામાં આવે છે.”
એ વ્યંગ્યાર્થ પદમાં, વાક્યમાં તથા પ્રબંધમાં અથવા મહાકાવ્યમાં હોઈ શકે છે. આ અર્થશક્તિમૂલવ્યંગ્યના (૧) સ્વતસંભવી (એટલે જેમાં મુખ્ય અર્થ પોતાની મેળે સંભવતો હોય); (૨) “કવિપ્રૌઢોક્તિમાત્રનિષ્પન્નશરીર” (એટલે માત્ર કલ્પનાથી કરેલી ઉક્તિને લીધે જ ઉદ્ભવેલો); અને (૩) કવિનિબદ્ધપ્રૌઢોક્તિમાત્રનિષ્પન્નશરીર” (એટલે કવિએ કાવ્યમાં સર્જેલા પાત્રની પ્રૌઢોક્તિને લીધે જ ઉદ્ભવેલો) એવા ત્રણ ભેદ જે કેટલાકે કહ્યા છે તે યોગ્ય
૨૨૫
૧૫