________________
અર્થાત્ હે મુસાફર, આ ગામ પથ્થરોથી ભરેલું છે. તારે સૂવા માટે પથારીય નથી. જો વર્ષાઋતુને લીધે ઉન્નત પાયોધરાને લીધે) તારે રહેવું હોય તો રહે.”
આ ગાથાના ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે, “રાતના ચારેય પ્રહર તને ઉપભોગનો આનંદ મળશે. ઊંઘવાની તક જ નહિ મળે. કારણ અહીં બધા જ લોકો પથ્થર જેવા મૂર્ખ છે. જો તું મારા ઉન્નત વક્ષ:સ્થલ(પયોધરો)ને જોઈને મારા ઉપભોગ માટે રોકાત હોય તો રહે-એ આ શ્લોકને વ્યંગ્યાર્થ છે. અહીં વાચ્યાર્થને બાધ કરીને પછીનો વ્યંગ્ય અર્થ રહેલો છે તેથી વાચ્ય અને વ્યંગ્ય એ બન્ને અર્થનો ઉપમાન - ઉપમેય સંબંધ નથી. એટલે અહીં અલંકાર ધ્વનિ નથી.” આ વ્યંગ્યાથે માત્ર વાક્ય જ છે. આમ આ ગાથા અભિધામૂલક વસ્તુ-વ્યંગ્યનું ઉદાહરણ છે. આ પછીના સંસ્કૃત શ્લોક(૬૦)માં પણ વાક્યમાં વસ્તુવ્યંગ્ય છે. ‘શનિશનિ શ્રી' એ શ્લોકમાં ‘શનિ અને “અશનિ તથા ઉદાર” અને “અનુદાર' એ શબ્દો દ્વિઅર્થી છે. રાજા જેના પર કોપ કરે છે તેને શનિ-(ગ્રહ) તથા અશનિ(વજ) મારી નાખે છે; પણ રાજા જેના પર રીઝે છે તે ઉદાર તથા અનુદાર (અનુ દારા; પત્નીથી અનુસરા) બને છે.
આ શ્લોક પર ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે “અહીં પરસ્પર વિરુદ્ધ (શનિ અને અશનિ એ) બે શબ્દો વડે, “બે, વિરોધી વસ્તુઓ પણ રાજાને સંમત એવું વર્તન કરવા માટે એક જ કાર્ય કરે છે એવો વ્યંગ્યાર્થ સૂચવ્યો છે. આમ આ શ્લોકમાં વસ્તુમાત્રરૂપ વ્યંગ્ય પ્રતીત થાય છે.
અભિધામૂલક અલંકારવ્યંગ્યનો પદગત દાખલો ધરવિસર એ શ્લોક(ઉદા. ૬૧)માં મળે છે. આ શ્લોકમાં ભીમ શબ્દ પર શ્લેષ કરી, તેના ‘ભયંકર” તથા ભીમસેન એવા બે અર્થો કવિએ નીપજાવ્યા છે. આ બન્ને અર્થ અહીં પ્રસ્તુત પણ છે; કેમ કે કવિ, “ભીષણ કે ભયંકર લાગતો રાજા ભીમસેન જેવો છે એવું, ઉપમા અલંકાર ધ્વનિથી સૂચવે છે. અહીં “ભીમ એ પદ(શબ્દ)ને કારણે ઉપમા અલંકાર ધ્વનિ થયો છે. તેથી આ શ્લોક પદગત અલંકાર ધ્વનિનું ઉદાહરણ છે.
વાક્યમાં ઉપમા અલંકાર ધ્વનિ થતો હોય તેવો શ્લોક(ઉદા. ૬૨) કન્નતિ: પ્રોસ્ટR:. એ છે. આ શ્લોકનો અર્થ સ્ત્રીના સ્તનને તથા મેઘને લાગુ પડે છે અને વાક્યનો બીજો અર્થ પહેલા અર્થથી અસંબદ્ધ ન રહે તે માટે પ્રસ્તુત અને અપ્રસ્તુત બન્ને અર્થો વચ્ચે ઉપમાનોપમેય સંબંધની કલ્પના કરવી આવશ્યક છે. આમ અહીં સ્તનાર્થવાળું વાક્ય ઉપમેય અને મેઘાર્થવાળું વાક્ય ઉપમાન હોઈ, વાક્યગત ઉપમા અલંકાર વ્યંગ્ય છે. “વિવેક'માં દ્વિઅર્થી શબ્દોના અર્થો આપ્યા છે.
૨ ૨૧