SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક ત્રેસઠમાં (તા એ શ્લોકમાં) પણ કવિએ શ્યામા એ પદથી સુંદર સ્ત્રીનો અર્થ(પ્રસ્તુત) અને રાત્રિનો અર્થ(અપ્રસ્તુત) એમ બે અર્થ યોજી, બન્નેનો સંબંધ જોડી, તેમની વચ્ચે ઉપમેય - ઉપમાન ભાવ સૂચવ્યો છે. તેથી અહીં પણ ઉપમા અલંકાર થાય છે. આ શ્લોકનાં ‘સમુદાપિતમન્મથઃ' અને “સાનન્દ' એ બે પદોમાંથી બે બે અર્થ સમજાય છે અને એ અર્થ પણ અહીં વ્યંજક છે. પણ શબ્દશક્તિ વિના અર્થશક્તિ પ્રકાશિત થતી નથી. તેથી શબ્દશક્તિનું જ પ્રાધાન્ય હોઈ તે જ વ્યંજક છે એમ હેમચન્દ્રાચાર્ય વૃત્તિમાં ટિપ્પણ કર્યું છે. આ ટિપ્પણના સંદર્ભમાં નોંધવું જોઈએ કે મમ્મટે આ જ શ્લોકને ઉભયશક્તિમૂલ વ્યંગ્યના ઉદાહરણ તરીકે ઉદ્ધત કર્યો છે(કા. પ્ર. ૪.૪૧); કારણ કે શ્લોકના જે કેટલાક શબ્દોના બે બે અર્થ થાય છે તે ભાગ શબ્દશક્તિમૂલ છે અને બાકીનો ભાગ અર્થશક્તિમૂલ છે. પણ હેમચન્દ્રાચાર્યના મતે શ્લોકમાં શબ્દશક્તિથી જ બીજો અર્થ સમજાય છે અને પછી બે અર્થો વચ્ચે ઉપમેય-ઉપમાનભાવ કલ્પાય છે એટલે જ ઉપમા અલંકાર વ્યંગ્ય થાય છે. મમ્મટે પણ આ શ્લોકની વૃત્તિમાં 'મત્રો મા ચં' અર્થાત્ અહીં ઉપમા વ્યંગ્ય છે એટલું જ કહ્યું છે. હવે પછીનું ઉદાહરણ(૬૪) બાણના “હર્ષચરિત' (૩, પૃ. ૯૮)માંથી લીધેલું છે. આ વાક્યમાં નગરની સ્ત્રીઓ(અમદા:)નું વર્ણન છે. વર્ણનમાં પહેલીવાર પદોનો અન્વય કરતાં તેમના અર્થો એકબજાથી વિરુદ્ધ છે; જેમ કે સ્ત્રીઓને “માતંગગામિની' તથા શીલવતી' પણ કહી છે. “માતંગગામિની' એટલે “ચંડાળની સાથે સમાગમ કરનારી.” આવી સ્ત્રીઓનું “શીલવતી હોવું એ પરસ્પર વિરુદ્ધ વાત છે, પણ “માતંગગામિની' શબ્દનો બીજો અર્થ “હાથી જેવી મલપતી ચાલવાળી લઈ, તેને શીલવતી સાથે જોડતાં વિરોધનો પરિહાર થાય છે અને સુંદર અર્થ પ્રતીત થાય છે. વળી, અહીં કવિએ વિરોધવાચક “અપિ” શબ્દ વાપર્યો ન હોવાથી વિરોધાલંકાર વાચ્ય નથી, પણ વ્યંગ્ય છે. તેથી જ હેમચન્દ્રાચાર્ય કહે " છે કે આ શ્લોકમાં વિરોધાલંકાર(વિરોધાભાસ અલંકાર) વ્યંગ્ય છે. હવે પછીના ઉદાહરણ (૬૫)માં શબ્દશક્તિમૂલ વ્યતિરેકઅલંકાર વ્યંગ્ય છે. પેડક્વતન્ત' એ શ્લોકના ચોથા પાદમાં જે પાક એટલે કે ચરણો એ શબ્દ છે તેના બે અર્થ થાય છેઃ ૧. સૂર્યનાં કિરણો અને ૨. રાજાના પગ. આખા શ્લોકમાં કિરણો અને ચરણોનું વર્ણન છે અને કવિએ ચરણોને કિરણોથી ચઢિયાતાં વર્ણવ્યાં છે; પણ સૂર્ય અને રાજાની તુલના બતાવતો ૨૨૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy