________________
ઉપમાવાચક શબ્દ યોજયો નથી. તેથી અહીં વ્યતિરેક અલંકાર વ્યંજિત થયો છે. આ શ્લોક ધ્વન્યાલોક(ઉ. ૨)માં પણ મળે છે. નોંધપાત્ર છે કે આનંદવર્ધન, શબ્દશક્તિમૂલ વસ્તુધ્વનિનો સ્વતંત્ર પ્રકાર તરીકે ઉલ્લેખ કરતા નથી. આથી કેટલાક લેખકોએ શબ્દશક્તિમૂલમાં વસ્તુધ્વનિ નથી એવું અર્થઘટન કર્યું છે.
અહીં સુધી ગ્રંથકારે અભિધામૂલક શબ્દશક્તિમૂલક વ્યંગ્યાર્થનાં પદ તથા વાક્યમાં થતાં વસ્તુગત તથા અલંકારગત દૃષ્ટાન્તો પ્રસ્તુત કર્યા છે. આ બધા દાખલા અનેકાર્થક શબ્દમૂલક વ્યંગ્યના હતા. હવે ગ્રંથકાર ગૌણી તથા લક્ષણાવૃત્તિથી ઉદ્ભવતા શબ્દશક્તિમૂલક વ્યંગ્યના દાખલા રજૂ કરે છે.
ઉદા. ૬૬માં રામાયણ(૨.૧૬.૧૩)નો વિસંક્રાતીમા એ પ્રસિદ્ધ શ્લોક રજૂ થયો છે: સૂર્યમાં જેણે પોતાનું સૌભાગ્ય(સૌંદર્ય) મૂકી દીધું છે અને છે જેનું મંડળ ધૂમ્મસ કે ઝાકળથી ઝાંખુ થયેલું છે એવો ચન્દ્રમા, નિસાસાથી ઝાંખા પડેલા અરીસાની માફક બરાબર પ્રકાશતો નથી.”
પદ(શબ્દ)માં ગૌણ શબ્દશક્તિમૂલ વસ્તુધ્વનિનો આ દાખલો છે.
આ શ્લોકમાં “નિઃશ્વાસાર્ધ' એ પદમાં આવેલા “અધ' શબ્દ પર વ્યંજના આધારિત છે. કેમ કે “અંધ” શબ્દ અરીસા માટે પ્રયોજાયો હોવાથી તેનો મુખ્યાર્થ બાધિત થાય છે અને “અંધ એટલે “નષ્ટ થયેલી દૃષ્ટિવાળો” કે “નષ્ટદૃષ્ટિ', તેનો પદાર્થોને પ્રકાશિત કરવાના અસમર્થત્વ' સાથે સંબંધ(નિમિત્ત) છે. એટલે નિસાસાને કારણે દર્પણમાં જે અત્યંત ઝાંખાપણું, ઉપયોગહીનતા વગેરે અનેક ધર્મો છે તે ચન્દ્રમાં પ્રતીત થાય એ પ્રયોજન માટે ‘અધ' શબ્દનો બીજો અર્થ - પદાર્થોને પ્રકાશિત કરવાની અશક્તિ એ ગૌણાર્થ કરવામાં આવ્યો છે. આમ એક, જ “અંધ' શબ્દ, ગૌરીવૃત્તિના પ્રયોજનભૂત અનેક યંગ્યાર્થીને સૂચિત કરે છે. એટલે આ શ્લોક પદ-વ્યંગ્યનો દાખલો છે. એમાં સૂચિત વ્યંગ્યાર્થ વસ્તુરૂપ છે. આ શ્લોક “ધ્વન્યાલોક'માં “અત્યંત તિરસ્કૃતવાચ્યધ્વનિ'ના ઉદાહરણ તરીકે ઉદ્ધત થયેલો છે(ધ્વ. આ. ૨.૧ની વૃત્તિ).
ભગવદ્ગીતા(૨.૬૯)ને “યા નિરા સર્વભૂતાનામ્..'એ વિખ્યાત શ્લોકના ઉદાહરણ વડે, ગ્રંથકારે, વાક્યગત ગૌણીવૃત્તિમૂલક શબ્દશક્તિભંગની સમજૂતી આપી છે. બીજા લોકો સૂએ ત્યારે મુનિ જાગે છે અને બીજા જાગે ત્યારે મુનિ સૂએ છે..“એવો આ શ્લોકનો વાચ્યાર્થ યોગીઓની ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિકતાનો ખ્યાલ આપતો નથી. તેથી એ વાચ્યાર્થ બાધિત કરી, “જે આધ્યાત્મિક સત્યો તરફ
૨૨૩