SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો અજ્ઞાન હોય છે તે સત્યો યોગીઓને પૂરેપૂરાં જ્ઞાત હોય છે, એવો બીજો, ગોણાર્થ લેવો પડે છે જે યોગ્ય અર્થ છે. આ અર્થ લેવાનું પ્રયોજન એ છે કે તેથી યોગીઓની ઊંચા પ્રકારની પ્રબુદ્ધતા તથા આત્મજ્ઞાન ભંજિત થાય છે. આ વસ્તુરૂપ વ્યંગ્યાર્થ સમગ્ર વાકયમાં કે શ્લોકમાં વ્યાપેલો છે. હવે પછીના શ્લોક “ન્નિધરવામ7૦' (ઉદા. ૧૮) એ ધ્વનિનો સુપ્રસિદ્ધ નમૂનો છે. એમાં લાક્ષણિક શબ્દની શક્તિથી શબ્દ(પદ)ગત વસ્તુરૂપ વ્યંગ્યાર્થ પ્રતીત થાય છે. આ શ્લોકના વક્તા રામ પોતે છે. એટલે તેઓ પોતે મોડમિ સર્વ સરે' (હું રામ છું; બધું જ સહન કરી શકે એવું કહે છે ત્યારે “રામ' એ શબ્દથી વાચ્યાર્થ(દશરથના પુત્ર “રામ) જ માત્ર સમજાતો નથી; પણ બધાં દુઃખો વેઠનાર, રાજપાટ છોડી નિર્વાસિત થયેલા કઠોર હૃદયવાળા પુરુષ' એવો લક્ષ્યાર્થ જ અહીં બંધબેસતો થાય છે. આ લક્ષ્યાર્થનું પ્રયોજન છે - રામની અસાધારણ ગ્લાનિપૂર્ણ નિર્વેદમય તથા મોહમૂઢ દશા સૂચિત કરવાનું. રામની આવી અવસ્થાનું સૂચન એ જ શ્લોકનો હૃદયસ્પર્શી વ્યંગ્યાર્થ છે. હેમચન્દ્રાચાર્યે આ શ્લોક પરના ટિપ્પણમાં આ લક્ષણામૂલક વ્યંગ્યાર્થ સરસ રીતે સમજાવ્યો છે. આનંદવર્ધને આ શ્લોક અર્થાન્તરસંક્રમિત વાચ્ય” ધ્વનિના ઉદાહરણ તરીકે ટાંક્યો છે(ધ્વ. આ. ૨.૧ની વૃત્તિ). આનંદવર્ધનના મતે,”આ શ્લોક્રમાં બાધિત શબ્દ “રામને લીધે અહીં માત્ર રામ” એ નામવાળી વ્યક્તિનો બોધ નથી થતો; પણ વ્યંગ્ય ધર્મો (અનેક દુઃખો સહન કરનાર વગેરે)થી વિશિષ્ટ વ્યક્તિ રામનું જ્ઞાન થાય છે.” હેમચન્દ્રાચાર્યના મતે શ્લોકનો સંદર્ભ તથા “મોડ િસર્વ દે' એ શબ્દો રામ નામની વ્યક્તિને માટે ન હોઈ, અહીં “રામ”નો મુખ્યાર્થ બાધિત થાય છે અને રામનો કઠોરહૃદયત્વ વગેરે ધર્મો સાથે સંબંધ હોવાથી રામની વેદના લક્ષિત થાય છે ને રામની અસાધારણ ગ્લાનિ, નિર્વેદ, મોહમગ્નતા વગેરે વ્યંજિત થાય છે. હવે આવતા સુવર્ણપુખમ્ એ પ્રસિદ્ધ શ્લોક(ઉદા. ૬૯)માં વાક્યમાં થતા વસ્તુરૂપ લક્ષકશબ્દશક્તિમૂલ વ્યંગ્યનું દષ્ટાંત મળે છે. “ધ્વન્યાલોકમાં આ શ્લોક અવિવલિતવાચ્યધ્વનિ કે લક્ષણામૂલધ્વનિના ઉદાહરણ તરીકે ઉદ્ધત થયો છે(ધ્વ.પા. ૧.૧૩ની વૃત્તિ). ધ્વનિના અભાવમાં માનનારા મતોનું ખંડન કર્યા પછી આનંદવર્ધન કહે છે કે ધ્વનિ હકીકતમાં છે, એ કલ્પનાની નીપજ નથી અને તેના સામાન્ય રીતે ૧. અવિવક્ષિતવાચ્ય(લક્ષણામૂલ) અને ૨. વિવલિતાન્યપરવા;(અભિધામૂલ) એવા બે પ્રકાર છે. એમાં પહેલા પ્રકારનું ઉદાહરણ ૨૨૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy